15 વર્ષ પહેલા કઈક આવા લાગતા હતા, ગુજરાતના પ્રખીયાત લોકગાયક “જીગ્નેશ કવિરાજ”.., આ ફોટાઓ તમે ક્યાય નહિ જોયા હોઈ..!
ગુજરાતના લોક કલાકારો ના ડાયરા ના કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ પોતાનો ડંકો વગાડી રહ્યા છે. આ કરીને આજે અમે તમને આ લેખ ની અંદર ગુજરાતના પ્રખ્યાત લોકગાયક એવા જીગ્નેશ કવિરાજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જીગ્નેશ કવિરાજ પોતાના જીવનની અંદર થોડા વર્ષો પહેલા કેવા દેખાતા હતા અને તેમના કેટલાક ફોટાઓ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સમય અનુસાર દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ બદલાતું રહેતું હોય છે. જીગ્નેશ કવિરાજ સફળતાની પાછળ તેમના ઘણા વર્ષોની મહેનત અને ખૂબ જ પરિશ્રમ છે.
આજના સમયમાં જીગ્નેશ કવિરાજ પોતાના સ્વરથી આ ગુજરાતના લોકોને ડોલાવી રહ્યાં છે. ખાસ કરીને આજના સમયમાં આ ગુજરાતની અંદર જીગ્નેશ કવિરાજ ના નામથી ઓળખાય છે, જીગ્નેશ કવિરાજ એ પોતાના જીવનની અંદર ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને અપાર મહેનત કરી છે તેના કારણે આજે તેમને આ ભવ્ય સફળતા મળી છે. જીગ્નેશ કવિરાજ જાનુ ના ગીત માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજના સમયમાં જીગ્નેશ કવિરાજ નું નામ એક ખૂબ જ મોટું નામ બની ગયું છે.
આજના સમયમાં ગુજરાતી ગીતોના બાદશાહ જીગ્નેશ કવિરાજ બની ગયા હોય તેવું કહેવું પણ ખોટું નથી, ગુજરાતી ગીત અને સાહિત્યમાં જીગ્નેશ કવિરાજ એ ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. અને આવનારા સમયમાં પણ તેવી જ રીતે મહેનત કરતા રહેશે. મોટા લગ્ન પ્રસંગ ની અંદર જીગ્નેશ કવિરાજ નું ગીત ન વાગે એવું બની શકતું નથી. બીજા લોક કલાકારો અને ગાયકો કરતા જીગ્નેશ કવિરાજ નો જીવન ખૂબ જ અલગ અને ખૂબ જ સાદગીભર્યું છે.
ખાસ કરીને વાત કરીએ તો આજના સમયમાં, જીગ્નેશ કવિરાજ ના ગીત માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. તેમજ તેમના પ્રોગ્રામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા બધા દેશો ની અંદર તેમના પ્રોગ્રામમાં થઇ રહ્યા છે. જીગ્નેશ કવિરાજની ગાવાની છટા અને સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવે છે. જીગ્નેશ કવિરાજને બાળપણથી જ લોકગીતો ગાવાનો ખૂબ જ શોખ રહેલો છે.
જીગ્નેશ કવિરાજ નો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ ગુજરાતની અંદર આવેલા મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. ખાસ કરીને આજે અમે તમને બાળપણની વાતો કરીએ તો જીગ્નેશ કવિરાજને પહેલાથી જ સંગીત ક્ષેત્રે ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કવિ રાજના પિતા હસમુખભાઈ બારોટ અને તેમના મોટા ભાઈ વિશાલભાઈ બારોટ અને તેના દાદા અને તેના કાકા પણ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તમે જીગ્નેશ કવિરાજ નાનપણથી જ તેમના પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામ માં જતા હતા.
જીગ્નેશ કવિરાજની ઘરેથી સૌ કોઈ લોકો ઇચ્છતા હતા કે, તેઓ ભણવામાં ધ્યાન આપે અને ભણવામાં જ તેમનું પોતાનું કેરિયર બનાવે. પરંતુ જીગ્નેશ કવિરાજના પહેલેથી જ ભણવામાં ખૂબ જ ઓછો રહેતો અને તેમને સંગીત ક્ષેત્રે જ પોતાનું કરિયર બનાવવાની એક અલગ ઈચ્છા હતી. એક દિવસ જીગ્નેશ કવિરાજના ગામની અંદર લગ્ન પ્રસંગ યોજાયો હતો. તે સમયે લગ્ન ગીતો આવવા માટે આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો ની સાથે જોડાયેલા કમલેશભાઈ એ એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી.
માત્ર 13 વર્ષની ઉંમરમાં જ જીગ્નેશ કવિરાજ ને જોઈને કમલેશભાઈ એ તેમને એક ગીત ગાવા માટે નો મોકો આપ્યો હતો. તે સમયે મોકા પર ચોક્કો મારતા જીગ્નેશ કવિરાજ પોતાનો પ્રિય મણીરાજ બારોટનું લીલી તુવેર શુકી તુવેર નામ નું પ્રસિદ્ધ ગીત ગાયું હતું. જીગ્નેશ કવિરાજ એ ગાયેલું આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. તે સમયે આ ગીત લોકોને ખૂબ જ લોકપ્રિય બન્યુ હતુ અને ખાસ કરીને જીગ્નેશ કવિરાજ નો અવાજ સંગીત સ્ટુડિયો ના કમલેશભાઈ ને પણ ખુબ જ પસંદ આવી ગયો હતો.
ત્યાર પછી કમલેશભાઈએ જીગ્નેશ કવિરાજ ને પોતાના સ્ટુડિયો ની અંદર આવી ને મળવા માટે કહ્યું હતું, એક દિવસ જીગ્નેશ કવિરાજ કમલેશ ભાઈને મળવા માટે તેના સ્ટુડિયો ગયા હતા અને, સમય દશામાનુ વ્રત ચાલતા હોવાથી આપણે તેમના ઉપર એક કેસેટ રેકોર્ડ કરવાની છે એ પણ તમારા અવાજ ઉપર. તે સમયે જીગ્નેશ કવિરાજ એ પોતાના કરિયરની પહેલી ઓડિયો કેસેટ્સ બહાર પાડી હતી તેનું નામ છે દશા માં ની મહેર.
લોકલાડીલા જીગ્નેશ કવિરાજ માત્ર આઠ ધોરણ જ ભણેલા છે અને તેમને બાળપણથી જ ખૂબ જ ગીતો ગાવાનો શોખ રહેલો છે. તેમણે એ પણ સાબિત કરી બતાવ્યું હતું કે મહેનત અને સ્થાર્થ સંઘર્ષથી તમે જીવનની અંદર કોઈપણ વસ્તુ મેળવી શકો છો. ત્યારબાદ ધીમેધીમે જીગ્નેશ કવિરાજ નાના-મોટા પ્રોગ્રામ ભરવાના શરૂ થઈ ચૂક્યા હતા. તેમણે એક વખત કહ્યું હતું કે તેમના પિતા અને કાકા તેને સ્કૂટર પર બેસાડીને પ્રોગ્રામ લઈ જતા હતા. આજના સમયમાં જીગ્નેશ કવિરાજ ડાયરો લગ્ન પ્રસંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર લોકોને પોતાના ગીતો દ્વારા ખૂબ જ મોજ કરાવી રહ્યા છે.
અત્યાર સુધી જીગ્નેશ કવિરાજ ઘણા બધા ગુજરાતની અંદર પ્રોગ્રામ કર્યા છે અને તેમના ગુરુ એવા કીર્તિદાન ગઢવી સાથે પણ તેમણે ઘણા બધા લોક ડાયરા કર્યા છે. ખાસ કરીને કિંજલ દવે વિક્રમ ઠાકોર ગમનભાઈ સાથલ જેવા કલાકારોની સાથે પણ તેમને ઘણા ગીતો અને ડાયરા ઓ કર્યા છે. ખાસ કરીને જીગ્નેશ કવિરાજના નવરાત્રી ની અંદર ખૂબ જ મોટી માત્રામાં ગીત વગાડવામાં આવે છે. જીગ્નેશ કવિરાજની સફળતાની પાછળ તેમના ઘણા વર્ષોની મહેનત છે.
જ્યારે તેઓ જૂના અનુભવની વાતો કરતા હતા ત્યારે કહેતા હતા કે, હું જ્યારે કોઈ મોટા પ્રોગ્રામ ની અંદર જતો હતો ત્યારે મોટા કલાકારોને કહેતો હતો કે મને એક ગીત ગાવા દો. તે સમયે આખી રાત મને બેસાડી રાખતા અને એમ કહીને તે થોડીવાર પછી તને ગાવા દેશ એવી રીતે આખી રાત બેસાડ્યા ના પણ ઘણી વખત અનુભવ થયા છે. આજના સમયમાં જીગ્નેશ કવિરાજ ના નામ ગુજરાત ની અંદર છવાઈ રહ્યું છે. તેમજ ગીત એમનું એક ગીત આવતાની સાથે જ લાખો લોકો જોવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોવે છે..