લગ્ન વખતે આવા લાગતાં હતાં મુકેશ અને નીતા અંબાણી, જુઓ વાયરલ તસવીરો…….

લગ્ન વખતે આવા લાગતાં હતાં મુકેશ અને નીતા અંબાણી, જુઓ વાયરલ તસવીરો…….

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની આ તસવીર છે. 32 વર્ષ જૂની આ તસવીરમાં મુકેશ અને નીતા અંબાણી સાથે ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન પણ નજરે આવે છે.મુકેશ અંબાણીએ ગ્રે સૂટ પહેર્યો છે અને નીતા અંબાણી ગોલ્ડન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. જોકે આ તસવીરની હજી સુધી ખરાઈ થઈ શકી નથી.મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની અમુક તસવીરો મીડિયામાં ઉપલબ્ધ છે.

મુકેશ અંબાણી અને નીતાની લવ સ્ટોરી પણ ખૂબ સરસ છે. પોતાની લવસ્ટોરીનો ઉલ્લેખ મુકેશ અને નીતા અંબાણીએ એક ઈન્ટર્વ્યૂમાં કર્યો હતો. તે વખતે નીતા ફક્ત 20 વર્ષના હતા અને મુકેશ 21 વર્ષના હતા. મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઈને નીતા ખૂબ જ પસંદ હતા.તેમણે નીતા અંબાણીને પોતાના ઘરે બોલાવ્યા અને નીતા અને મુકેશની મુલાકાત કરાવી હતી.એક વખત નીતા અને મુકેશ કારથી ક્યાંક જઈ રહ્યા હતા.

ત્યારે મુકેશે નીતાને પૂછ્યું હતું કે શું તમે મારી સાથે લગ્ન કરશો. કાર રેડ સિગ્નલ પર રોકાઈ હતી. મુકેશે કહ્યું કે આ કાર ત્યાં સુધી આગળ નધી વધે જ્યાં સુધી તમે જવાબ નહીં આપો. પાછળ બધી કાર્સ હોર્ન ઉપર હોર્ન વગાડી રહી હતી, પરંતુ મુકેશે નીતાના જવાબની રાહ જોતા રહ્યા.નીતાએ થોડી વાર પછી હા પાડી અને મુકેશે કાર આગળ વધારી હતી.

ત્યાર પછી નીતાએ મુકેશને પૂછ્યું હતું કે જો હું ના કહેત તો તમે શું મને કારમાંથી નીચે ઉતારી મૂકેત, ત્યારે મુકેશે કહ્યું, ના, હું એવું ના કરેત. હું તમને ઘર મૂકી આવેત ત્યાર બાદ મુકેશ અને નીતા અંબાણીના ધામધૂમપૂર્વક લગ્ન થયા હતા જ્યારે પણ એશિયાની શક્તિશાળી બિઝનેસ વુમનની વાત કરવામા આવશે ત્યારે નીતા અંબાણીનુ નામ આવશે. આ એક એવી મહિલા છે,

જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. તે ઘણીવાર પોતાની સુંદરતા અને અનોખી સ્ટાઇલ માટે લાઈમલાઈટમા રહે છે. તે માત્ર ભારતમા જ નહી પરંતુ, વિદેશમા પણ ખૂબ જ લોકપ્રિય છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની હોવા છતા નીતા અંબાણીની એક વિશેષ ઓળખ છે.

નીતા અંબાણી તેના વ્યક્તિત્વને લઈને હંમેશા ચર્ચાઓમાં રહે છે.તાજેતરમા જ દાદા-દાદી બનેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણી આજકાલ ફરી એકવાર ચર્ચામાં છે.હકીકતમા રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી એશિયન અમીરોની યાદીમા સર્વશ્રેષ્ઠ સ્થાન ધરાવે છે.

દર વર્ષે આંકડા મુજબ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ ૫.૬૦ લાખ કરોડ રૂપિયા છે.મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી એ આ સફળતા પાછળ છે.આ બંને એકબીજા સાથે પોતાની જવાબદારીઓ ખુબ જ સારી રીતે નિભાવે છે પરંતુ, આ ઉત્કૃષ્ટ કેમિસ્ટ્રી જોઈને ઘણીવાર તેમના પ્રિયજનોના હૃદયમા એ પ્રશ્નો આવે છે કે,આ વ્યસ્ત દિનચર્યામાં આ યુગલ એકબીજા સાથે કેટલો સમય વિતાવે છે?

એક ઇન્ટરવ્યૂમા નીતા અંબાણીને પૂછવામા આવ્યુ કે, શું તે ક્યારેય મુકેશ અંબાણી સાથે સામાન્ય કપલની જેમ ડેટ પર ગયા હતા? આ સવાલના જવાબમા નીતા અંબાણીએ તેમને જણાવ્યુ હતુ કે, “અમારા લગ્નને ૩૫ વર્ષ થઈ ગયા છે. અમે હજુ પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. મુકેશ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તે પોતાની અંગત ખુશીને એકબીજા સાથે ઉજવે છે.તાજેતરમા જ મારા જન્મદિવસના પ્રસંગે આખો પરિવાર સાથે રજાઓ ગાળવા ગયો હતો.

ઇન્ટરવ્યૂમા નીતા અંબાણીએ તેમના અને મુકેશ અંબાણીના જીવન વિશે વધુ વાત કરી હતી અને જણાવ્યુ હતુ કે, “અમને બંનેને સ્ટ્રીટ ફૂડ ખુબ જ ગમે છે. જ્યારે પણ અમને ઈચ્છા થાય છે, ભેલપૂરી અને બટાટા પૂરી ખાવા માટે બહાર નીકળી જઈએ છીએ. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, મુકેશની યોજનાઓ એકાએક બને છે.

મુકેશ એકાએક આવે છે અને કહે છે,“ચાલો આપણે કૉફી પીવા જઈએ અને આપણે સી લાઉન્જમાં જઈએ.નીતાએ ઇન્ટરવ્યૂમાં મુકેશ અંબાણીના વ્યસ્ત શેડ્યૂલનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ હતુ કે, તેણે ઘણીવાર મોડા ઘરે આવે છે. તેમ છતા બંને સાથે ડિનર કરે છે. સ્પષ્ટ વાત થાય છે કે, નીતા અને મુકેશ અંબાણી વચ્ચેનો પ્રેમ સતત અકબંધ રહ્યો છે અને તેમના બીજી કાર્યક્રમ છતા પ્રેમ પર જરાય અસર પાડવા દીધી નથી.નીતા અંબાણી એક ગુજરાતી પરિવારની છે.

નીતાના પરિવારમાં સંગીત અને શાસ્ત્રીય નૃત્યને ઘણું પસંદ કરવામાં આવતું હતું અને તેના પરિવારમાં સંગીત અને નૃત્ય ઘણું મહત્વ ધરાવે છે. નીતાની માતા એક પ્રખ્યાત ગુજરાતી લોકનર્તકી હતા.નીતા જયારે માત્ર આઠ વર્ષની હતી, ત્યારથી તેમની માતાએ તેને નૃત્ય શીખવાડવાનું શરુ કર્યું હતું. નીતાએ બાળપણથી નૃત્યમાં ઊંડી રુચિ બતાવવાનું શરુ કરી દીધું હતું અને જોતજોતામાં તે ભરતનાટ્યમની એક કુશળ નૃત્યાંગના બની ગઈ છે.

નીતા ગુજરાતભરમાં અલગ-અલગ સમારોહમાં ભરતનાટ્યમ પ્રસ્તુત કરતી હતી. એક એવા જ કાર્યક્રમમાં ધીરુભાઈએ નીતાને ભરતનાટ્યમ કરતા જોઈ હતી. નીતાના આ મંત્રમુગ્ધ કરનાર નૃત્યથી ધીરુભાઈ ઘણા પ્રભાવિત થયા હતા. ધીરુભાઈએ જોયું કે, નીતા માત્ર શાનદાર નૃત્ય જ નહોતી કરી રહી પરંતુ સાથે તેના સૌન્દર્યમાં ભારતીય પરંપરાની ઝલક છે.ધીરુભાઈએ નીતાના આ નૃત્યને બિડલા માતોશ્રીમાં જોયું હતું.

નીતાએ જયારે પોતાનું નૃત્ય સમાપ્ત કર્યું તો ધીરુભાઈએ કાર્યક્રમના આયોજક પાસેથી નીતા વિષે જાણકારી મેળવી.આટલું જ નહિ, ધીરુભાઈએ નીતાનો ટેલીફોન નંબર લીધો અને તેની સાથે જોડાયેલ ઘણી વિગત સાથે લઇ ગયા.બીજા દિવસે ધીરુભાઈએ નીતાના ઘરે ફોન કર્યો ત્યારે દિલચસ્પ વાત એ હતી કે, ફોન ખુદ નીતાએ જ ઉપાડ્યો હતો.

નીતાએ જયારે સાંભળ્યું કે, ફોન કરનાર પોતાને ધીરુભાઈ અંબાણી કહી રહ્યા હતા અને તે વાત કરવા ઈચ્છે છે તો કઈ જ વિચાર્યા વગર તેણે કહ્યું કે, તે કોઈ બીજું નહિ પરંતુ એલીઝાબેથ ટેલર બોલી રહી છે.ત્યારે નીતાને એવું લાગ્યું કે, કોઈ તેને હેરાન કરી રહ્યું છે તો તેને ફોન કટ કરી દીધો. નીતાએ વિચાર્યું કે, ભારતના એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ તેને કેમ ફોન કરે અને તેની સાથે વાત કરવા કેમ ઈચ્છે છે?ધીરુભાઈએ ફરીથી ફોન કર્યો પરંતુ આ વખતે નીતાના પિતાએ ફોન ઉઠાવ્યો અને તે ધીરુભાઈનો અવાજ ઓળખી ગયા.

નીતા અંબાણી કરતા હતા 800 રૂપિયામાં ટીચરની નોકરી, મુકેશ અંબાણી સાથે લગ્ન પહેલા મૂકી હતી આ શર્ત

નીતાના પિતાએ નીતાએ કહ્યું કે, તે ધીરુભાઈને જઈને મળે.પિતાના આદેશ બાદ નીતા ધીરુભાઈને મળવા માટે તૈયાર થઇ ગઈ.ધીરુભાઈએ પોતાના કાર્યાલયમાં નીતાને ખાવાનું બનાવવા, તેમની આદતો, શિક્ષા સહીત ઘણી વસ્તુઓ વિષે પૂછ્યું ત્યારબાદ ધીરુભાઈએ તેને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. ધીરુભાઈએ સ્પષ્ટ રૂપે કહ્યું કે, તે નીતાને મુકેશની પત્ની તરીકે જોવા ઈચ્છે છે.

ધીરુભાઈએ કહ્યું કે, નીતાએ ઘરે આવીને મુકેશને મળવું જોઈએ.આ વિષે પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નીતા ધીરુભાઈના ઘરે ગઈ. નીતા જયારે ત્યાં પહોચી તો મુકેશે ઘરનો દરવાજો ખોલ્યો.મુકેશ નીતાને જોતા જ ઓળખી ગયો કેમકે ધીરુભાઈ હંમેશા તેમની સાથે નીતાની વાત કરતા હતા.

મુકેશ અને નીતાએ એક-બીજા સાથે વાતચીત કરી અને બીજે ક્યાંય મળવા માટે તૈયાર થયા.પોતાની પ્રથમ મુલાકાત બાદ મુકેશ અને નીતા એકબીજાને ડેટ કરવા લાગ્યા. જો કે, નીતા શરૂઆતમાં પોતાના આ સબંધને લઈને થોડી મૂંઝવણમાં હતી. નીતા પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા ઇચ્છતી હતી.તે ધીરુભાઈના નિર્ણય વિષે જાણતી હતી પરંતુ તે પોતાના અભ્યાસ માટે થોડો વધુ સમય ઈચ્છતા હતા.

એક દિવસ જયારે મુકેશ અને નીતા કારમાં પોદ્દાર રોડ પર જી રહ્યા હતા. ત્યાં રેડ સિગ્નલ જોઇને મુકેશે પોતાની કાર રોકી દીધી. સિગ્નલ ગ્રીન થયા બાદ પણ મુકેશે પોતાની કાર સ્ટાર્ટ ન કરી. તો નીતાએ મુકેશને કાર સ્ટાર્ટ કરવાનું કહ્યું કેમકે ત્યાં ટ્રાફિક જામ થઇ શકે તેમ હતો.ત્યારે મુકેશ અંબાણીએ સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, શું તુ મારી સાથે લગ્ન કરીશ? પછી મુકેશે કહ્યું કે, હું જવાબ સાંભળ્યા પછી જ કાર સ્ટાર્ટ કરીશ. હવે નીતા સામે કોઈ વિકલ્પ નહોતો અને તેણે લગ્ન માટે હા પાડી દીધી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *