કાચી માટીના ઘરમાં રહેતા પિતાએ દીકરાની પાયલોટ બનવાની ઈચ્છા પુરી કરવા દેવું કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પાયલોટ બનીને માતા પિતાનું નામ રોશન કર્યું.

કાચી માટીના ઘરમાં રહેતા પિતાએ દીકરાની પાયલોટ બનવાની ઈચ્છા પુરી કરવા દેવું કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પાયલોટ બનીને માતા પિતાનું નામ રોશન કર્યું.

જીવનમાં સફર થવું હોય તો દરેક લોકોને તેમના જીવનમાં ઘણી મહેનત પણ કરવી પડતી હોય છે, જે લોકો જીવનમાં મહેનત કરવાનું જાણે છે એ બધા જ લોકો જીવનમાં સફર પણ થતા હોય છે. આજે એક એવા જ યુવકની કહાની વિષે જાણીએ જેઓએ બીજા બધા જ યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. આ યુવક મૂળ ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ગરીબ પરિવારનો દીકરો છે.

યુવકનો જ્યાં જન્મ થયો હતો એ પરિવાર ખુબ જ ગરીબ હતો એટલે તેમને રહેવા માટે પણ સરખી સુવિધાઓ નહતી. તેઓએ એક જુના અને માટીના મકાનમાં રહેતા હતા. તેમના પિતા આર્મીમાં નોકરી કરતા હતા અને તેમનો પગાર પણ એ સમયે ઓછો હતો. તેમનું નોકરી વખતે જ્યાં પોસ્ટિંગ થતું ત્યાં તેઓ જતા હતા. એ વખતે આ યુવકને એવું થયું કે તે મોટો થશે ત્યારે વિમાન ઉડાવશે.

આ યુવક ખુબ જ ગરીબ પરિવારનો હતો તેથી તેમના માતા-પિતા તેના અભ્યાસનો આટલો ખર્ચો કરી શકે એવું નહતું. તો જયારે તેનો ધોરણ ૧૨ નો અભ્યાસ પૂરો થયો પછી મોહિતને આગળ પાયલટ બનવાનું સપનું હતું અને તેને આ ઈચ્છા પણ પુરી કરવી હતી. તેથી તેને મહેનત ચાલુ કરી અને તેને પરિવારે લાખો રૂપિયા ખર્ચીને પણ પાઇલેટની ટ્રેનિંગ માટે મોકલ્યો.

મોહિતે કેનેડામાં પાઇલેટની ટ્રેનિંગ લીધી અને વર્ષ ૨૦૦૮ માં તે પાઇલેટ બન્યા પણ તેમને એ સમયે આર્થિક તંગી ચાલી રહી હતી. તેથી તેઓ નોકરી નહતા લઇ શક્યા અને ત્યારે બધા જ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના લોકો પણ એ જ વિચારી રહ્યા હતા કે દીકરાને પાયલોટની નોકરી નહિ મળે તો દેવું કઈ રીતે ચુકવશું આમને આમ સાત વર્ષ વીતી ગયા હતા.

ત્યારબાદ વર્ષ ૨૦૧૫ માં સ્પાઇસજેટની પાઇલેટની ભરતી થઇ હતી અને તેમાં તેમનું સિલેક્શન થયું હતું. આજે તે સ્પાઇસ જેટમાં કેપ્ટન તરીકે પોતાની સેવા આપી રહયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *