ગરીબોના દુઃખ હરનાર એવા ખજુરભાઈએ પોતાની ભાવિ પત્ની મીનાક્ષી દવે સાથે આવી રીતે શિવરાત્રીની ઉજવણી કરી ! જુઓ આ વિડીયો

ગરીબોના દુઃખ હરનાર એવા ખજુરભાઈએ પોતાની ભાવિ પત્ની મીનાક્ષી દવે સાથે આવી રીતે શિવરાત્રીની ઉજવણી કરી ! જુઓ આ વિડીયો

મહાશીવરાત્રીનો પાવન તહેવાર હજી ગયો જ છે, એવામાં આખા ભારતની અંદર ભગવાન મહાદેવના આ તહેવારને ખુબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ઠેર ઠેર લોકો ‘બમ બમ ભોલે’ ના નાદ સાથે ભગવાન શિવની પૂજા કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અનેક શિવની પાલકહી નીકળી હતી તો અનેક જગ્યાએ ભજનોના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

સામાન્ય લોકોએ તો આ પર્વની ધામધૂમથી ઉજવણી કરી જ હતી પરંતુ અનેક મોટા કલાકારોએ પણ શિવરાત્રીના પર્વની ઉજવણી કરી હતી. એવામાં ગરબી લોકોના ભગવાન ગણાતા એવા ખજુરભાઈએ પોતાની ભાવિ પત્ની મીનાક્ષી દવે સાથે કેવી રીતે મહાશીવરાત્રીની ઉજવણી કરી તેનો હાલ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ખજુરભાઈને હાલના સમયમાં તમે જાણતા જ હશો કે હાલ તેઓ ગામે ગામે જઈને અનેક નિરાધાર લોકો તથા ગરીબ લોકોની મદદ કરીને અનેરી સમાજસેવાનું ઉદાહરણ આપી રહ્યા છે, હજી થોડા સમય પેહલા જ તેઓની મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ પણ થઇ ચુકી છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી હતી. હાલ ખજુરભાઈની ભાવિ પત્ની એવા મીનાક્ષીબેને એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેઓ ખજુરભાઈ સાથે મળીને ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે.

ખજુરભાઈએ પોતાની ભાવિ પત્ની મીનાક્ષીબેન સાથે મળીને ખુબ અનોખી રીતે ભગવાન શિવની પૂજા કરી હતી જેમાં તેઓએ ઘરે જ ભગવાન શિવની શિવલિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરીને પ્રાર્થના કરી હતી. ખજુરભાઈના તો ચાહકો છે જ તે પરંતુ ભગવાન શિવની પૂજાનો આવો સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિવભક્તોએ પણ આ વીડિયોપર ખુબ વધારે પ્રેમ વરસાવ્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Rx meenakshi dave (@meenakshi_dave_)

જ્યારથી ખજુરભાઈની સગાઈ મીનાક્ષીબેન સાથે થઇ છે ત્યારથી મીનાક્ષીબેન સોશિયલ મીડિયા પર પણ ખુબ ચર્ચાનો વિષય બની ગયા છે. અવારનવાર તેઓ ખજુરભાઈ સાથેની તસવીરો શેર કરતા જ હોય છે તો ક્યારેક રજાઓ માણતા પણ જોવા મળતા હોય છે. ખજુરભાઈના દરેક ચાહકોની મનની ઈચ્છા ફક્ત એટલી જ છે કે તેઓ હવે ક્યારે લગ્નના તાંતણે બંધાશે?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *