દિવસ રાત એક કરીને આ યુવકે ૨૧ વર્ષની ઉંમરે પહેલા જ પ્રયાસે UPSC ની પરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચી દીધો.
અત્યારનો સમય અભ્યાસનો સમય ચાલી રહ્યો છે તેથી જ આજના સમયમાં દરેક યુવાનો પહેલા તેમના અભ્યાસને વધારે મહત્વ આપતા હોય છે. આજે દરેક યુવાનો તેમના અભ્યાસ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે.
આ તમામ પરીક્ષાઓમાં UPSC ની પરીક્ષા સૌથી કઠિન હોય છે અને આ પરીક્ષા એક યુવકે ૨૧ વર્ષની ઉંમરે પાસ કરી હતી.આ યુવક મૂળ હરિયાણાના અંબાલાના રહેવાસી છે તેઓએ પહેલા જ પ્રયાસે આ પરીક્ષા પાસ કરીને પીસીએસ અધિકારી બન્યા હતા.
અંબાલાના જગ્ગી ગાર્ડનમાં રહેતા રચિત જેઓએ આ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તેઓએ શહેરની પીકેઆર જૈન સ્કૂલમાંથી ધોરણ ૧૨ નો અભ્યાસ કર્યો હતો અને વર્ષ ૨૦૧૬ માં ધોરણ ૧૨ માં પરીક્ષા પાસ કરી આગળ પંજાબ યુનિવર્સિટીમાં એડમિશન લીધું.
તેઓએ ત્યાં B.Ed નો અભ્યાસ કર્યો હતો અને પછી તેઓએ આગળ UPSC ની તૈયારી ચાલુ કરી દીધી હતી. તેઓએ આ પરીક્ષા માટે દિવસ રાત મહેનત કરી હતી, તેઓએ UPPSC ની તૈયારી કરી અને નાની ઉંમરે જ પહેલા પ્રયાસે આ પરીક્ષા પાસ કરીને તેઓ ઓફિસર બની ગયા.
તેમના પિતા ITI અંબાલા કેન્ટોનમેન્ટમાં ક્લાસ ઇન્સ્ટ્રક્ટરની ફરજ બજાવે છે.તેમના માતા રેખા ગોયલ શહઝાદપુરની સરકારી કન્યા શાળામાં શિક્ષિકા છે, તેથી જ ભણવા માટે રચિતને ઉત્સુકતા હતા અને નાનપણની જ તેમને ઓફિસર બનવું હતું.
તેઓએ ગ્રેજ્યુએશનના અભ્યાસની સાથે સાથે UPSC ની તૈયારી ચાલુ કરી દીધી હતી. આમ હાલમાં આ યુવકે મોટી સિદ્ધિ હાંસલ કરીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.