Surat નાં રાંદેરમાં પરસ્ત્રી સાથે આડા સબંધમાં સાળા તેમજ બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સાળાએ બનેવીને છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો,થઈ ધરપકડ..
Suratના રાંદેર વિસ્તારમાં સગા સાળાએ બનેવીની કરપીણ હત્યા કરી દેતા પોલીસે હત્યારા સાળાની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં મૃતક બનેવીના પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો.જ્યાં બનેવીએ સાળાની જાણ બહાર ખાતામાંથી ઓનલાઈન 25 હજાર રૂપિયા ઉપાડી પોતાની પ્રેમિકાને આપી દીધા હતા.જે અંગે સાળા-બનેવી વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી.જે બાદ રોષે ભરાયેલા સાળાએ ઘાતક હથિયાર વડે બનેવીની કરપીણ હત્યા કરી નાખી હતી.
સગા સાળાએ પોતાના જ બનેવીની કરપીણ હત્યા કરી
Suratના રાંદેર વિસ્તારમાં આજ રોજ સગા સાળાએ પોતાના જ બનેવીની કરપીણ હત્યા કરી દેતા ભારે ચકચાર મચી ગઇ છે.રાંદેર પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર,પૂજા વિક્કીબેન પટેલ દ્વારા રાંદેર પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ આપવાના આવી છે.
આ પણ વાંચો : Suratમાં એક તરફી પ્રેમમાં બે કિશોરો મોડી રાત્રે ઝઘડ્યા,ચાકુના 10થી વધુ ઘા મારી દેતા એકની હાલત ગંભીર….
જેમાં મહિલાનો ભાઈ મયુર રાઠોડના અન્ય પરસ્ત્રી સાથે પ્રેમસબંધ ચાલી આવ્યો હતો.જેના કારણે મયુર અને તેની પત્ની વચ્ચે માથાકૂટ ચાલી આવી હતી.
પોલીસે હત્યારા સાળાની ધરપકડ કરી
દરમ્યાન મયુર દ્વારા પોતાના સગા સાળાના બેંક ખાતામાંથી જાણ બહાર 25 હજાર રૂપિયા ઉપાડી લેવાયા હતા.જે રકમ પોતાની ગર્ભવતી પ્રેમીકાને આપી દીધા હતા.જેની જાણ સાળા ને થતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલ થઈ હતી.જે બાદ સાળો પોતાના બનેવીના ઘરે મળવા માટે આવ્યો હતો.
જ્યાં ઘરમાં સુતેલા બનેવી પર ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.ઘટના અંગે રાંદેર પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે Surat નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હત્યારા સાળા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.