સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં પુત્ર એ કરાવ્યા 165 દીકરીઓ ના લગ્ન… આવો હતો શાહી લગ્નોત્સવ જુઓ તસવીરો…
સૌરાષ્ટ્રના સાવજ તરીકે ઓળખાતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં તેમના પુત્ર તથા જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા સાતમા શાહી સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લગ્નનું શીર્ષક લાગણીના વાવેતર રાખવામાં આવ્યું હતું.
આ શાહી લગ્નોત્સવમાં લેઉવા પટેલ સમાજની 165 દિકરીઓ પ્રભુતામાં પગલા પાડયા હતા. વૈભવી લગ્નોને પણ ઝાંખા પાડે તેવું શાહી આયોજન કરવામાં આવ્યું હતું. આ શાહી લગ્નોત્સવ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો હાજર રહ્યા.
જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા જામકંડોરણાના લડાયક ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્ય સ્મૃતિમાં સાતમાં શાહી સમુહ લગ્નોત્સવ લાગણીના વાવેતરનું જામકંડોરણા ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલું હતું.
આ શાહી લગ્નઉત્સવમાં લેઉવા પટેલ સમાજના રાજકીય-સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તેમજ વેપાર-ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત એકલાખ લોકોની હાજરીમાં 165 યુગલ લગ્નજીવનના પંથે પ્રયાણ કરનાર નવદંપતીના આશીર્વાદ પાઠવ્યા હતા.
આ સમુહ લગ્નમાં જોડાનાર દરેક દિકરીને પાનેતરથી માંડી ઘરવખરીના તમામ સરસામાનની કુલ 123 ચીજ વસ્તુ ઉપરાંત શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતાજી તથા સાવજનું કાળજું પુસ્તક કરિયાવરમાં અર્પણ કરવામાં આવશે. જેમાં સોનાના દાણા બે નંગ, ફ્રીઝ, ડબલબેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજાનું શુટ, વરરાજાના બૂટ, પાનેતર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.
સમુહગ્નમાં 165 વરરાજાના વરઘોડા એક સાથે નીકળ્યા હતા. આ વરઘોડામાં 25 વિન્ટેજ કાર, 50 ખુલ્લી જીપ્સી, વરરાજાઓની મોટર કાર્સનો કાફલો ઉપરાંત ઘોડા જોડાયા તેમજ ડીજેના પાંચ વાહનો, ઢોલી મંડળીઓ અને બેન્ડવાજાના ગ્રૂપ પણ જોડયા હતા.
એક કલાક સુધી જામકંડોરણાના મુખ્ય હાઈ-વે ઉપર વરઘોડો ફર્યા બાદ લગ્નમંડપ સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ વિધી અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા.
સમુહલગ્નોત્સવમાં દરેક વર-કન્યા પક્ષના લોકો તેમજ સમાજના આમંત્રિત લોકો સહિત એક લાખ લોકોનો ભોજન સમારંભ પણ સાથે જ રાખવામાં આવેલ. આ સમગ્ર વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ ચાર હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા.
શાહી સમુહ લગ્નોત્સવના આયોજક જયેશભાઈ રાદડિયા હતા આ સાતમાં સમુહ લગ્નોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 165 વર-કન્યાના નામ નોંધાયા હતા.
સમાજના દાતાઓના સહકારથી દર વખતની માફક આ વખતે પણ ભવ્ય રીતે આ સમુહ લગ્નોત્સવ યોજાયો સમારોહના અધ્યક્ષ સ્થાને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ ઉપસ્થિત રહ્યા. જ્યારે લગ્ન સમારોહનું ઉદઘાટન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ અને દાતા વસંતભાઈ ગજેરા,
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી બટુકભાઈ મોલવીયા, સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.-સુરતના પરસોતમભાઈ ગજેરા, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમખ રાજુભાઈ હિરપરા તથા માન બિલ્ડર્સ રાજકોટવાળા વિપુલભાઈ ઠેસિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.