પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ સોશિયલ મીડિયામાં પહેલી પોસ્ટ મૂકી, કેપ્શન માં લખ્યું કે “જિંદગી તમને જ્યાં પણ…” જુઓ તસવીરો
મિત્રો તમે બધા ગુજરાતના લોક ગાયિકા કિંજલ દવેનો તો જરૂર ઓળખતા હશો. કિંજલ દવેના માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં ચાહકો છે. ત્યારે આજથી થોડા દિવસ પહેલા એ ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે.
આ સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ભારે ખળભળાટ મચી ગઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી. પાંચ વર્ષ બાદ કંઈક એવું બન્યું કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ છે.
મિત્રો તમને જણાવી દઈએ કે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ પવન જોશી સાથેની તમામ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવી દીધી હતી. આ ઉપરાંત સગાઈ તૂટવા પાછળનું એક કારણ પણ સામે આવી રહ્યું છે. સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોશીની બહેનને માનવામાં આવે છે. મિત્રો તમને જણાવી દે કે પવન જોશીની બહેનનાં લગ્ન કિંજલ દવેના ભાઈ આકાશ દવે સાથે નક્કી કરેલા હતા.
પરંતુ પવન જોશીની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા. જેના કારણે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ છે. સોશિયલ મીડિયા પર ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં આજ વાતની ચર્ચાઓ ચાલી રહી છે. સગાઈ તૂટ્યા બાદ લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે.
સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલી પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ હીચકા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં કિંજલ દવે કેપ્શનમાં લખ્યું છે કે, “જિંદગી તમને જ્યાં પણ રોપે, ખીલો આકર્ષણ રીતે, શુભ સવાર”.
સગાઈ તૂટ્યા પછીની પહેલી પોસ્ટ થતા જ તેમના ચાહકોએ કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે જિંદગી છે, ચાલે છે, થાય છે, સમક્ષ બનો. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક દુઃખદ કહાની હોય છે, દરેક દુઃખદ કહાની નો અંત સફળતા છે મારા. દુઃખને સ્વીકારી લ્યો અને સફળતા માટે તૈયાર થઈ જાવ.