બૃહસ્પતિ કરશે રાશિ પરિવર્તન, આ રાશિના લોકો પર થશે તેનો પ્રભાવ…

બૃહસ્પતિ કરશે રાશિ પરિવર્તન, આ રાશિના લોકો પર થશે તેનો પ્રભાવ…

ગ્રહ મંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ શનિવારે પોતાની રાશિ બદલી રહ્યો છે. ગુરુ 20 નવેમ્બર સવારે 11.23 કલાકે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ 13મી એપ્રિલ 2022 સુધી કુંભ રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન 23 ફેબ્રુઆરી, 2022 થી 27 માર્ચ, 2022 સુધી ગુરુ અસ્ત થશે.

અત્યાર સુધી બૃહસ્પતિ તેની કમજોર રાશિમાં સંક્રમણ કરતો હતો, પરંતુ જ્યારે ગુરુ તેની કમજોર રાશિમાંથી બહાર નીકળીને આગામી સમરાશીમાં સંક્રમણ કરશે, ત્યારે દરેકના જીવનમાં થોડી ખુશીઓ આવશે. દરેક વ્યક્તિનું જીવન પહેલાથી ચોક્કસપણે સુખી હશે. 13 એપ્રિલ, 2022 પછી, જ્યારે ગુરુ પોતાની રાશિ મીન રાશિમાં જશે, ત્યારે દરેકનું જીવન વધુ સારું બનશે. નિરાશામાં જીવતા લોકોને સારા સમાચાર મળશે.

આ રાશિઓ પર થશે અસર. મેષ રાશિના લોકોની કુંડળીમાં બૃહસ્પતિ એકાદશ ભાવથી રહેશે, જે તેમના માટે ખૂબ જ સારી રહેશે. ભાગ્ય સાથ આપશે. અટકેલા કામ પૂરા થશે. તેમની મનોકામનાઓ પૂર્ણ થશે.

વૃષભની કુંડળીમાં ગુરુ દસમા ભાવમાં ગોચર કરશે. આનાથી તેમના રોજગાર, કાર્યસ્થળમાં સમસ્યા આવી શકે છે. આવા લોકોએ કોઈની સાથે વિવાદ વગેરે ટાળવું જોઈએ.

મિથુન રાશિના લોકોની કુંડળીમાં ગુરુ નવમા ભાવમાં ગોચર કરશે. તેમના માટે આ ખૂબ જ શુભ સંક્રમણ છે. ભાગ્ય સાથ આપશે. લગ્ન થશે. અટકેલા કાર્યો પૂરા થશે. જેમની પાસે નોકરી નથી તેઓ મેળવી શકે છે.

કર્ક રાશિમાં તે આઠમા ભાવમાં ગોચર કરશે. જેના કારણે આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કામમાં નિષ્ફળતા કે નુકસાન થવાની સંભાવના છે. સાવધાની રાખવી. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *