રાજસ્થાનના કોટામાં રાધાકૃષ્ણ ભગવાનનું ચમત્કારિક મંદિર આવેલું છે, જ્યાં મંદિરની દીવાલ પર ચિઠ્ઠી લખીને માનતા માનવાથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ભારત દેશમાં ઘણા બધા નાના મોટા પવિત્ર મંદિરોએ આવેલા છે, દરેક મંદિરમાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોય છે એટલે ભક્તો હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, દેશભરમાં આવેલા નાના મોટા હજારો લાખો મંદિરોમાં રોજે રોજ ચમત્કાર અને પરચાઓ થતા પણ જોવા મળતા હોય છે, આજે આપણે એક એવા જ ચમત્કારિક મંદિર વિષે વાત કરીશું.
આ મંદિર રાજસ્થાનના કોટા શહેરમાં આવેલું છે. રાજસ્થાનના કોટા શહેરને શિક્ષણનું શહેર ગણવામાં આવે છે કેમ કે અહીંયા અભ્યાસ માટે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવતા હોય છે. કોટામાં આવેલા આ અનોખા મંદિરમાં ભક્તો સહિત હજારો વિદ્યાર્થીઓ પણ દર્શને આવતા હોય છે, આ સાથે મંદિરની એક એવી માન્યતા છે કે દીવાલ પર જો પોતાની ઈચ્છાઓ લખવામાં આવે તો તે દરેક માનતાઓ પુરી થાય છે.
આ મંદિર રાધાકૃષ્ણ મંદિર છે, જે કોટાના તલવંડી વિસ્તારમાં આવેલું છે. રાધાકૃષ્ણના આ મંદિરને ઘણા વર્ષો જૂનું માનવામાં આવે છે અને મંદિરમાં દર્શને પણ ઘણા ભક્તો આવતા હોય છે, અહીંયા દર્શને આવતા વિદ્યાર્થીઓ તેમની મનોકામનાઓ ચિઠ્ઠીમાં લખીને દીવાલ પર લગાવી દે છે,
ત્યારબાદ તેમની મનોકામના ઓ પૂર્ણ થાય છે.આવા ઘણા બધા ચમત્કારો આ મંદિરમાં જોવા મળે છે. થોડા વર્ષો પહેલા પણ અહીંયા કેટલાક વિદ્યાર્થીઓએ ડોક્ટર અને એન્જિનિયર બનવાની પ્રતિજ્ઞા લીધી હતી
અને આજે તેમની આ મનોકામના પૂર્ણ થઇ જતા આ વાત બધા લોકોને ખબર પડી તો અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને તેવી જ રીતે ચિઠ્ઠી લખીને મનોકામનાઓ માંગવા લાગ્યા અને મંદિરમાં દર્શને આવતા દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી હતી.