આ છે કિર્તીદાન ગઢવી નો ભવ્ય બંગલો ‘સ્વર’… જુઓ અંદર ની તસવીરો
ગુજરાતીઓના હૈયે વસેલું એક એવું વ્યક્તિત્વ એટલે કીર્તિદાન ગઢવી. કીર્તિદાન ગઢવી ના નામથી દેશ અને દુનિયાના ખૂણે ખૂણામાં વસેલા દરેક ગુજરાતી વાકેફ છે . ગુજરાતનું યુવાધન લોકસંગીત તરફ વળ્યું એનું આગવું ઉદાહરણ છે કીર્તિદાન ગઢવીનું “લાડકી’ ગીત. ત્યારે લોકહૈયે વસેલા કીર્તિદાન ગઢવીની અહી સુધીની સફર પણ લોકો બોધપાઠ લે તેવી બની રહી છે.
તેમના પુત્ર નું નામ સ્વર છે તથા તેમણે ઘર પર પુત્ર નું નામ સ્વર લખાવ્યું છે.આ નામચીન ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી ફક્ત ગુજરાત પૂરતાં જ સીમિત નથી પરંતુ, દેશ-વિદેશ ની ધરા પર પણ તેમણે પોતાની છાપ છોડી છે.
લાડકી, નગર મે જોગી આયા અને ગોરી રાધા ને કૌન કહો તેમના લોકપ્રિય ગીતોમાં છે. ગાયક કીર્તિદાન ગઢવીએ પોતાનું આલીશાન મકાન રાજકોટ ના ઘર-આંગણે જ બનાવ્યું છે.
કીર્તિદાન ગઢવીએ ફેબ્રુઆરી ૨૦૧૬ મા નવા ઘર ‘સ્વર’મા ગૃહપ્રવેશ કર્યો હતો.રાજકોટ ના ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શન પરમારે કીર્તિદાન ગઢવી ના મકાન “સ્વર” ને ડિઝાઈન કર્યું હતું. કીર્તિદાન ગઢવી ના મકાન ‘સ્વર’મા એકદમ પ્રાકૃતિક વૂડ નો ઉપયોગ કરાયો છે.
ઘર મા પ્રવેશ થતાં જ મુખ્ય દ્વાર ને પ્રાકૃતિક વુડ અને ગ્લાસ હેન્ડલ સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે.તેમના આ ‘સ્વર’ બંગલોમા જ થિયેટર તથા અંદર બેસવા માટે ની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મકાન મા ખુરશી તેમજ ડાઈનિંગ ટેબલ ને પણ જુદી-જુદી રીતે ડિઝાઈન કરાયા હતાં.વોટરફોલ સામે અતિથિગણો ને બેસવા માટે ની વ્યવસ્થા ગોઠવવામા આવી છે.
કીર્તિદાન ગઢવીના આ વૈભવશાળી મકાન ‘સ્વર’ નું નિર્માણ એટલું મનમોહક કર્યું છે કે એકવાર જે પણ અહીં આવી જાય તે ત્યાંથી નીકળી જ ન શકો.
તેમજ ઘરની અંદર ડાયનિંગ ટેબલને પણ જુદી રીતે ડીઝાઈન આપવામાં આવેલી છે.
દીવાલોને બુદ્ધના ગ્રાફિક્સથી તૈયાર કરવામાં આવી છે. આ ઘર ખૂબ જ કુદરતી સાનિધ્ય થી એટલે કે, નાના પ્લાન્ટ અને ગ્રીન ગાર્ડન થી ઘેરાયેલ છે