Kitchen Vastu Tips : રસોડામાં આ 6 નિયમોનું પાલન થાય તે જરૂરી, નહીં તો જીવનમાં વધે છે સમસ્યાઓ
Kitchen Vastu Tips : હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન થાય તે ખૂબ જ જરૂરી છે. નહીં તો તેના કારણે મુશ્કેલ પરિણામ પણ ભોગવવા પડે છે. રસોડું ઘરમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. વાસ્તુ અનુસાર જો રસોડામાં કોઈ વસ્તુ દોષ હોય તો તેની ખરાબ અસર ઘરના દરેક વ્યક્તિને ભોગવવી પડે છે. આજે તમને વાસ્તુના રસોડા સંબંધિત કેટલાક ખાસ નિયમો વિશે જણાવીએ. આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
રસોડાની મહત્વની વાસ્તુ ટિપ્સ
Kitchen Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડું ઉત્તર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. જો રસોડું દક્ષિણ દિશામાં હોય તો સમસ્યાઓ ભોગવવી પડે છે. રસોડામાં રાખેલો ગેસ સ્ટવ હંમેશા સાફ કરીને રાખવો જોઈએ. સાથે જ ભોજન બનાવ્યા પછી તેને ગેસ સ્ટવની જમણી તરફ રાખવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. રસોડામાં સિંકની નીચે ક્યારેય ડસ્ટબીન રાખવી નહીં. રસોડામાં ડસ્ટબીન રાખો તો એવી રાખવી જે બંધ થઈ જતી હોય. રસોડામાં ખુલ્લી ડસ્ટબિન રાખવાથી નેગેટિવિટી ફેલાય છે.
આ પણ વાંચો: Vastu Tips : ઘરમાં મંદિર સ્થાપિત કરતા અગાઉ જાણી લો વાસ્તુ નિયમ, નહી લાગે ખરાબ નજર..
Kitchen Vastu Tips : રસોડામાં રાત્રે એઠા વાસણ સિંકમાં રાખી મૂકવા નહીં. રાત્રે એઠા વાસણ રસોડામાં રાખવાથી રાહુનો ખરાબ પ્રભાવ ઘરના સભ્યોને ભોગવવો પડે છે. તેથી વાસણને હંમેશા સાફ કરીને રાખવા. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં ક્યારેય મંદિર કે ભગવાનની મૂર્તિ રાખવી નહીં. આમ કરવાથી અશુભ ફળ મળે છે. ઘણા લોકો રોજ ખાવાની દવાઓ રસોડામાં જ રાખે છે. જો તમે પણ આવું કર્યું હોય તો દવાઓને તુરંત હટાવી દો. ઘરના રસોડામાં દવાઓ રાખવાથી દવાનો ખર્ચો વધતો જાય છે અને ઈલાજ પણ બેઅસર રહે છે.
more article : Astro Tips : માતા લક્ષ્મીની કૃપા મેળવવા, દરરોજ કરો આ 5 સરળ પગલાં, તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ જળવાઈ રહેશે.