જાણો કોણ છે મુકેશ અંબાણીનો રાઇટ હેન્ડ મનોજ મોદી? મોટા મોટા ધંધાના સોદા તો આમ ચપટી વગાડતા જ કરી નાખે છે…
એશિયાના સૌથી ધનિક લોકોમાંથી એક એવા મુકેશ અંબાણીએ સૌથી વધારે રોકાણ પોતાના jio પ્લેટફોર્મ પર કર્યું છે. ખાસ કરીને તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીને અલગ અલગ ઘણી બધી કંપનીની અંદર રોકાણ કર્યું છે. જ્યારે કોરોનાની મહામારી ચાલતી હતી અને આખા દેશની અંદર લોકડાઉંન ચાલતું હતું. ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના કારણે આકરામાં આકરી મંદીનો સામનો કરી રહ્યું હતું.
આ મહામારીના સમયે પણ jio ખૂબ ધૂમ મચાવી રહ્યું હતું. ખરેખર મુકેશ અંબાણી ધંધામાં ખૂબ એક્ટિવ છે. અને કોઈ પણ મોટી ડીલ ચપટી વગાડતાં કરી લેતા હોય છે. પરંતુ આ તમામ ધંધાકીય ડીલની પાછળ મુકેશ અંબાણીના ખાસ મિત્રનો હાથ છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે જીઓ કંપની ખુબ જ મોટી બની ગઈ છે. કોરોનાના કપરા આ સમયગાળા દરમિયાન ફેસબુક જેવી મોટી કંપનીએ જીઓ પ્લેટફોર્મ પર રોકાણ કર્યું હતું. તે સમયે કંપનીએ પોતાનો હિસ્સો વેચી ને ૯૭૮૮૫.૬૫ કરોડ નો ફંડ ભેગુ કર્યું હતું.
ત્યાર પછી જીઓ ખૂબ વધારે પ્રખ્યાત અને તાકાતવાળી કંપની બની ગઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ તમામ ધંધાકીય વ્યવહાર પાછળ એક બાજુ મુકેશ અંબાણીનો હાથ છે તો બીજી બાજુ તેમના રાઇટ હેન્ડ ગણાતા મનોજ મોદીનો સાથ પણ રહેલો છે. આ બન્નેના કારણે કંપનીના દરેક ધંધાકીય વ્યવહાર શક્ય બંને છે.
જાણો કોણ છે મનોજ મોદી? ખરેખર મનોજ મોદી ૨૦૦૭ના વર્ષ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા હતા અને તેઓ ગુજરાતના રહેવાવાળા છે. ખાસ કરીને મનોજ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના દરેક પ્રોજેક્ટની અંદર ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ટોપ મેનેજમેન્ટમાં પણ સામેલ છે અને લોકો તેમને મુકેશ અંબાણીના જમણા હાથ તરીકે જ ઓળખવામાં આવે છે.
તમને વધુ જાણકારી મળે તે માટે તમને જણાવી દઈએ કે, મનોજ મોદી ની મુખ્ય ભૂમિકા રિલાયન્સ હજીરા પેટ્રોકેમિકલ્સ, તેમજ જામનગર રિફાઇનરી, રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો વગેરેમાં છે. આ દરેક ધંધાની અંદર મુકેશ અંબાણીને ક્યારેય પણ તેણે નિરાશ કર્યા નથી.
મુકેશ અંબાણીના ક્લાસમેટ પણ રહી ચૂક્યા છે: મોટી મીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે મનોજ મોદી અને મુકેશ અંબાણી જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા ત્યારે એક જ ક્લાસમાં હતા અને બંનેએ ક્લાસમેટ હતા. આ બંનેની વચ્ચે જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા ત્યારથી જ મિત્રતા બંધાઈ હતી.
કોલેજ પૂરી થયા પછી પણ બંનેની વચ્ચે સંબંધ રહ્યો હતો અને આ જ કારણ છે કે, બન્નેની વચ્ચે મિત્રતા હજુ પણ અકબંધ છે. પણ કહેવાઈ રહ્યું છે કે મુકેશ અંબાણી મનોજ મોદી ઉપર ખૂબ જ વિશ્વાસ કરે છે અને તેઓના વિશ્વાસના આધારે તેમના ઉપર ઘણા મોટા મોટા સોદા ઓ છોડી દેતા હોય છે.
મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે મનોજ મોદી મુકેશ અંબાણી ના બાળકોને ટ્રેનિંગ પણ આપે છે અને તેના જ કારણે મુકેશ અંબાણી ના બાળકો પણ આજે સફળતાની સીડીઓ ચડવા લાગ્યા છે. તમે મનોજ મોદી ને ઘણી વખત મુકેશ અંબાણી ની સાથે જોયા હશે. હંમેશા પડદા પાછળ કામ કરવાનું વધારે પસંદ કરે છે અને તેઓને કોઈ પબ્લિસિટીની જરૂર નથી