સમાજમાં દાખલો બેસાડતો કિસ્સો ! યુવકે કર્યા કિન્નર સાથે લગ્ન, સમાજે ઘણા સવાલ ઉઠાવ્યા પરંતુ બંને અડીખમ રહ્યા…લવસ્ટોરી છે ખુબ અનોખી, જાણો
મિત્રો કેહવામાં આવે છે ને કે પ્રેમ આંધળો હોય છે, તે કોઈ ધર્મ, જાતી, રૂપ, રંગ અને સ્થળ જોતો હોતો નથી તે ખબર વગર જ થઈ જાય છે. એવામાં હાલ આવી જ એક લવસ્ટોરી અમે તમને જણાવના છીએ જેમાં એક યુવક યુવતીને ટીક ટોકની મારફતે મિત્રતા થઈ હતી અને પછી બંને ધીરે ધીરે વાત શરુ કરીને એક બીજાને પ્રેમ થઈ ચુક્યો હતો જેથી બંનેએ લગ્ન કરવાનું વિચારી લીધું હતું પણ આ લગ્ન કિન્નર સાથે થા હોવાને લીધે લગ્ન ઘણા ચર્ચિત થયા હતા.
જણાવી દઈએ કે આ પ્રેમ કહાની મહારાષ્ટ્રના નાસિકની છે જ્યાં મનમાડ વીસ્તારમાં યુવકે એક કિન્નર સાથે પુરા રીતી રીવાજો અનુસાર લગ્ન કર્યા હતા જે ખુબ જ ચર્ચિત થયા હતા, મહત્વની વાત તો એ છે કે યુવકના પરિવારજનોએ પણ વહુને અપનાવી લીધી હતી. લગ્ન કર્યા પછી પણ લોકો મળવા જતા હતા.
આ યુવકનું નામ સંજય ઝાલટે છે જે સમાજના લોકોને એક સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, એટલું જ નહી સમાજ શું વાત કરશે તેનો કોઈ વિચાર કર્યા વગર તેણે કિન્નર સાથે રીતી રીવાજો અનુસાર મંદીરમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં ઉપસ્થિત તમામ લોકોએ આ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપ્યા હતા અને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.
સંજય ઝાલટેએ 15 જુને લક્ષ્મી નામની કિન્નર સાથે લગ્ન કર્યા હતા અને સમાજને એક સારો એવો સંદેશ આપ્યો હતો. આ પ્રેમ કહાનીની શરુઆત ટીક ટોકથી થઈ હતી, બંને વચ્ચે ધીરે ધીરે વાત થવા લાગી અને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો જે પછી બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જે પછી સંજયે તેની માતાને તેણી વિશે જણાવ્યું જે પછી સંજયના પરિવારજનો લક્ષ્મીના ઘરે રિશ્તો લઈને ગયા અને લગ્ન માટે શિવલક્ષ્મીને મનાવી.
આ લગ્નને લઈને સંજયે કહ્યું કે,’કિન્નર પણ એક પ્રકાની માણસ જ છે, તેની પણ પોતાની એક જિંદગી હોય છે, એવામાં તેની સાથે લગ્ન કરવામાં શું વાંધો? નવજીવનની શરુઆત કરતા સંજયે એક ગીત પણ ગાયું હતું કે કુછ તો લોગ કહેગે લોગોકા કામ હે કેહના.’હાલ આ લગ્ન ગામમાં ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે