શરૂ પ્રોગ્રામે મશહુર લોક ગાયક કીર્તીદાન ગઢવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા! શું હતું રડવાનું કારણ? જુઓ આ વિડીયો
ગુજરાતમાં કયો એવો વ્યક્તિ હશે જે કીર્તીદાન ગઢવીને નહી ઓળખતો હોય. હા, ફક્ત ગુજરાત જ નહી પણ દુનિયાના ઘણા દેશોમાં કીર્તીદાનને લોકો ઓળખે છે. જ્યાં જ્યાં ગુજારતીઓ વસવાટ કરે છે ત્યાં ત્યાં કીર્તિદાનએ ડાયરા કરેલ છે. લોકો હાલ તેઓને ‘ડાયરા કિંગ’ નાં નામથી ઓળખે છે. તેઓના ડાયરા લોકોને એટલા બધા પસંદ આવે છે કે લોકો જોવા માટે પડા પડી કરવા લાગે છે.
એવામાં કીર્તીદાન ગઢવીનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. તમને આ પુરા કારણ વિશે જણાવી દઈએ. કચ્છ જીલ્લામાં આવેલ ભચાઉ તાલુકામાં શ્રી રામ પાયારણ નિમિતે લોક એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય કલાકારો માયાભાઈ આહીર, કીર્તીદાન ગઢવી અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
એવામાં ભીખુદાન ગઢવીએ રંગત જમાવી હતી ત્યાં તેઓએ એક એવો પ્રસંગ યાદ કર્યો હતો જેથી કીર્તિદાન ગઢવીની આખોમાં પણ આંસુ આવી ગયા હતા. ભીખુદાને શ્રી રામ અને માતા કઈ કઈના એક સંવાદ વિશે કહી રહ્યા હતા ત્યારે તે સાંભળીને લોકો વચ્ચે બેઠેલ કીર્તીદાન પોતાનું રુદન રોકી શક્ય ન હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
ભીખુદાન આગળ કૈકઈનું દુઃખ વર્ણવતા હતા તે સાંભળીને કીર્તિદાન ભાવુક થયા હતા પેહલા તો તેણે આંસુ રૂમાંલથી લુછી લીધા પણ પછી સંવાદ આગળ વધતા કીર્તીદાનથી કન્ટ્રોલ ન રહ્યો અને તે ધ્રુસકે ધ્રુસકે રુદન કરવા લાગ્યા હતા. એવામાં તેને રોતા જોઇને મોગલ ધામના મહંત તેને ખોળામાં લઈને શાંત કરવા લાગ્યા અને પોતાના હાથેથી પાણી પીવડાવ્યું.
આ માર્મિક પ્રસંગ બાદ ભીખુદાન ગઢવીએ ભજનોની શરુઆત કરી હતી જેથી કીર્તીદાન સહિતના તમામ લોકોએ ભીખુદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. જણાવી દઈએ કે કીર્તીદાન ગઢવીનો જન્મ સુરેન્દ્રનગરમાં ચારણ-ગઢવી પરિવારમાં જન્મ લીધો હતો. નાનપણથી જ કીર્તીદાન ગઢવી ગાવાના ખુબ શોખીન હતા અને તેણે પોતાના જીવનમાં સતત સંઘર્ષ કરીને આ મુકામ હાંસલ કર્યું છે.