પ્રથમ વખત સામે આવ્યા જિગ્નેશ કવિરાજની પત્નીની તસ્વીરો, આ તસ્વીરો સાથે જુઓ તેમના ફેમિલીની તસ્વીરો…
આજે તમને એવા કલાકાર વિશે જણાવવાના છીએ જેમના અવાજથી આખું ગુજરાત ડોલી ઉઠે છે. આ વ્યક્તિને આજે ગુજરાત કવિરાજના નામથી ઓળખે છે. આજે અમે તમને તેમના જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જીગ્નેશએ ઘણો સંઘર્ષ કરી આ સફળતા મેળવી છે.
મિત્રો આજે અમે ખાસ કવિરાજના ફેમિલી વિશે તમારો પરિચય કરાવવાના છીએ. સાથે સાથે આપણે તેઓની ધર્મપત્ની અને બાળકો વિશે પણ તમને જણાવીશું. યુવાનોમાં ગુજરાતી સિંગર તરીકે મોઢે ચઢતું પહેલું નામ એટલે જીગ્નેશ કવિરાજ!
ગુજરાતી ગીતોનો આ બાદશાહ આજે ખૂબ મોટો માણસ બની ગયો છે. લગ્ન પ્રસંગોમાં જો જીગ્નેશ કવિરાજનું ગીત ન વાગે તો નવાઈ જ લાગે કે જીગ્નેશના ગીતો કેમ ના વાગ્યા..
જીગ્નેશ કવિરાજના ગીતો એ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દુબઈના લોકો, આફ્રિકાના લોકો અને ઓસ્ટ્રેલિયાના લોકોને પણ ગુજરાતી ગીત સાંભળતા કરી દીધા. વિદેશમાં પણ એમના ખૂબ ચાહકો છે. જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર, 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.
કવિરાજના બાળપણની વાત કરીએ તો જીગ્નેશ કવિરાજને પહેલેથી જ સંગીતક્ષેત્રે ખુબ લગાવ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા. નાની ઉંમરથી જ તેઓ તેમના પિતા અને કાકા સાથે ભજનનાં પ્રોગ્રામોમાં જતા.
જીગ્નેશના ઘરેથી સૌ ઇચ્છતા હતા કે જીગ્નેશ કવિરાજ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે. પણ જીગ્નેશ કવિરાજને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો અને તેમને સંગીતક્ષેત્રે જ પોતાનું કરિયર બનાવવું હતું.
એક દિવસ જીગ્નેશ કવિરાજના ફળિયામાં એક લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગમાં જીગ્નેશ કવિરાજ લગ્ન ગીત ગાવા આવેલા હતા. 13 વર્ષના જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે મોકા ઉપર ચોકો મારીને જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનું ‘લીલી તુવેર સૂકી તુવેર’ ગીત ગાય છે.
કમલેશભાઈ એ જીગ્નેશભાઈ ના કરિયરની પહેલી ઓડિયો કેસેટ બહાર પાડી જેનું નામ ‘દશામાંની મહેર’ હતી. આ કેસેટ લોકોને એટલી બધી ગમે કે જીગ્નેશ કવિરાજની ‘દશામાંની મહેર’ નામની કેસેટ લાખોની સંખ્યામાં વહેંચાઈ. અને આ ઓડિયો કેસેટના વેચાણ પછી તેમની પ્રસિદ્ધિ સમગ્ર ગુજરાતમાં થઈ.
તમને જણાવી દઈએ કે આપણા લોક લાડીલ જીગ્નેશ કવિરાજ ફક્ત 8 ધોરણ જ ભણેલા છે. પણ એમને બાળપણથી જ ગીતો ગાવાનો શોખ હતો. જીગ્નેશ કવિરાજે સાબિત કરી બતાવ્યું કે સંઘર્ષથી બધું જ મેળવી શકાય છે. આ ઓડિયો કેસેટના વેચાણ પછી જ જીગ્નેશ કવિરાજને નાના મોટા પ્રોગ્રામ મળતા થયા.
જીગ્નેશ કવિરાજનું સૌથી જોરદાર ગીત એટલે ”હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણી”. આ ગીતે ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું હતું. આ ગીત ખૂબ ચાલ્યા બાદ એમને ઘણા આશિકના ગીતો ગાયા હતા.
બીજી વાત કરીએ તો એ હાલ ડાયરો, લગ્ન પ્રસંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ખૂબ મોજ કારાવે છે. એમણ અત્યાર સુધી ઘણા ડાયરા કર્યા છે. એમના ગુરુ એવા કીર્તિદાન ગઢવી સાથે પણ તેમણે ખુબ લોક ડાયરા કર્યા છે.