Kapil Sharma : એક સમયે માત્ર 500 રૂપિયા કમાતો આ વ્યક્તિ પોતાના સંઘર્ષ અને નસીબના જોરે બની ગયો કરોડોનો માલિક…

Kapil Sharma :  એક સમયે માત્ર 500 રૂપિયા કમાતો આ વ્યક્તિ પોતાના સંઘર્ષ અને નસીબના જોરે બની ગયો કરોડોનો માલિક…

કપિલ કોમેડી ઈન્ડસ્ટ્રીનું તે નામ છે, જે પોપ્યુલિરિટી અને સ્ટારડમમાં ધણા મોટા સેલીબ્રિટીઝથી આગળ છે. પરંતુ તેનો અહીં સુધીનો પ્રવાસ ઘણો ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો. પિતાની મોત બાદ પરિવારની સમગ્ર જવાબદારી કપિલ પર આવી ગઈ.

Kapil Sharma
Kapil Sharma

અમે આજે વાત કરી રહ્યા છીએ, ટીવીના ફેમસ કોમેડિયન Kapil Sharma ની. કપિલે આજે દરેક ઘરમાં એક આગવી ઓળખ ધરાવે છે. તેમનો શૉ ‘ધ કપિલ શર્મા શો’ પણ ટીવીની દુનિયાનો સૌથી પસંદીદા અને ફેમસ શો છે. અહી બોલીવૂડના નામી વ્યક્તિઓ તેમના કામના પ્રમોશન માટે આવે છે.

પરંતુ શું તમે જાણો છે કે, બધાને હસાવનાર Kapil Sharma ના જીવનમાં નાની ઉંમરમાં જ તેના પિતાનો પડછાયો હટી ગયો હતો. એક સમય એવો પણ હતો જ્યારે તેમની પાસે તેમની બહેનના લગ્ન કરાવવા માટે પણ રૂપિયા ન હતા. માત્ર 500 રૂપિયાથી કરિયરની શરૂઆત કરનારા કપિલની આજે કુલ નેટવર્થ 300 કરોડ રૂપિયા છે.

પહેલી વાર એક કોમેડી શોના ઓડિશનથી રિજેક્ટ થયા, પછી તે જ શોના ત્રીજી સિઝનમાં વિજેતા બન્યો. પછી સફળતાની સીડીઓ ચઢતો ગયો. અને આજ દિન સુધી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

Kapil Sharma
Kapil Sharma

કોમેડીના દમ પર પૂરી દુનિયા પર કરે છે રાજ
Kapil Sharma નો જન્મ 2 એપ્રિલ 1981ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા જિતેન્દ્ર કુમાર એક હેડ કોન્સ્ટેબલ હતા. તેમની માં જાનકી રાણી એક હાઉસ વાઈફ છે. કપિલનો એક મોટો ભાઈ અને બહેન પણ છે.

કપિલ નાનપણથી બહુ જ મસ્તીખોર હતો. તેને નાનપણથી ટીવી જોઈને એ એક્ટર્સની નકલ કરવાનો શોખ હતો. બાળપણથી જ તેઓ પોતાની હરકતોથી લોકોને હસાવ્યા કરતા હતા. પરંતુ ત્યારે કોઈ પણ તે જાણતું ન હતું, કે એક દિવસ તે પોતાની કોમેડીથી પૂરી દુનિયા પર રાજ કરશે.

Kapil Sharma
Kapil Sharma

કપિલના પિતાનું કેન્સરને કારણે નિધન થયું હતું, તે સમયે કપિલ માત્ર 22 વર્ષનો હતો. કપિલ અને તેના પરિવાર માટે આ વર્ષ દુ:ખથી ભરેલું હતું. જે બાદ આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો. પિતાના અવસાન બાદ તેને પોલીસ વિભાગમાં નોકરીની ઓફર મળી, પરંતુ તેણે ના પાડી. કપિલ બાળપણથી જ સિંગર બનવા માંગતો હતો. જો કે, બાદમાં તે થિયેટરમાં જોડાયો અને વિવિધ સ્થળોએ રમવાનું શરૂ કર્યું.

નાની ઉંમરથી જ કપિલે કામ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના સમયમાં તેઓ એક PCO બૂથ પર કામ કરતા હતા. ત્યાં કામ કરવા માટે તેમને 500 રૂપિયા મળતા હતા. 10માંની પરીક્ષા બાદ તેઓ એક કપડાની મિલમાં કામ કરવા લાગ્યા.

Kapil Sharma
Kapil Sharma

અહીં તેમને મહિને 900 રૂપિયા મળતા હતા. જો કે, ઘરથી કામનું કોઈ પ્રેશર ન હતું, એટલા માટે કમાણીમાંથી જે રૂપિયા મળતા તે મ્યુઝિક સિસ્ટમમાં લગાવતા હતા. સ્નાતકના અભ્યાસ દરમિયાન કપિલ 1299 રૂપિયા લઈને મુંબઈમાં કામની શોધમાં આવ્યા હતા.

શોના ત્રીજા સિઝનમાં બન્યો વિજેતા
કપિલના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેણે ટીવી શો ‘The Great Indian Laughter Challenge’માં ભાગ લીધો. ત્યાંથી કપિલે લોકોનું દિલ જીતવાનું શરૂ કર્યું અને શોની ત્રીજી સીઝનમાં તે વિજેતા બન્યો.

Kapil Sharma
Kapil Sharma

આ સાથે જ ઇનામમાં મળેલા 10 લાખ રૂપિયાથી તેણે તેની બહેનના લગ્ન કરાવી દીધા. આ પછી કપિલે ક્યારેય પાછું વળીને જોયું નથી, પરંતુ ધીમે ધીમે કપિલ સફળતાની સીડીઓ ચઢતો ગયો.

આ પણ વાંચો :Temple of Mahadev : રાજકોટથી નજીક આવેલું છે વર્ષ જૂનું મહાદેવનું મંદિર, અહીં જીવંત કાચબા કરે છે મહાદેવનું સંરક્ષણ….

330 કરોડ છે કપિલની કુલ નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કપિલની નેટવર્થ લગભગ 330 કરોડ રૂપિયા છે. કપિલની પાસે સવા કરોડની વોલ્વો એકસ સી 90 અને 1 કરોડ 20 લાખની મર્સિડિઝ બેન્જ એસ350 સીડીઆઈ છે.

Kapil Sharma
Kapil Sharma

કપિલે 2013માં 60 લાખમાં રેન્જ રોવર ઈવોક ખરીદી હતી. કપિલે ખાસ પોતાના માટે 5.5 કરોડ રૂપિયાની લક્ઝુરિયસ વેનિટી વેન બનાવી છે. કપિલ એક વર્ષમાં 15 કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ચૂકવે છે. કપિલ મુંબઈમાં જે એપાર્ટમેન્ટમાં રહે છે તેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો  :  કોમેડિયન કપિલ શર્મા પરિવાર સાથે પહોંચ્યો અમૃતસર…ફેમિલી સાથે માણી છોલે ભટૂરેની મજા, ટ્રિપનો વીડિયો કર્યો શેર ..જુઓ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *