Kantaleshwar Hanumanji ના દર્શનનો લ્હાવો લેવા જેવો, મનોકામનાઓ પૂર્ણ થશે, વળગાડ તો ચપટીમાં દૂર..

Kantaleshwar Hanumanji ના દર્શનનો લ્હાવો લેવા જેવો, મનોકામનાઓ પૂર્ણ થશે, વળગાડ તો ચપટીમાં દૂર..

Kantaleshwar Hanumanji : હિંમનગર નેશનલ હાઈવે પર 700 વર્ષનાં પૌરાણિક હનુમાનજીનું મંદિર ખાતે દર્શનાર્થીઓ દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે. કાંટામાં હતા એટલે તેમનું નામ કંટાળેશ્વર હનુમાનજી રાખવામાં આવ્યું હતું.700 વર્ષ પૌરાણિક હનુમાનજીનું મંદિરકાંટામાં હતા એટલે કંટાળેશ્વર હનુમાનજી નામ દાદાના મંદિર પરિસરમાં વૈકુંઠધામ

હિંમતનગર દિલ્હી નેશનલ હાઇવે નંબર આઠ નજીક આવેલા બેરણાના કંટાળેશ્વર હનુમાનજીનું અનેરુ મહત્વ છે અહીં 700 વર્ષ જુના હનુમાનજીના દર્શન માત્રથી મનમાં રાખેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જેના પગલે પ્રતિ દિવસ ભાવિક ભક્તોની ભીડ જામે છે અને ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રથી ભક્તજનો વિશેષ દર્શનાર્થે આવતા રહે છે.

કાંટામાં રહેલા હનુમાનજીને સિદ્ધ કરાતા કંટાળેશ્વર હનુમાનજી નામ પડ્યું

Kantaleshwar Hanumanji : સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર આઠ નજીક આવેલા બેરણા ગામથી બે કિલોમીટરના અંતરે કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર આવેલું છે. કંટાળેશ્ર્વર હનુમાનજીના મંદિર નો ઇતિહાસ 700 વર્ષ પૌરાણિક છે. હિંમતનગરના રાજવીને કાંટામાં રહેલા હનુમાનજીએ સ્વપ્નમાં આવી સ્વયંસિદ્ધ પ્રતિમાની વાત કરી હતી. સ્થાનિક મહંત દ્વારા કાંટામાં રહેલા હનુમાનજીને સિદ્ધ કરાતા કંટાળેશ્વર હનુમાનજી નામ પડ્યું.

જેમને પણ વળગાડ હોય ભૂતપ્રેત સહિત કોઈ તકલીફ હોય તો દાદાના દર્શન માત્રથી દૂર થાય

Kantaleshwar Hanumanji મંદિરે આવનારા દરેક વ્યક્તિની મનોકામનાઓ એકમાત્ર દર્શનથી પૂરી થતી આવી છે કહેવાય છે કે જેમને પણ વળગાડ હોય ભૂતપ્રેત સહિત કોઈ તકલીફ હોય તો દાદાના દર્શન માત્રથી દૂર થાય છે. હનુમાનદાદાની પ્રતિમાની બાજુમાં વાનર સ્વરૂપે વાલી, અંગત અને જાંબુવંતની પ્રતિમા સ્થાપિત છે. સાચી શ્રદ્ધા આસ્થાથી ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે એટલે વારે તહેવારે હનુમાન મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડે છે.

આ પણ વાંચો : Pramukh Swami Maharaj : પ્રમુખ સ્વામી મહારાજની તસવીર અને સંદેશ ચંદ્ર પર થશે લેન્ડ નાસાએ અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ..

દાદાનો શણગાર ચાંદીના વાઘા પહેરાવીને કરવામાં આવ્યો

કંટાળેશ્વર દાદાના મંદિરે હનુમાન દાદાનો શણગાર ચાંદીના વાઘા પહેરાવીને કરવામાં આવ્યો છે. દરેક ભક્તજનની ઈચ્છા તેમજ મનોકામના પૂર્ણ કરવા માટે સર્વ શક્તિમાન હનુમાનદાદાની પાછળ ભગવાન રામ, સીતામાતા અને લક્ષમણજી બિરાજમાન છે. સ્થાનિક લોકો સહિત દૂરથી આવતા ભક્તજનો કંટાળેશ્ર્વર હનુમાનદાદાના એક વખતના દર્શન માત્રથી પોતાના ઉપર આવેલા દુઃખોના પહાડ દૂર થયાનો અનુભવ કરે છે.

હનુમાનદાદાની સમિપે ભગવાન શિવ બિરાજમાન

ભાવિકોના રક્ષક હનુમાનદાદાની સમિપે ભગવાન શિવ બિરાજમાન છે. ભોળેનાથની 51 ફૂટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવી છે. જેની આબેહૂબ પ્રતિકૃતિ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ક્યાંય નથી .મંદિરે આવતા દર્શનાર્થીઓને હનુમાનદાદા સહિત ભગવાન શિવના દર્શનનો પણ લાભ મળે છે. શિવરાત્રીએ ખૂબ મોટો મેળો ભરાય છે જેમાં 300 કિલો ઘી અને 25 કિલો કપાસની દિવેટ બનાવાય છે.. જે સતત ચાર દિવસ સુધી પ્રજ્વલિત રહે છે.. આસપાસના વિસ્તાર અને સમગ્ર રાજ્યમાંથી ભાવિકો ભગવાન શિવના અને જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

મંદિર પરિસર ખાતે અનેક ભગવાનની મૂર્તિ પરિસરને શોભાવે છે

મંદિર પરિસરમાં અન્નપૂર્ણા માતાજી, રાંધણ માતાજી, કાળભૈરવ દાદા, શનિ મહારાજનું મંદિર અને ગાયત્રીમાંની 51 ફૂટ ઊંચી મૂર્તિ મંદિર પરિસરને શોભાવે છે. વર્ષો જૂના રાફડામાં ગોગા મહારાજના મંદિરની સ્થાપના કરવામાં આવી છે. વાયકા છે કે અહિં મણીધર નાગ રહે છે. જેના દર્શન ભાગ્યશાળીને જ થાય છે.

જેમના પશુ દૂધના આપતા ન હોય તો મણીધર ગોગા મહારાજને દૂધ ચઢાવવાની માનતા કરવાથી પશુ દુધાળુ થાય છે અને પશુમાં આવતી તકલીફો દૂર થાય છે. શિવજીની ૫૧ ફૂટ ઉંચી મૂર્તિની બાજુમાં રિદ્ધિ સિદ્ધિ, શુભ લાભ સાથે ગણેશજી પરિવાર સાથે બિરાજમાન છે. ગણેશજીની મૂર્તિની બાજુમાં જ ખોડીયાર માતાજીનુ મંદિર બનાવવામાં આવ્યુ છે. વિશ્વકર્મા ભગવાનની 51 ફૂટ મૂર્તિ બનાવવામાં આવી છે વિશ્વકર્માના દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે.

મંદિરમાં સૌથી ઊંચું મંદિર વિષ્ણુ ભગવાનનું બનાવવામાં આવ્યું

બેરણા મંદિરમાં સૌથી ઊંચું મંદિર વિષ્ણુ ભગવાનનું બનાવવામાં આવ્યું છે જેને વૈકુંઠધામ નામ આપવામાં આવ્યું છે. વૈકુંઠધામ મંદિર કમળ આકારનું બનાવવામાં આવ્યું છે. મંદિરમાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણ સ્વરૂપે બિરાજમાન છે અને વિષ્ણુ ભગવાનના 24 અવતાર ના દર્શન કરી શકાય છે. વૈકુંઠધામની નીચે જ પૌરાણિક મનોકામના કુંડ આવેલો છે મનોકામના કુંડમાં ક્યારેય પાણી સમાપ્ત થતું નથી. કુંડમાં એક રૂપિયાનો સિક્કો નાખી પોતાની મનોકામના વ્યક્ત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

દેવી-દેવતાઓના એક જ પરિસરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બને છે

Kantaleshwar Hanumanji : સૌથી ઊંચી સાઈબાબાની પ્રતિમા કંટાળેશ્ર્વર હનુમાનજીના મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે. હનુમાનદાદાના દર્શન બાદ કુદરતી ખોળામાં બાળકો રમી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જે વ્યક્તિ હનુમાનદાદાના મંદિરની એકવાર મુલાકાત લે તે કાયમી બની જાય છે અને પોતાના પરિવાર સાથે નિયમિત દર્શને આવતા રહે છે.

નેશનલ હાઈવે નજીક આવેલા સ્વયંસિદ્ધ પ્રગટ કંટાળેશ્વર હનુમાન મંદિરના દર્શનથી તમામ લોકોને મનોકામનાઓ પૂર્ણ થાય છે બેરણામાં અરવલ્લી ગીરી માળાઓ વચ્ચે તમામ દેવી-દેવતાઓના એક જ પરિસરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બને છે.

more article : Hanumanji mandir : ગુજરાતનું સંકટમોચન સ્થળ,જ્યાં પથ્થર પર બેસી ગોળ ફરવાથી મનોકામના થાય છે પૂર્ણ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *