Kali chaudas : દિવાળી પહેલા કાળીચૌદશ પર એક દીવો લોટનો પણ કરવો… નરકથી મળી જશે મુક્તિ, યમદેવ સાથે છે ધાર્મિક મહત્વ
દિવાળીનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે, જે સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં 5 દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
દશેરાની જેમ દિવાળીને પણ બુરાઈ પર સચાઈની જીતનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામ આ દિવસે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા.
અયોધ્યાના લોકોએ તેમના ઘરોમાં ઘીના દીવા પ્રગટાવ્યા અને શ્રી રામનું સ્વાગત કરવા ફટાકડા ફોડ્યા હતા. કાર્તિક મહિનાની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
એટલું જ નહીં તે દિવસથી તેને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક પણ માનવામાં આવે છે. દિવાળી એ સનાતન ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે. આ દિવસે દરેક વ્યક્તિ તેમના ઘરની સફાઈ કરે છે અને લાઇટિંગ અને દીવડા કરે છે.
લોટનો દીવા કરવો
સૌથી મહત્વની વાત એ છે કે દિવાળીના તહેવારમાં લોટના દીવા પ્રગટાવવાનું સૌથી વધુ મહત્વ માનવામાં આવે છે. દરેકના મનમાં આ પ્રશ્ન ચોક્કસપણે આવે છે કે દિવાળીના ખાસ તહેવાર પર લોટના દીવા કેમ પ્રગટાવવામાં આવે છે અને તેની પાછળનું શું મહત્વ છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હોય તો આજે અમે તમને તેની પાછળનું ધાર્મિક મહત્વ જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ
આ પણ વાંચો : Success Story : આ નાનકડા ગામના ખેડૂતે ગોબર વેચીને બનાવ્યો એક કરોડનો બંગલો, જાણો પ્રેરણાદાયક કહાની…
લોટનો દીવા કરવાનો મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ચૌદસના દિવસે લોટનો દીવો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે પોતાના ઘરમાં લોટનો દીવો પ્રગટાવે છે તો તે શુભ ગણાય છે. આ દિવસે યમદેવની પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જો લોટનો દીવો પ્રગટાવીને યમદેવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને નરકમાંથી પણ મુક્તિ મળે છે અને યમદેવની ખરાબ નજર પણ પરિવારના કોઈ સભ્ય પર નથી પડતી. કહેવાય છે કે ચૌદશના દિવસે યમદેવની પૂજા કરતી વખતે હંમેશા લોટનો દીવો પ્રગટાવવો જોઈએ અને તે દીવો ઘરના દરેક ખૂણામાં ફેરવવો જોઈએ અને પછી તેને દક્ષિણ દિશામાં રાખવો જોઈએ.
કારણ કે દક્ષિણ દિશાને યમદેવની દિશા માનવામાં આવે છે. આમ કરવાથી યમદેવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આવનારી આફતને ટાળે છે.
more article : Kali chaudasનો આ સૌથી ખાસ ઉપાય કરવાથી ધન અને વૈભવમાં નહીં રહે કોઈ કમી, કાળીમરીના ટોટકાથી થશે કમાલ