કોકિલાબેન અંબાણી દરેક પાર્ટી કે ફંક્શનમાં ગુલાબી કલરની સાડીમાં જ કેમ જોવા મળે છે?
દુનિયાના ટોપ-10 બિઝનેસમેનમાં સામેલ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશા ચર્ચામાં હોય છે. ભારતીય બિઝનેસ જગતમાં ક્રાતિ લાવનાર ધીરુભાઈ અંબાણી અને તેમના પત્ની કોકિલાબેને જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. વર્ષ 1934માં જામનગરમાં જન્મેલા કોકિલાબેને ફક્ત ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. કોકિલાબેન અંબાણીની એક વાત તમે નોટિસ કરી હશે કે તેઓ કોઈ પણ પાર્ટી કે ફંક્શનમાં જાય તો મોટાભાગે ગુલાબી રંગની સાડીમાં જ જોવા મળે છે.
કોકિલાબેન અંબાણી પોતાના મોટા દીકરા મુકેશ સાથે એન્ટિલિયામાં રહે છે. તેઓ અનેક વાર પિંક સાડીમાં જોવા મળે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ કોકિલાબેનનો ફેવરિટ કલર પિંક છે. એટલા માટે તે મોટાભાગે આ રંગની જ સાડીઓ પહેરવી પસંદ કરે છે. ભારતમાં ગુલાબી રંગને સન્યાસ, શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોકિલાબેન અંબાણી ડિઝાઈનર અબુ જાની, સંદીપ ખોસલા અને સબ્યસાચીના ડિઝાઈન કરેલા કપડાં પહેરવા વધુ પસંદ કરે છે.
એટલું જ નહીં કોકિલાબેનને હરવા-ફરવાનો પણ ખૂબ શોખ છે. તેમને લંડન અને સ્વિત્ઝર્લેન્ડ ખૂબ પસંદ છે. જ્યારે ધીરૂભાઈ જીવિત હતા ત્યારે તેમની સાથે કોકિલાબેન ફરવા જતા હતા. પણ હવે વર્ષમાં બે વાર પરિવારના કોઈ સભ્ય સાથે ફરવા જાય છે. આ ઉપરાંત તેમને ગીત ગાવાનો પણ શોખ છે.મર્સિડિઝ બેન્ઝ તેમની ફેવરિટ કાર છે.
નોંધનીય છે કે ધીરુભાઈ અંબાણીએ પોતાના જીવનમાં જે સફળતાં મેળવી છે, તેમાં કોકિલાબેનનું ઘણું યોગદાન રહ્યું છે. કોકીલાબેને દરેક નિર્ણય ધીરૂભાઈનો સાથ આપ્યો હતો, જે સાથ ક્યારેય ના છોડ્યો. કોકીલાબેન ગુજરાતના એક નાના ગામથી સંબંધ રાખે છે. તેમના લગ્ન વર્ષ 1955માં ધીરુભાઈની સાથે થયા હતા. 47 વર્ષો સુધી તેમણે એકબીજાનો સાથ નિભાવ્યો. 6 જુલાઈ, 2002માં આર્ટએટેકથી ધીરુભાઈનું નિધન થયું હતું. ત્યાર પછી પરિવારની બધી જવાબદારી કોકિલાબેનની ઉપર આવી ગઈ હતી. તેમણે પોતાના પરિવારને ઘણી સારી રીતે સંભાળ્યો છે.
ધીરુભાઈ એક મોટા ઉદ્યોગપતિ હોવાની સાથે એક બહુ જ કેરિંગ પતિ પણ હતાં. કોકિલાબેનને ઘણો પ્રેમ કરતાં હતા અને તેમની ખુશીનું ધ્યાન રાખતા હતા. કહેવામાં આવે છે કે ધીરુભાઈ અંબાણી જે પણ પ્રોજેક્ટ શરુ કરતા હતા, પહેલા તેના વિશે કોકિલાબેન સાથે વાત જરુર કરતા હતા અને તેમનો અભિપ્રાય લેતા હતા. કોકિલાબેનને પોતાનું ભણતર એક ગુજરાતી સ્કૂલથી કર્યુ હતુ. એટલે તેમને અંગ્રેજી આવડતું ના હતુ. એવામાં ધીરુભાઈ કોકિલાબેનને અંગ્રેજી શીખવા માટે કહ્યુ. ઘરમાં બાળકોને ભણાવવા માટે જે ટ્યૂટર આવતા હતા, તેમની પાસેથી કોકિલાબેનને અંગ્રજી શીખ્યા હતા.
ધીરુભાઈ જ્યારે પણ કામથી ક્યાંક જતા તો કોકિલાબેનને સાથે લઈને જતાં હતા. પહેલા તે પોતાના પ્રોજેક્ટથી જોડાયેલા કામ પૂરું કરતા અને ત્યાર પછી એની સાથે સમય વિતાવતા. પોતાના પતિની વિશે વાત કરતાં કોકિલાબેનને એકવાર જણાવ્યું હતુ કે ધીરુભાઈએ બહુ જ ઉંચુ શિખર હાંસિલ કર્યુ. પરંતુ ક્યારેય ઘમંડ મનમાં આવવા દીધો નહોતો. તે હંમેશા જ જમીનથી જોડાયેલા રહ્યા