Koteshwar Mahadev : અમદાવાદમાં આવેલું છે મીની સોમનાથ,અહીંના પવિત્ર જળના છંટકાવથી દરેક દુખ થશે ભસ્મ…

Koteshwar Mahadev : અમદાવાદમાં આવેલું છે મીની સોમનાથ,અહીંના પવિત્ર જળના છંટકાવથી દરેક દુખ થશે ભસ્મ…

Koteshwar Mahadev : અમદાવાદ નજીક સાબરમતી નદી કિનારે કોટેશ્વરગામમાં કોટેશ્વર મહાદેવનુ મંદિર આવેલુ છે. સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનુ મંદિર મીની સોમનાથ તરીકે જાણીતુ છે

કોટેશ્વરગામમાં કોટેશ્વર મહાદેવનુ મંદિર આવેલુ છે

સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ

બંસીપહાણપુરના પત્થર પર કલાત્મક કોતરણી

Koteshwar Mahadev
Koteshwar Mahadev

અમદાવાદ નજીક કોટેશ્વરગામમાં સાબરમતી નદી કિનારે સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનુ મીની સોમનાથ તરીકે જાણીતુ મંદિર આવેલુ છે રાજસ્થાનના બંસીપહાણપુરના પત્થર પર કલાત્મક કોતરણી કરી નાગરશૈલીમાં બનાવવામાં આવેલા મહાદેવના મંદિરમાં શ્રાવણ, શિવરાત્રી અને શનિ રવિ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે.

 

Koteshwar Mahadev
Koteshwar Mahadev

સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ

આ પણ વાંચો  : Dwarka ના દરિયામાં સિગ્નેચર બ્રિજ તૈયાર આ તારીખે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો શું છે ખાસિયત…

અમદાવાદ નજીક સાબરમતી નદી કિનારે કોટેશ્વરગામમાં Koteshwar Mahadev નુ મંદિર આવેલુ છે. સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનુ મંદિર મીની સોમનાથ તરીકે જાણીતુ છે. સાબરમતી નદીના કિનારે લીલાછમ વૃક્ષોની વચ્ચે નીરવ શાંત વાતાવરણ મહાદેવની હાજરીનો અહેસાસ કરાવે છે. મંદિરને નાગરશૈલીમાં બનાવવામાં આવ્યુ છે. રાજસ્થાનના બંસીપહાણપુરના પત્થર પર કલાત્મક કોતરણી કરી કોટેશ્વર મહાદેવ મંદિરની સુંદર સજાવટ કરવામાં આવી છે. હાલ જ્યાં કોટેશ્વર છે ત્યાં દેરી પાસે એક સંત શિવભક્તિ કરતા અને ત્યાં જ રહેતા હતા એકવાર ગાયકવાડ કોટેશ્વર પાસેથી પસાર થયા ત્યારે થોડીવાર સંત પાસે રોકાયા આ નાની મુલાકાતમાં સંતથી પ્રભાવિત ગાયકવાડે મંદિર બનાવવા સંતને સહાય કરી હતી.

 

Koteshwar Mahadev
Koteshwar Mahadev

અખંડધૂણી મદિરના પ્રાંગણને સુવાસિત રાખે છે

શિવલીંગની સામે મંદિરમાં બે નંદી છે શ્વેત નંદી મંદિરના ઘુમ્મટ નીચે અને શ્યામ નંદી મંદિરની બહારના છત્ર નીચે બિરાજે છે. દર્શનાર્થીઓની પોતાની મનોકામનાની અરજ શ્વેત નંદી કાનમાં કરે છે. મંદિરના શિખર પાસે થી સૂર્યાસ્તના કિરણો ભોલેબાબાને સાક્ષાતકાર કરાવે છે. ગુજરાત મહારાષ્ટ્ર અને કાશીના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અતિરુદ્ર મહાયજ્ઞ કર્યા બાદ તેની અખંડધૂણી મદિરના પ્રાંગણને સુવાસિત રાખે છે. શ્રાવણ, શિવરાત્રી અને શનિ રવિ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દિવસ દરમ્યાન ચાલતા નિયમિત લઘુરુદ્રપાઠાત્મક મંદિરમાં અનોખી ઉર્જા ઉત્પન્ન કરે છે

 

Koteshwar Mahadev
Koteshwar Mahadev

મંદિર પરિસર હરહર મહાદેવના નારાથી ગૂંજી ઉઠે છે

આ પણ વાંચો  : Dipeshwari ma : ગુજરાતનું તેજોમય સ્થળ ફુલના ઢગલાની પાસે દૈવત આકાશવાણી થઈ, એક ચુંદડી કરે છે મનોકામના પૂર્ણ

Koteshwar Mahadev : મંદિરના પ્રાંગણમાં વર્તાતી શાંતિ, સાંજનુ વાતાવરણ અને સતત ચાલતા શિવમંત્રો દર્શનાર્થીઓને પ્રફુલ્લિત કરે છે. મુખ્ય મંદિરની જમણી બાજુ રામલક્ષમણજાનકી બિરાજમાન છે
મંદિરની ડાબી બાજુ ધોલેશ્વર મહાદેવ બિરાજે છે. મહાદેવજીના દર્શન કર્યા બાદ મંદિરના પ્રાંગણમાં ધૂણી પાસે ચાલતી શિવમંત્રની ધૂન વાતાવરણને પ્રફૂલ્લિત કરી ભાવિકોને શાતા પ્રદાન કરે છે. ભોળેનાથના મંદિરમાં સંધ્યા આરતી સમયે વાગતા શંખ ડમરુ અને ખંજરી ભક્તિમય વાતાવરણનુ અલૌકિક સર્જન કરે છે. આરતી બાદ ભક્તો પર જળનો છંટકાવ પવિત્ર અનુભૂતિનો અહેસાસ કરાવે છે ત્યારબાદ મંદિર પરિસર હરહર મહાદેવના નારાથી ગૂંજી ઉઠે છે

more article : Bhimanath Mahadev : ગુજરાતમાં આવેલી છે સહદેવે મોક્ષ અપાવ્યો હતો તે જગ્યા,અહીંનું શિવલિંગ હતું અપૂજ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *