ચાની લારીથી લઈને UPSC સુધીની સફર, વાંચો આજે ખાસ IAS હિમાંશુ ગુપ્તાની સંઘર્ષ ભરી જિંદગીની આ વાત…
જરૂરી નથી કે તમે નાના શહેર કે ગામડાના હોવ તો તમારા સપના પણ નાના જ હોવા જોઈએ. હંમેશા કંઈક મોટું હાંસલ કરવાની ઈચ્છા હોવી જોઈએ. જો તમે તેના માટે સખત મહેનત કરવા પણ તૈયાર હોવ.
જેમ હિમાંશુ ગુપ્તાએ સાબિત કરી બતાવ્યું છે. તેમનું બાળપણ ભલે ચાના સ્ટોલ પર વીત્યું હોય, પણ આજે તેઓ ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત અને મુશ્કેલ ગણાતી UPSC પરીક્ષા પાસ કરીને IAS બની ગયા છે.
ઉત્તરાખંડના સિતારગંજ જિલ્લાના રહેવાસી હિમાંશુ ગુપ્તા બાળપણથી જ અભ્યાસમાં ઝડપી હતા. જો કે, તેમના પરિવારની આર્થિક સ્થિતિ એવી ન હતી કે તેઓ સારું શિક્ષણ મેળવી શકે. પિતા રોજ મજુરી કામ કરતા હતા. ઘરનો ખર્ચ માંડ માંડ પૂરો થતો હતો.
રોજીરોટીથી ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ હતો. આવા સમયમાં તેના પિતાએ ચાની સ્ટોલ લગાવી. હિમાંશુ તેના પિતા સાથે આ ચાની લારી પર કામ કરતા હતા. તે તેના પિતાને સવારે શાળાએ જતા પહેલા અને આવ્યા પછી મદદ કરતા હતા.નોકરીના કારણે તેના પિતા ઉત્તર પ્રદેશના બરેલી આવી ગયા હતા. અહીં તે ચાનો ધંધો કરતા હતા અને હિમાંશુને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
હિમાંશુની સ્કૂલ તેના ઘરથી 35 કિમી દૂર હતી. શાળાના અભ્યાસ માટે તેને દરરોજ 70 કિમીની મુસાફરી કરવી પડતી હતી. તે સ્કૂલ વાનમાં જ અન્ય બાળકો સાથે ભણવા જતા હતા.
વાન તેમની ચાની ગાડી પાસેથી જ પસાર થતી હતી. તેને હંમેશા ડર લાગતો હતો કે કોઈ બાળક તેને ચા વેચતા જોશે. પણ એક દિવસ એવું જ બન્યું. બાળકોએ તેને ચા વેચતા જોયો અને પછી બધા તેને ‘ચાયવાલા’ કહીને તેની મજાક કરવા લાગ્યા, પણ સમય જતાં વાર ન લાગ્યો અને આજે તે IAS અધિકારી છે.