ગુજરાતના જાણીતા એવા સિંગર જીગ્નેશ કવિરાજ આજે મોંઘી મોંઘી આલીશાન ગાડીઓમાં ફરે છે જેની કિંમત જાણીને તમારી આંખો પણ પહોળી થઇ જશે.
ગુજરાતમાં ઘણા બધા નાના મોટા ગાયક કલાકારો છે, દરેક ગાયક કલાકારો તેમના અવાજ અને સુરથી ખુબ જ જાણીતા છે, દરેક ગાયક કલાકારોએ જીવનમાં આગળ વધવા માટે ઘણા એવા સંઘર્ષોનો સામનો કરીને આ મોટી સિદ્ધિ મેળવી છે. બેવફા, જાનુના, આલબમ્બ અને લાઈવ સ્ટેજ કાર્યક્રમમાં જાણીતા થયેલા ગુજરાતી ગાયક કલાકાર એવા જીગ્નેશ કવિરાજએ જીવનમાં અહીંયા સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.
આજે જીગ્નેશ કવિરાજ ખુબ જ ફેમસ થઇ ગયા છે, જીગ્નેશ કવિરાજનું નામ ઘણું મોટું બની ગયું છે અને આજે તેઓ ખુબ જ લોકપ્રિય બની ગયા છે. આજે જીગ્નેશ કવિરાજ પોતાની મહેનતથી આજે ગુજરાતની સાથ સાથે બીજી બધી જગ્યાએ તેમનું નામ બનાવ્યું હતું, જીગ્નેશ કવિરાજ તેમના કાર્યક્રમ વિદેશમાં જઈને પણ કરે છે અને ખુબ ધૂમ મચાવે છે.
જીગ્નેશ કવિરાજના ગીતો આજે દરેક લોકોને ખુબ જ પસંદ આવે છે, જીગ્નેશ કવિરાજનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૮૮ ના રોજ ખેરાલુ ગામમાં થયો હતો. જીગ્નેશ કવિરાજને નાનપણથી જ સંગીતની દુનિયા ખુબ જ પસંદ હતી, તેમના પરિવારમાં તેમના પિતા હસમુખભાઈ બારોટ, ભાઈ વિશાલભાઈ, દાદા અને તેમના કાકા પણ સંગીતની દુનિયામાં જોડાયેલા હતા.
તેથી તેઓએ પણ નાનપણથી ભજનના કાર્યક્રમોમાં જવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે આ ક્ષેત્રમાં આગળ વધતા ગયા અને નામ બનાવી લીધું હતું, જીગ્નેશ કવિરાજના પરિવારના લોકો એવું ઇચ્છતા હતા કે તેઓ અભ્યાસ કરીને તેમના જીવનમાં આગળ વધે પણ તેમને પહેલાથી જ સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરી લીધું હતું.
જીગ્નેશ કવિરાજને અભ્યાસમાં રસ ન હતો એટલે તેમને સંગીત ક્ષેત્રે આગળ વધવાનું ચાલુ કર્યું હતું, તેઓએ શરૂઆતમાં વિસનગરના એક સ્ટુડિયોમાં જોડાયેલા કમલેશભાઈને ગીત ગાવા માટે વાત કરી હતી. તેઓએ ત્યાંથી શરૂઆત કરી
અને તે પછી માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં લગ્ન ગીત ગાવાનું ચાલુ કર્યું હતું. આમ તેઓ તેમની મહેનતથી આગળ વધ્યા અને આજે તેમની મહેનતથી તેઓએ ફોરચુનર કાર લીધી હતી અને થોડા સમય પહેલા મર્સીડીઝ કાર પણ ખરીદી હતી.