Khajurbhai : ભગવાનના દૂત બનીને આવ્યા ખજૂરભાઈ, યાતના ભોગવતી નિસહાય મા-દીકરીને આપ્યું ઘરનું ઘર

Khajurbhai : ભગવાનના દૂત બનીને આવ્યા ખજૂરભાઈ, યાતના ભોગવતી નિસહાય મા-દીકરીને આપ્યું ઘરનું ઘર

વલસાડ તાલુકા ખાતે છેલ્લા 15 વર્ષોથી પરેશાન થતા મા અને દિવ્યાંગ દીકરીના વહારે ફેસમ યૂટ્યૂબર અને ગુજરાતમાં ગરીબોના મસિહા ગણાતા નીતિન જાની ઉર્ફે Khajurbhai આવ્યા છે. માં અને દિવ્યાંગ દીકરી છેલ્લા 15 વર્ષ જર્જરિત મકાનમાં રહેતા હતા અને દર ચોમાસા દરમિયાન પુર આવે ત્યારે માં અને દિવ્યાંગ દીકરી યાતના ભોગવતા હતા.

Khajurbhai
Khajurbhai

આ વિશેની જાણ નીતિન ભાઈ જાણીને થતા તાત્કાલિક આવી મા અને દીકરી માટે મકાન બનાવવાની કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી નીતિન ભાઈ જાણી દ્વારા 263 મકાનો બનાવવામાં આવ્યા છે.

Khajurbhai
Khajurbhai

ગુજરાતના લોકોની હરહમેંશા મદદ કરતા અને ફેમસ યૂટ્યૂબર નીતિન જાની ઉર્ફે Khajurbhai ગુજરાતમાં રહેતા મકાન વિહોણા લોકોને મકાન બનાવી આપે છે અને ગરીબ લોકોની મદદ કરતા નીતિન ભાઈ જાની દ્વારા વલસાડ શહેરને અડીને આવેલા અને ઔરંગા નદીના તટ ઉપર આવેલ હનુમાન ભાગડા ગામ ખાતે રાઠોડ પરિવારના વહારે આવ્યા છે.

Khajurbhai
Khajurbhai

દર વર્ષે ઔરંગા નદીના પાણી હનુમાન ભાગડા અને આજુબાજુના વિસ્તારમાં ફરી વળે છે. ત્યારે હનુમાન ભાગડા ગ્રામ પંચાયતની બાજુમાં ગુલીબેન રાઠોડ તેમની દિવ્યાંગ દીકરી સાથે રહે છે. દર વર્ષે રેલ વખતે પંચાયતની બાજુમાં આવેલ જર્જરિત મકાનમાં પાણી ફરી વળે છે.

આ પણ વાંચો : Nita Ambaniએ ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચનું તેમના ઘરે ભવ્ય સ્વાગત કર્યું, જોઇને લોકો એ કહ્યું…

Khajurbhai
Khajurbhai

સોશ્યલ મીડિયાના માધ્યમથી નીતિનભાઈ જાનીને ઘટનાની જાણ થતા તાત્કાલિક નીતિન જાની અને તેમની ટીમે ગુલીબેન અને તેમની દીકરી જ્યોત્સનાબેનની મુલાકાત લીધી હતી.

Khajurbhai
Khajurbhai

તેઓએ જર્જરિત મકાન જોઈને તેમની ટીમે મકાન બનાવી આપવાનો નિર્ણય કર્યો હતો. ગુલી રાઠોડ હનુમાન ભાગડા વિસ્તારમાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પાકું મકાન બનાવી શકે તેમ નથી. અને ગુલીબેનને દીકરો ન હોવાથી નીતિન જાની વહોરે આવ્યા હતા.

Khajurbhai
Khajurbhai

તેમણે વાયદો કર્યો કે, 7 દિવસમાં પાકું મકાન બનાવી આપશે. ગુજરાત ભરમાં નીતિન જાનીએ ફૂલ 263 જેટલા જરૂરીવતમંદ પરિવારને પાકા મકાનો બનાવી આપ્યા હતા. નીતિન જાની અને તેમની ટીમ સાથે શ્રમદાન કર્યું હતું. અને વલસાડ શહેર અને આજુબાજુના લોકોને આવા જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ થવા આહવાહન કર્યું હતું.

more article : અમેરીકા મા ખજૂરભાઈ એ એવુ કામ કર્યુ કે આજ સુધી કોઈ ભારતીયે નહી કર્યુ હોય ! વિડીઓ જોઈ લાખ સલામ કરશો….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *