ગુજરાતના લોકપ્રિય “જીગ્નેશ કવિરાજ”ના પરિવારમાં જાણો કોણ કોણ છે ??, જોવો તેમના ધર્મપત્ની, માતા બાળકો તેમજ પરિવારના ફોટાઓ…

ગુજરાતના લોકપ્રિય “જીગ્નેશ કવિરાજ”ના પરિવારમાં જાણો કોણ કોણ છે ??, જોવો તેમના ધર્મપત્ની, માતા બાળકો તેમજ પરિવારના ફોટાઓ…

આજ ના સોનેરી સમયની અંદર ગુજરાતી કલાકારો પોતાના સુરીલા અવાજને કારણે આખા ગુજરાતના લોકો ને ડોલાવી રહ્યા છે. તેમજ આજ ના સમયમાં ગુજરાતી કલાકારો અને ડાયરા ના કલાકારો તેમજ સંગીતના કલાકારો એ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતું દેશ અને વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આજે આપણે આ લેખ ની અંદર કવિરાજ ના નામથી ખૂબ જ પ્રખ્યાત બનેલા જીગ્નેશ બારોટ વિશે વાત કરવા જઈ રહ્યા છે.

આજના સમયમાં ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બનેલા એવા, જીગ્નેશ કવિરાજના ગીતો ઘરે-ઘરે લોકો સાંભળી રહ્યા છે. તેમાં ગુજરાતની અંદર જીગ્નેશ કવિરાજ નું નામ ખૂબ જ મોટો બની ગયું છે અને ગીતોના બાદશાહ કહેવાતા જીગ્નેશ કવિરાજે ખૂબ જ સફળતાના શિખરો ચડી રહ્યા છે. મોટાભાગના લગ્ન પ્રસંગ ની અંદર ગુજરાતી ગીતો માં ખાસ જીગ્નેશ કવિરાજ ના ગીતને લોકો વધારે પસંદ કરે છે.

જીગ્નેશ કવિરાજ માત્ર ગુજરાતમાં જ નહીં દેશ વિદેશ ની અંદર પણ તેમણે ઘણા પ્રોગ્રામ કર્યા છે. જીગ્નેશ કવિરાજ નો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૮૮ ના રોજ મહેસાણા જિલ્લાની અંદર આવેલા ખેરાલુ ગામ ની અંદર થયો હતો. ખાસ વાત તો એ છે કે, તેમને બાળપણથી જ સંગીત ક્ષેત્રે ખૂબ જ અનોખો લગાવ હતો અને તેમના પિતા હસમુખભાઈ બારોટ તેમજ, તેમના મોટા ભાઈ વિશાલભાઈ બારોટ અને દાદા અને તેના કાકા પણ સંગીતની દુનિયા ની સાથે જોડાયેલા છે.

જીગ્નેશ કવિરાજ ખુબજ નાની ઉંમરમાં તેમના પિતા અને કાકા ની સાથે ભજન પ્રોગ્રામ ની અંદર જતા હતા અને ધીમેધીમે તેમણે સંગીત ક્ષેત્રની અંદર ઝંપલાવવા નું શરૂ કર્યું હતું. જીગ્નેશ કવિરાજ ના પરિવાર ના દરેક લોકો એવું ઇચ્છતા હતા કે, તેઓ ભણવામાં ધ્યાન આપે અને તેમનો કેરિયર બનાવે પરંતુ, જીગ્નેશ કવિરાજ ને પહેલાથી જ ભણવામાં ખૂબ જ ઓછો રસ હતો અને તેમને સંગીત ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધવું હતું.

એક દિવસ જીગ્નેશ કવિરાજના ફળિયા ની અંદર એક લગ્ન પ્રસંગનું આયોજન થયું હતું ત્યારે જીગ્નેશ કવિરાજ ગીતો ગાવા માટે આવેલા વિસનગરના સ્ટુડિયો ની સાથે જોડાયેલા કમલેશભાઈ ને એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી.

ત્યારે કમલેશભાઈએ માત્ર ૧૩ વર્ષના જીગ્નેશ કવિરાજ ને એક લગ્ન ગીત ગાવા માટે આપે છે. આ પ્રકારના ખાસ મોકા ઉપર જીગ્નેશ કવિરાજ એ તેમના પ્રિય મણીરાજ બારોટનું લીલી તુવેર સુકી તુવેર ગીત ગાયું હતું. જીગ્નેશ કવિરાજ એ ગાયેલા આ ગીત ને લોકો એ ખૂબ જ પસંદ કર્યું હતું અને તેને ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળ્યો હતો. ગીત ને કમલેશભાઈએ પણ વધારે પસંદ કર્યું હતું અને તેમને જીગ્નેશ કવિરાજ ને તેમના સ્ટુડિયો ઉપર આવીને મળવા માટે જણાવ્યું હતું.

થોડા સમય પછી જીગ્નેશ કવિરાજ કમલેશભાઈના સ્ટુડિયો ઉપર ગયા હતા અને કમલેશભાઈ એ જણાવ્યુ હતું કે, દશામાનુ વ્રત ચાલતું હોવાને કારણે કવિરાજના અવાજથી એ કેસેટ રેકોર્ડ કરવાની છે. ત્યારે જીગ્નેશ કવિરાજ એ પોતાના અવાજ ની અંદર પોતાના કરિયરમાં પહેલી ઓડિયો કેસેટ્સ બહાર પાડી હતી જેનું નામ છે “દશા માં ની મહેર”.

જીગ્નેશ કવિરાજ એ પોતાના જીવનની અંદર ગાયેલું પહેલું ગીત લોકો માં ખુબ લોકપ્રિય બન્યું હતું અને અને ધીરે ધીરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે ગુજરાતના ખૂબ જ લોકલાડીલા અને લોકપ્રિય એવા જીગ્નેશ કવિરાજ માત્ર આઠ ધોરણ ભણેલા છે અને તેમને બાળપણથી જ ગીતો ગાવાના ખૂબ જ શોખ રહેલો છે. જીગ્નેશ કવિરાજ એ ખૂબ જ વધારે મહેનત કરીને, અને વધારે સંઘર્ષ કરીને લોકોને સાબિત કરી બતાવ્યું છે કે મહેનતથી દરેક વસ્તુ મેળવી શકાય છે

ત્યાર પછી ધીમે ધીમે જીગ્નેશ કવિરાજ નાના-મોટા પ્રોગ્રામ મળવાનું શરૂ થયું હતું. એક પ્રોગ્રામ જીગ્નેશ કવિરાજ એ પોતાના અનુભવ જણાવતાં જણાવ્યું હતું કે, તેમના પિતા અને કાકા તેમને સ્કુટર પર બેસાડીને પ્રોગ્રામ માં લઇ જતા હતા અને જીગ્નેશ કવિરાજ નું ગીત ‘હાથમાં છે વિસકી ને આંખો માં પાણી’ એ ખૂબ જ લાંબા સમય સુધી ચાલ્યું હતું અને લોકો માં ખૂબ જ લોકપ્રિય બન્યુ હતું.

 

જીગ્નેશ કવિરાજ એ અત્યાર સુધીમાં ઘણા બધા પ્રોગ્રામ કરી ચૂક્યા છે અને લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. જીગ્નેશ કવિરાજ નું ગીત જયારે નવું બહાર પડવાનું હોઈ ત્યારે, લોકો ખુબજ આતુરતાથી રાહ જોતા હોય છે. તેમજ તેમણે માત્ર આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને આજના સમયમાં તેમની મહેનતને કારણે તેમણે ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત બન્યા છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *