Karani Mata Temple : કરણી માતાનું મંદિર જ્યાં ઉંદરનો એઠો પ્રસાદ અપાય છે ભક્તોને..

Karani Mata Temple : કરણી માતાનું મંદિર જ્યાં ઉંદરનો એઠો પ્રસાદ અપાય છે ભક્તોને..

Karani Mata Temple : એક એવું મંદિર, જ્યાં ઉંદરે ખાધેલો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે, એટલું જ નહીં ભારતમાં આવેલા આ મંદિરમાં 20 હજારથી પણ વધારે ઉંદરો રહે છે, કયું છે આ મંદિર જુઓ વિડીયો..

 Karani Mata Temple : ઉંદર તો ભગવાન ગણેશનું વાહન છે અને આપણા જ દેશમાં એક મંદિર એવું પણ છે,જ્યાં ઉંદરોની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. આ એક અનોખું મંદિર રાજસ્થાનના બિકાનેરમાં આવેલું છે જેને કરણી માતાનું મંદિર કહેવામાં આવે છે. બિકાનેરથી લગભગ 30 કિ.મી. દૂર દેશનોકમાં આવેલું આ મંદિર મુષક મંદિર તરીકે પણ ઓળખાય છે અને અહીં ઉંદરોને કાબા કહેવામાં આવે છે.

 Karani Mata Temple : ઉંદરને ભલે ગણપતિની સવારી માનવામાં આવે છે પરંતુ આ વિશ્વનું એકમાત્ર દેવી મંદિર છે. જ્યાં ઉંદરનો અને દેવી એકબીજા સાથે સંલગ્ન છે. અહીં ઉંદરને કરણી માતાના સેવકના સ્વરૂપે પૂજવામાં આવે છે.જ્યારે પણ મંદિરમાં આરતી થાય, ત્યારે અચૂક મંદિરમાં રહેતા તમામ ઉંદરો હાજર થઈ જાય છે.

 Karani Mata Temple
Karani Mata Temple

 Karani Mata Temple : આ મંદિરમાં દર્શન દરમિયાન ભક્તોને કેટલીક વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેમ કે મંદિરમાં પગ ઢસડીને ચાલવાનું હોય છે. કેમ કે પગ ઉપાડવાથી પગ નીચે ઉંદરો આવી જવાનો ડર રહે છે, જેના કારણે તેઓ મરી શકે છે અથવા ઘાયલ થઈ શકે છે. એટલા માટે અહીં ચાલતી વખતે જમીન પરથી પગ ઉપાડવાની મનાઈ છે.

આ પણ વાંચો : Share Market : 1000 રૂપિયાને 3 વર્ષમાં બનાવ્યા 87000, 48 પૈસાથી 60 રૂપિયા પહોંચ્યો શેર, અમદાવાદની છે કંપની..

 Karani Mata Temple : દેશ-દુનિયામાં આ મંદિર ઉંદર મંદિર નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં 20-25 હજારથી વધારે ઉંદર રહે છે અને એમ પણ કહેવામાં આવે છે જે આ ઉંદરની વચ્ચે જો કોઈને પણ સફેદ ઉંદર જોવા મળી જાય છે તો એમની મનોકામના તરત પુરી થઈ જાય છે. સાથે જ એવી પણ માન્યતા છે કે મંદિરમાં માતાને ચઢાવવામાં આવતા પ્રસાદ પર પહેલો અધિકાર ઉંદરોનો હોય છે અને એ બાદ પ્રસાદ લોકોને આપવામાં આવે છે.

 Karani Mata Temple
Karani Mata Temple

આ પણ વાંચોઃ AI ડૉક્ટર : Google ભારતમાં લાવી રહ્યું છે ‘AI ડૉક્ટર’, માત્ર એક્સ-રે જોઈને જ બીમારી વિશે જણાવશી દેશે..

 Karani Mata Temple : નવાઈની વાત તો એ છે કે આટલા બધા ઉંદરો હોવા છતાં મંદિરમાં કોઈ દુર્ગંધ નથી આવતી, આજદિન સુધી કોઈ બીમારી ફેલાઈ નથી અને ઉંદરોનો એંઠો પ્રસાદ ખાવાથી કોઈ ભક્ત બીમાર પણ નથી પડ્યો. એટલું જ નહીં એમ પણ કહેવાય છે કે જ્યારે કેટલાક દાયકાઓ પહેલા આખા ભારતમાં પ્લેગ ફેલાયો હતો, ત્યારે પણ આ મંદિરમાં ભક્તોનો મેળો ભરતો હતો.

 Karani Mata Temple
Karani Mata Temple

more article : Tapkeswar Mahadev : આ છે ગુજરાતનું મીની અમરનાથ જ્યાં બિરાજમાન છે ટપકેશ્વર મહાદેવ, જાણો મહત્વ અને પૌરાણિક ઇતિહાસ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *