LIC : LICએ તેના 1.10 લાખ કર્મચારીઓને આપી હોળીની મોટી ભેટ, વેતનમાં કર્યો 16 ટકાનો બમ્પર વધારો, એરિયર્સ પણ મળશે..
LIC : ભારત સરકારે ભારતીય જીવન વિમા નિગમ (LIC)ના કર્ચારીઓ માટે વેતનમાં મોટો વધારો કરવાની મંજૂરી આપી છે. મળતી માહિતી પ્રમાણે ઓગસ્ટ,2022થી લાગૂ થનારા આ વેતન વૃદ્ધિમાં મૂળ પગારમાં 16 ટકા વધારો કરવામાં આવ્યો છે. એટલે કે LICના કર્મચારીઓને છેલ્લા બે વર્ષનું એરિયર પણ મળશે.
આ પણ વાંચો : Vastu Tips : ઘરની આ દિશામાં અરીસો મુકવાથી થશે પૈસાનો વરસાદ, લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ…LIC : અત્રે ઉલ્લેખનીય છે કે LIC તેના કર્મચારીઓ માટે દર પાંચ વર્ષમાં એક વખત વેતનમાં વધારો કરે છે. કંપની તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભારત સરકારે 1લી ઓગસ્ટ 2022થી જે વેતન વધારો અમલી બનાવ્યો છે તેને લીધે આશરે 1.10 લાખ કર્મચારીઓને ફાયદો મળશે.
આ પણ વાંચો : Government Scheme : મહિલાઓને 8 લાખનો ફાયદો કરાવશે સરકારની આ યોજના, 15 હજાર રૂપિયા પગાર પણ મળશે
LIC : આ સાથે જ 1લી એપ્રિલ 2010 બાદ સામેલ લગભગ 24 000 કર્મચારીઓના વધુ સારા ભવિષ્ય માટે NPS યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ LICએ પેન્શનર્સના પેન્શનમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. તેનાથી 30 હજારથી વધારે પેન્શનર્ તથા પારિવારીક પેન્શનર્સને લાભ મળશે. સરકારે અગાઉ પારિવારીક પેન્શનનું પ્રમાણ વધાર્યું હતું, જેથી 21 હજાર પેન્શનર્સને લાભ થયો હતો.
MORE ARTICLE : Stock Market : 22 પૈસાવાળા શેરની ધમાલ, રોકાણકારોના ત્યાં પૈસાનો વરસાદ, 1 લાખના બની ગયા 45 લાખ રૂપિયા..