કમા નો આ વીડિયો થઈ રહ્યો છે ખૂબ વાયરલ,ચાલુ ડાયરા માં કમાં એ શું કહ્યું, જોવો વીડિયો…
અત્યારે આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કમા નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ત્યાર પછી કમાભાઈ આખા ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ કમાઈ ચૂક્યા છે અને દેશ અને વિદેશમાં પણ કમા ને બોલાવી રહ્યા છે.
અત્યારે કમાભાઈ તમામ ડાયરાઓની અંદર પોતાની રોયલ એન્ટ્રી કરી રહ્યા છે. કીર્તિદાન ગઢવીએ કમાનું સન્માન કર્યા બાદ કમો ચર્ચામાં આવ્યા હતા.કમો સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાનાં કોઠારીયા ગામનો વતની છે.તેમજ તે આ ગામમાં આવેલ સંત શ્રી વજાભગતનાં રામ રોટી આશ્રમ રહે છે.
પુજય વજાભગત ની પુણ્યતિથિ નિમિત્તે હમણાં એક ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત તેમજ દેશ વિદેશમાં જેની ખ્યાતિ છે એવા સુર ના આરાધક કિર્તીદાન ગઢવી નો ડાયરો હતો.
કમો નાનપણથી જ મંદબુદ્ધિ દિવ્યાંગ એટલે આખો દિવસ આ રામ રોટી આશ્રમમાં રહે અને આનંદ કિલ્લોળ કરે જ્યારે આશ્રમમાં ડાયરો હતો ત્યારે કમા એ ડાન્સ કરેલો અને આ વીડિયો એટલો બધો વાઈરલ થઈ ગયો કે કમો રાતો રાત સેલિબ્રિટી બની ગયો.
ખાસ વાત નાનપણથી પુજ્ય મોરારીબાપુ ની કથા હોય કે રામા મંડળ કે પછી રામધુન હોય કમા ની હાજરી એમાં ફરજીયાત કમો રાતોરાત લાઈમ લાઈટ માં આવી ગયો અને કિર્તીદાન ગઢવી હવે તો કમા ને પોતાના પ્રોગ્રામમાં ખાસ વ્યક્તિ તરીકે બોલાવે એમ કહી શકાય.
જ્યાં કમો ત્યાં કિર્તી ડાયરા માં કમાનું સ્વાગત બે હજારની નોટથી સન્માન થાય અને પછી કમા ની ફરમાઈશ રસિયો રૂપાળો ઘેર જવું ગમતું નથી પછી કમો અને કિર્તીદાન એકબીજાને ભેટી પડે છે.
ખરેખર કમાનું નિખાલસપણું અને તેના સ્વભાવથી આજે તે લોકોમાં આટલો પ્રિય છે કે આજે દરેક લોક ડાયરમાં તેની ખાસ હાજરી હોય છે અને હવે દરેક નાના મોટા પ્રસંગોમાં કમાને અવશ્ય બોલાવવામાં આવે છે.અને સારા એવા પૈસા કમાય છે.
ચાલો જાણીએ કેટલું કામાય છે કમો કમાભાઈ એક કાર્યક્રમમાં 10 હજાર કે તેનાથી પણ વધારે લોકો આપે છે તો તે બધા જ રૂપિયા તેમની પાસે નથી રાખતા તેઓ સીધા આ રૂપિયા લઈને કોઠારીયા ગામમાં આવેલી ગૌશાળામાં જાય છે અને તે બધા જ રૂપિયા ત્યાં દાન કરી દે છે.
આવી જ રીતે તેઓ ખુબ જ મોટા સેવા ભાવિ છે તેઓ આ દાન કરે છે તેની વાત રાજભા ગઢવીએ તેમના કાર્યક્રમમાં કરી હતી આમ કમાભાઈ દાન કરીને મોટી સેવા કરી રહ્યા છે.થોડા સમય પહેલા તેમને કોઈ નહતું ઓળખતું અને આજે મોટા ભાગના લોકો ઓળખે છે.
કમાને પણ ઇન્ટવ્યુંમાં કહ્યું કે તેને કોઠારીયા ગામમાંથી ચૂંટણી લડવી છે અને તેને લગ્ન નથી કરવા કારણ કે લગ્ન કરે તો તેને કામે જાવું પડે ખરેખર કમો એટલો લોકપ્રિય બન્યો કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ પણ તેની સાથે હાથ મિલાવ્યો અને તેમની હાજરીમાં જ ભાષણ પણ અપાવ્યું હવે આગળ સમય જ દેખાળે છે.કે કમાનું નસીબ તેને જ્યાં લઈ જાય છે.
હાલમાં ઘણા લોકો કમા પ્રત્યે દયા દાખવીને ટીકાઓ પણ કરી રહ્યા છે અને લોકોનું કહેવું છે કે કમો ડાયારાનો જોકર બનીને રહી ગયો છે આ બસ લોકોની વાતો છે પણ એક વાત તો સત્ય છે કે હાલમાં કમાનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે.
તેમના માતા-પિતાના અનુસાર, કમાને જન્મથી જ મગજની તકલીફ છે. બાળપણમાં ડૉક્ટરે કહ્યું હતું કે, તે મંદબુદ્ધિ છે.તેનો કોઈ ઇલાજ નથી. ચાલશે નહીં, બોલશે નહીં, પણ ભગવાનની દયાથી ચાલતો અને બોલતો થઇ ગયો. પણ ભણી ના શક્યો. તેના ભણતરમાં કોઈ સુધારો થાય તેમ નથી.
ગમે તેટલો પૈસો નાખશો કોઈ ફેર નહીં પડે.દેશી દવાથી પણ ફેર નથી પડ્યો. તેમની પાસે શબ્દો ઓછા છે પણ ભાવના આપણે સમજી શકીએ છીએ. ભગવાનનું કાર્ય હોય ત્યાં વયો જાય છે