Kinjal Dave : અમેરિકાની ગલીઓમાં કિંજલ દવે; શેર કરી સુંદર તસવીરો, ચાહકોએ આપી આ પ્રતિક્રીયા
લોકપ્રિય ગાયિકા Kinjal Dave હાલમાં નવરાત્રી પહેલાની ઉજવણી માટે યુએસ ટૂર પર છે. તેના ગરબાના કાર્યક્રમો અમેરિકાના 13 શહેરોમાં યોજાશે. Kinjal Daveએ તેના અમેરિકા પ્રવાસ દરમિયાનની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરો Kinjal Dave એ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે આ પોઝ અમેરિકાના ચાર્લસ્ટન શહેરના માર્કેટમાં આપ્યો છે. Kinjal Dave આ રેડ કલરના આઉટફિટમાં બોલિવૂડ અભિનેત્રીની જેમ સુંદર લાગી રહી છે.
તેના ચાહકોએ તેના આ લુકના ખૂબ વખાણ કર્યા છે. જેઠવા માનના એક ચાહકે લખ્યું કે પક્ષીઓ તો ઘણા છે પણ મોર જેવું કોઈ નથી, ગાયકો તો ઘણા છે પણ @thekinjaldave જેવું કોઈ નથી..! ચાહકોને Kinjal Dave નો આ લુક ઘણો પસંદ આવ્યો છે.
કેટલાક ચાહકોએ તો આ સુંદરતા પાછળનું રહસ્ય જણાવવાનું પણ કહ્યું છે.
આ પણ વાંચો : Gangster Lawrence Bishnoi : કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે કરી સુખાની હત્યા! ફેસબુક પોસ્ટ જવાબદારી લીધી
આ સુંદર તસવીરો શેર કરવા સાથે, Kinjal Daveએ લવ ઇમોજી સાથે કેપ્શન લખ્યું છે – In love with streets of Charleston.
Kinjal Daveએ તેની તસવીરની સાથે આસપાસના નજારાની તસવીરો પણ શેર કરી છે.
Kinjal Daveએ શેર કરેલી કુદરતી સૌંદર્યની તસવીરો પણ તેની સુંદરતાની સરખામણીમાં નિસ્તેજ છે.
Kinjal Daveએ ત્યાંની હોટલના અદભૂત નજારા પણ શેર કર્યા છે.
more article : Kinjal Dave : ઓસ્ટ્રેલિયામાં કોકીલકંઠી કિંજલ દવેએ મચાવી દીધી ધૂમ, લાલ આઉટફિટમાં વરસાવ્યો કહેર, જુઓ મનડાં મોહી લે એવા વીડિયો અને તસવીરો