જયા કિશોરી : જાણો એક કથા માટે જયા કિશોરી કેટલો કરે છે ચાર્જ ? કુલ આવક જાણીને ઉડી જશે હોશ
Jaya Kishori : પ્રખ્યાત કથાકાર જયા કિશોરી ને કોણ નથી ઓળખતું ? પોતાની મોટીવેશનલ સ્પીચ અને શ્રીમદ ભાગવત ગીતા ના પાઠ ના કારણે તેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.
તેમના ચાહકોની સંખ્યા લાખોમાં છે. તેમના ચાહકો તેમની ફેશન, લાઇફ સ્ટાઇલ, સ્પીચ, ખાણીપીણી અને આવકને જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. લોકો સતત જાણવા ઈચ્છે છે કે તેમની આવકના સ્ત્રોત કેટલા છે અને તેઓ કેટલી સંપત્તિના માલિક છે. તો આજે તમને આ વિશે જણાવીએ.
સૌથી પહેલા વાત કરીએ કે તેઓ કમાણી કેવી રીતે કરે છે તો જણાવી દઈએ કે જયા કિશોરી દેશભરમાં શ્રીમદ ભાગવત ગીતાના પાઠ કરે છે. તેમની આવકનો સૌથી મોટો ભાગ અહીંથી આવે છે. આ સાથે જ તેઓ મોટીવેશનલ સ્પીચ પણ આપે છે અને તેની ફી પણ મોટી એવી હોય છે.
તેઓ ભજન ગાયિકા પણ છે અને તેમના ઘણા વિડીયો પણ રિલીઝ થયા છે. તેમના વિડીયો youtube પર પણ જોવા મળે છે અને તેમને કેટલાક કાર્યક્રમોમાં પણ બોલાવવામાં આવે છે તેના માટે પણ તેમને ફી ચૂકવવામાં આવે છે.
ભાગવત ગીતાના પાઠની ફી
તેમની સી ની વાત કરીએ તો ભાગવત ગીતાના પાઠના પ્રવચન માટે તેઓ 9.50 લાખ રૂપિયા રિચાર્જ કરે છે. તેમાંથી અડધી રકમ તે કથા પહેલા અને અડધી રકમ કથા પછી તેઓ લે છે.
આ રીતે વર્ષે તેઓ બે કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. પોતાની કમાણીમાંથી મોટી રકમ તે જયપુરની નારાયણ સેવા સંસ્થાને દાન કરે છે. અહીં દિવ્યાંગો માટે આર્ટિફિશિયલ હાથ અને પગ નું નિર્માણ કરવામાં આવે છે.
નાની ઉંમરમાં શરૂ થઈ કારકિર્દી
જયા કિશોરી ને નાનપણથી જ વાંચવામાં ખૂબ જ રસ હતો. જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ કંઈક નવું નવું વાંચતા રહેતા. આજ કારણ છે કે આજના સમયમાં તેઓ દરેક વિષય પર પોતાનો મત રજૂ કરે છે અને નિરાશ થયેલા લોકોને પણ પ્રેરક વાક્યો કહીને મોટીવેટ કરે છે.
તેઓ જ્યારે સાત વર્ષના હતા ત્યારે કલકત્તામાં વસંત મહોત્સવ દરમિયાન સુંદરકાંડ નો પાઠ કર્યો હતો. ત્યાર પછી તેમની સફળતાની શરૂઆત થઈ ગઈ છે આજ સુધી યથાવત છે.
પ્રેમ અને લગ્ન માટે સ્પષ્ટ વિચાર
પ્રેમ અને લગ્ન માટે તેમનો જે મત છે તે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. તેમનું કહેવું છે કે તેમનો પહેલો પ્રેમ ભગવાન કૃષ્ણ છે અને બાકી બધું મોહમાયા છે. તેઓ કહે છે કે હાલ તેવો 28 વર્ષના છે અને એકનો એક દિવસ તેઓ લગ્ન જરૂરથી કરશે.
જ્યારે તેઓ લગ્ન કરશે ત્યારે બધાને ખબર પડી જશે આમાં કોઈ છુપાવવાની વાત નથી. પરંતુ હાલ તેમના જીવનમાં આવું કંઈ જ નથી.