સાળંગપુરના કષ્ટભંજનદેવ દાદાને મોગરાના ફૂલોથી દિવ્ય વાઘાનો શણગાર કરાયો..જુઓ તસ્વીરો
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવારના પવિત્ર દિન નિમિત્તે મોગરો,ગુલાબ, સહિતના ફૂલોના દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.
વન વિચરણના દર્શનની ઝાંખી કરાઈ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને મોગરોના ફૂલોના દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.
તેમજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. એવં દાદાના સિંહાસનને શણગાર કરવામાં આવેલ. સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા અષાઢ સુદ 10 ના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનના વન વિચરણ કરવા ગયા હતાં તેના દર્શનની ઝાંખી કરાવવામાં આવી હતી.
ભક્તોએ દર્શનનો લાભ લીધો
દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.