Kutch Ajrakh Art : કચ્છી કલાકારોની વર્ષોની તપસ્યા ફળી , અજરખ કળાને મળ્યું GI ટેગ

Kutch Ajrakh Art : કચ્છી કલાકારોની વર્ષોની તપસ્યા ફળી , અજરખ કળાને મળ્યું GI ટેગ

Kutch Ajrakh Art : કચ્છની જાણીતી કળા અજરખને મળ્યું GI ટેગ, વર્ષો જૂની અજરખ કળાને મળી આગવી ઓળખ, છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યો હતો GI ટેગ મેળવવા પ્રયાસ

Kutch Ajrakh Art : કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની ખ્યાતિ હવે ચોમેર પ્રસરશે. કારણ કે, કચ્છી કળા અજરખને GI ટેગ મળ્યું છે. 500 વર્ષ જૂની અજરખ કલાને જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન મળતા હવે કચ્છના કલાકારો હરખાયા છે. છેલ્લાં 10 વર્ષોથી કલાકારો દ્વારા આ ટેગ મેળવવા પ્રયાસો કરાઈ રહ્યા હતા.

Kutch Ajrakh Art : ત્યારે આખરે હવે કચ્છી હસ્તકલાને નવી ઓળખ મળી છે. અમદાવાદમાં જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનનું સન્માન કરાયુ હતું.

Kutch Ajrakh Art
Kutch Ajrakh Art

લાંબા સમયથી ટેગ માટે પ્રયાસો ચાલુ હતા

Kutch Ajrakh Art : વૈશ્વિક સ્તરે ઝળકેલી કળાઓના કારીગરોની ભૂમિ ગણાય છે. અનેક વર્ષો જૂની કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થઈ છે. અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળાનાં કારીગરોની આવકમાં પણ વધારો થયો છે. પરંતુ સાથે જ આ કળાની નકલ પણ બજારોમાં વધી રહી હતી. તેથી કારીગરોએ આ કળાને GI ટેગ અપાવવા અરજી કરી હતી. આખરે કારીગરોની મહેનત સફળ થઈ છે.

આ પણ વાંચો: Diabetes : ડાયાબિટીસમાં તરબૂચ ખાવાથી નુકસાન ? જાણો બ્લડ શુગર પર થતી અસર વિશે

500 વર્ષ જૂની કળા

Kutch Ajrakh Art : કચ્છની સૌથી પ્રખ્યાત હસ્ત કળા ગણી શકાય તેમ છે. બ્લોક દ્વારા થતી પ્રિન્ટ અજરખ પ્રિન્ટ ગણાય છે. હાલ કચ્છના અંદાજીત ૮૦૦થી વધુ કારીગરો આ હસ્તકળાના કામ સાથે સંકળાયેલા છે. કચ્છમાં ધમડકા અને ખાવડા વિસ્તારની વિશિષ્ટતા ગણાતી અજરખ પ્રિન્ટ બારમી સદીમાં મૂળ જેસલમેરમાંથી ઉત્પન્ન થઈ હોવાનું માનવમાં આવે છે.

તેના છપાઈ કામમાં મુખ્યત્વે પરંપરાગત ભૌમિતિક ડિઝાઈન બ્લુ, લાલ અને કાળા રંગોમાં કરવામાં આવે છે. ઘણા વર્ષો સુાધી અજરખ પ્રિન્ટ સૃથાનિક માંગની જ વસ્તુ રહી હતી. પરંતુ હવે તેની માંગ વાધતી જાય છે. અજરખ પ્રિન્ટ બનાવવાની પદ્ધતિ બહુ લાંબી ગણાય છે. સૌ પ્રાથમ કુદરતી રંગાટ પ્રક્રિયામાં લપડ છે.

Kutch Ajrakh Art
Kutch Ajrakh Art

Kutch Ajrakh Art : સોડીયમ કાર્બાનેટ, દિવેલ તાથા અન્ય પ્રવાહી મીશ્રણમાં બોળીને ડિસ્ટારર્ડ કરવામાં આવે છે. ત્યાર બાદ વહેતા પાણીમાં તેને પુરી રીતે ધોઈને હરેડના મીશ્રણમાં બોળવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ કાપડમાં કાળાશ આવતા તે છાપકામ માટે તૈયાર ગણાય છે. બીજા તબક્કામાં તેના પર અગાઉ બનાવેલા લાકડાના બ્લોક વડે છાપકામ કરવામાં આવે છે.

સમગ્ર કાપડમાં તે જ બ્લોકાથી છાપકામ થાય છે. બન્ને બાજુ ડિઝાઈન કરવી હોય તો બ્લોકનો બીજો સેટ વાપરવામાં આવે છે. બે દિવસ તડકામાં સુકાવ્યા બાદ ત્રીજા તબક્કામાં છાપકામ થયેલા કાપડ પર રંગાટ કામ કરાવમાં આવે છે. કાપડમાં પાકા રંગને મજબુત કરવા તે ભીનુ હોય છે ત્યારે વહેતા પાણીમાં ધોવામાં આવે છે. છાપકામ સમયે લાલ રંગની જરૃરી હોય ત્યાં ફટકડી છાંટવામાં આવી હોવાને કારણે લાલ રંગ વધુ ઘેરો બને છે.

કચ્છની વર્ષો જુની આવી અમૂલ્ય કારીગરીને સરકારે જીઆઈ ટેગ આપીને મોટી મદદ કરી છે. હવે કારીગરોને તેનું યોગ્ય વળતર અને રોજગાર મળી રહેશે.

Kutch Ajrakh Art
Kutch Ajrakh Art

more article : Akshaya Tritiya : અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *