સાળંગપુર વાળા કષ્ટભંજન દેવે કરી દીધો ચમત્કાર, જડમૂડમાથી દૂર ના કરી શકાતી બીમારી દાદાના દર્શન બાદ થઈ ગઈ દૂર…
ભક્તનું નામ અંજલિ છે.(નામ બીજું મુકેલ છે) હું મધ્યપ્રદેશની રહેવાસી છું. અને હું મારી સાથે થયેલ હનુમાનજીના ચમત્કારને તમારી સાથે શેર કરવા માંગુ છું. મારી મમ્મીને થોડા વર્ષો પહેલા ખુબ જ વધારે એસીડીટીનો પ્રોબ્લેમ રહેતો હતો.
પહેલા જ્યારે પણ તેની સાથે આવું થતું હતું તો તે દવા લઈને સ્વસ્થ થઈ જતી હતી. થોડા સમય બાદ દવાઓની પણ અસર થવાનું બંધ થઈ ગયું હતું. તે યોગ્ય રીતે ભોજન લઈ શકતી ન હતી. તેને કંઈ પણ પચતું ન હતું. જે પણ ખાતી હતી તે વોમીટ થઈ જતી હતી. તે દિવસમાં ફક્ત એક જ રોટલી ખાઈ શકતી હતી અથવા તો ફક્ત ફ્રુટ ખાઈ શકતી હતી.
હું તમને જણાવી દઉં કે તેમને જોઈન્ટ પેઇન એટલે કે તેમને આર્થરાઇટિસ પણ છે. પરંતુ તે સમયે આ બીમારી તેમને એટલી વધારે નહોતી. તેમને એસિડિટી ની એટલી પરેશાની રહેતી હતી કે તેની સામે બધી જ બીમારી નાની લાગતી હતી. અમે દરેક દવા અને દરેક ચીજ ટ્રાય કરી લીધી હતી.
તેમની દીકરીના મતે તેઓએ આયુર્વેદની મદદ પણ લીધી હતી, તેમ છતાં પણ કોઈ ફાયદો થયો નહીં. મમ્મી કંઈ ખાઈ શકતી ન હતી. અમે બધા તેના લીધે ખુબ જ ચિંતામાં હતા. અમને એવું લાગતું હતું કે મમ્મી ઉપર કોઈએ કાળો જાદુ કરી દીધો છે. કારણ કે આટલી નાની બીમારીમાં કોઈ દવા અસર કરે નહીં તે કેવી રીતે બની શકે છે?
ત્યારબાદ મારી મમ્મીને મારા દાદીએ કહેલી એક વાત યાદ આવી કે ગુજરાતમાં સ્થિત શ્રી કષ્ટભંજન સારંગપુર હનુમાનજી બધા દુઃખ દુર કરી આપે છે. તમને જણાવી દઈએ કે અમે મધ્યપ્રદેશના એક જિલ્લામાં રહીએ છીએ. મમ્મીની આસ્થા જોઈને અમે બધા અહીંયા થી સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે નીકળ્યા. મમ્મીની પરિસ્થિતિ એવી હતી કે તે એક અડધી રોટલી અથવા જ્યુસનું સેવન કરી શકતી હતી. અમે અમદાવાદથી સારંગપુર પહોંચ્યા અમને પહોંચતા-પહોંચતા રાત થઈ ગઈ હતી.
મંદિરમાં ભક્તો માટે રાત રોકાવાની વ્યવસ્થા કરેલી છે, તે જગ્યાએ રાત પસાર કરી. ત્યાં દરરોજ રાતે હનુમાનજીનો પ્રસાદ આપવામાં આવે છે. તે દિવસે ત્યાં કઢી અને ખીચડીનો પ્રસાદ હતો. ખીચડી હળવી હોય છે અને જલ્દી પચી જાય છે.
તો મારી મમ્મીએ થોડી ખીચડી ખાધી અને અમે બધા રૂમમાં આવીને સુઈ ગયા. અમે સવારે જાણકારી મેળવી કે પુજા ક્યારે થાય છે અને શું-શું કરવાનું હોય છે અને પુજામાં બેસતા પહેલા ત્યાંના પવિત્ર નારાયણ કુંડમાં જઈને સ્નાન કરવું પડે છે.
જ્યારે મારા મમ્મીને પુજા કરવા માટે લઈ ગયા તો ત્યાં અન્ય લોકો પણ બેસેલા હતા, જેમની પુજા થઈ રહી હતી. તેમાંથી એક યુવતી જે અમારી આગળ બેસેલી હતી તે પહેલા તો ખુબ જ સારી રીતે વાત કરી રહી હતી, પણ જ્યારે પંડિતજી એ તેમને બોલાવેલ અને અગરબત્તી પ્રગટાવીને તેની સાથે વાત કરવા લાગ્યા તો અચાનક તે યુવતીના હાવભાવ બદલી ગયા.
તેને જોઈને એવું બિલકુલ પણ લાગતું ન હતું કે, આ એ યુવતી છે જે થોડા સમય પહેલાં નોર્મલ દેખાઈ રહી હતી. તેને જોઈને મને પણ એવું લાગ્યું કે શું મારા મમ્મી સાથે પણ આવું જ થશે અને હું ખુબ જ ડરી ગઈ.
ત્યારબાદ જ્યારે મારા મમ્મીનો નંબર આવ્યો ત્યારે બધું નોર્મલ હતું. અમે પંડિતજી ને જણાવ્યું કે મમ્મીની સાથે એવો પ્રોબ્લેમ છે કે તે કંઈ પણ ખાઈ શકતી નથી અને કોઈ ઈલાજ પણ લાગુ થતો નથી. અમે પંડિતજીને પુછ્યું કે શું તેમની ઉપર કોઈ કાળો જાદુ થયેલો છે, તો પંડિતજીએ કહ્યું કે, “ના, એવું કંઈ નથી. જો એવું કંઈ હોત તો અહીંયા જાણ થઈ ગઈ હોત.”
તેમણે મમ્મીને એક પુસ્તક આપ્યું અને સવાર સાંજ ભગવાન સ્વામિનારાયણ અને શ્રી કષ્ટભંજન દેવની માળા ના જાપ કરવા માટે કહ્યું. મમ્મીએ ત્યાં કષ્ટભંજન દેવની પ્રતિમાને જોઈને આસુ ભરેલી આંખોથી હાથ જોડીને ફક્ત એટલું કહ્યું કે, “પ્રભુ, મારુ પેટ ઠીક કરી દો.”
અમે લોકો ખુશ હતા કે મમ્મીને કોઈની નજર લાગી નથી અને તે વાતથી નિરાશ પણ હતા કે જો નજર લાગી નથી અને બીમારી છે તો કોઈ દવા લાગુ શા માટે પડી રહી નથી. ત્યાંથી નીકળીને અમે લોકોએ વિચાર્યું કે મમ્મીને અમદાવાદની કોઈ સારી હોસ્પિટલમાં બતાવી દઈશું.
તે પહેલા અમે વિચાર્યું કે અહીંયા સુધી આવ્યા છીએ તો સોમનાથ અને દ્વારકાના પણ દર્શન કરતાં જઈએ. અમે સાંજના સમયે સોમનાથના દર્શન કર્યા અને મમ્મીએ ભારે મનની સાથે થોડું હળવું ભોજન પણ કરી લીધું કેમ કે મમ્મીને બીજુ પચશે નહીં અને અમે દ્વારકા જવા માટે નીકળ્યા.
દ્વારકાના દર્શન કર્યા બાદ જ્યારે અમે કોઈ હોટલમાં ભોજન કર્યું ત્યારે મમ્મીએ ફરીથી થોડું ભોજન કર્યું, પરંતુ તમને વિશ્વાસ નહીં આવે કે હનુમાનજીના દર્શન કર્યા બાદ અમે જે પણ જગ્યાએ રોકાયા અને મારા મમ્મીએ જે પણ ભોજન કર્યું તે બધું જ યોગ્ય રીતે પચી ગયું હતું.
પહેલા તો અમે સમજી શક્યા નહીં કે મમ્મીની ભુખ પણ વધી ગઈ છે. આખા રસ્તે થી તેમને ઘરે આવતા સુધી કંઈ પણ થયું નહીં અને ઘરે આવ્યા બાદ તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને શ્રી કષ્ટભંજન દેવની માળા ના જાપ સવાર સાંજ કરવાના શરૂ કરી દીધા.
આ વાતને આજે ૪ વર્ષ પસાર થઈ ગયા છે. આજ સુધી શ્રી કષ્ટભંજન દેવની કૃપાથી મારા મમ્મીને ફરીથી ક્યારેય પણ એસીડીટી ની સમસ્યા થઈ નથી અને તેને કોઈપણ દવાની જરૂરિયાત પણ પડી નથી. ફક્ત ભગવાનની સેવા અને તેમની ઉપર અતુટ વિશ્વાસ રાખેલો છે.
જેમ કે મેં આગળ જણાવ્યું હતું કે મારી મમ્મીને આર્થરાઇટિસ પણ છે અને મમ્મીને આર્થરાઇટિસ એટલું વધી ગયું હતું કે તે ચાલવાનું તો દુર પણ ઉભી પણ રહી શકતી ન હતી. અમે તેનો પણ ખુબ જ ઈલાજ કરાવ્યો હતો, પરંતુ અમે જેની પાસેથી પણ સાંભળ્યું તે બધા લોકોએ એવું જ કહ્યું હતું કે ડોક્ટર ની દવા અને ઇન્જેક્શનથી થોડા સમય માટે આરામ રહેશે અને બાદમાં તે કામ કરવાનું બંધ કરી દેશે અને પરિસ્થિતિ પહેલા કરતા પણ વધારે બગડી જશે.
મારા મમ્મીએ આ કન્ડિશનમાં પણ શ્રી કષ્ટભંજન દેવના નામના જાપ અને તેનું સ્મરણ કરવાનું શરૂ રાખ્યું હતું. તેમણે કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી કે, “હું નાદાન છું. મેં ફક્ત એટલું જ કહ્યું કે મારું પેટ ઠીક ખરીદો. પરંતુ તમે તો બધું જાણો છો”. તે દરરોજ સવાર સાંજ પુજા કરતી રહી. અમને જાણવા મળ્યું કે આયુર્વેદની મદદથી આ બીમારીને દુર કરી શકાય છે. પરંતુ મમ્મીનો દુખાવો સતત વધી રહ્યો હતો. આખા શરીરમાં સોજો આવી ગયો હતો અને અમને લાગ્યું કે હવે હોસ્પિટલ જવું પડશે.
અમે ઈન્દોરની એક હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લઈને આવ્યા અને સવારે હોસ્પિટલ માટે નીકળતા પહેલા મમ્મીએ હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને ફક્ત એટલું કહ્યું કે, “જો આ મારા માટે યોગ્ય હોય તો જ કરાવજો પ્રભુ.” પછી જાણવા મળ્યું કે કોઈ કારણને લીધે અમારા ઈન્દોર જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો.
ત્યારબાદ મારા એક ફ્રેન્ડ દ્વારા મને એક્યુપ્રેશર વિશે જાણવા મળ્યું. હું થોડો સમય માટે મમ્મીને ત્યાં લઈ જવા લાગી, પરંતુ તેને એટલો આરામ મળ્યો નહીં. ત્યારબાદ અમે ઘરમાં તેમના માટે ફિઝિયોથેરેપી શરૂ કરાવી.
આ બીમારીમાં RA ફેક્ટર, જે દરેક શરીરમાં ૦ થી ૨૦ હોવું જોઈએ, મારી મમ્મીનું ૨૩૪ કરતાં પણ વધારે હતું. પરંતુ આજે કષ્ટભંજન દેવની કૃપાથી મારી મમ્મીનું RA ફેક્ટર ૧૦૦ સુધી આવી ગયું છે અને તે ફરીથી ચાલવા લાગી છે.
હવે ધીરે ધીરે બધું સારું થઈ રહ્યું છે. તમે કોઈપણ જગ્યાએ અને કોઈપણ ડોક્ટરને પુછી લો તો બધા એવું જ કહેશે કે, “આ બીમારીને જડમુળ માંથી ખતમ કરી શકાય નહીં, પરંતુ મારી મમ્મીના અતુટ વિશ્વાસ અને કષ્ટભંજન હનુમાનજીની કૃપાથી આ બધું શક્ય થયું છે. બોલો “કષ્ટભંજન દેવ કી જય.”