Jessal Toral : જ્યારે જેસલ તોરલ ની સમાધિ ભેગી થશે તો ત્યારે દુનિયાનું શું થશે?,જાણો ….

Jessal Toral : જ્યારે જેસલ તોરલ ની સમાધિ ભેગી થશે તો ત્યારે દુનિયાનું શું થશે?,જાણો ….

Jessal Toral નું નામ ન સાંભળ્યું હોય એવું ગુજરાતમાં મળે જ નહીં. લગભગ સુધી બધા એવા જ લોકો હશે જેમણે જેસલ તોરલ નું નામ સાંભળ્યું હશે અને જે લોકો ગુજરાતમાં રહેતા હશે એમણે તો ચોક્કસ જેસલ તોરલ નું નામ સાંભળ્યું જ હશે. જેસલનો જન્મ ચૌદમી સદીની આસપાસ કચ્છ દેદા વંશ ના લાખાજી જાડેજાના પુત્ર ચંદુજી જાડેજા ને ત્યાં થયો હતો. અંજાન તાલુકાનું ગામ જેસલને મળ્યું હતું. ઘરાસમાં વાંધો પડતાં તે બહાર વાટીએ જતો રહ્યો. જેસલ જાડેજાની આખા કચ્છમાં વાત હતી. અને તેથી જ કહેવાતું હતું કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા.

એકવાર ભાભીના કડવા વેણ જાડેજાના અભિમાનને તેહેસ નેહસ કરી દીધો. જેસલ જાડેજાને ભાભી એ કહેલા કડવા વેણ યાદ રહી ગયા. અને જે કહ્યું એ કરી બતાવવા માટે નીકળી પડ્યો. અડધી રાત વીતી ગઇ હતી. ચારે તરફ સોપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાઠ ની પૂજન વિધિ ભજન મંડળી જામી હતી.

Jessal Toral
Jessal Toral

જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી એક બીજું બધું ભજન ચાલુ જ રહ્યું. સાસતિયા કાઠી જાગીરદાર હતો અને અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. ઘોડી ની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવા નિશ્ચય કર્યો.

એટલા માટે જ લાજ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને અહીં સાસતિયા કાઠીને ઠેકાણે પહોંચ્યો હતો. આવતાવેંત જ જેસલ જાડેજા કાઢી રાજના ગોઢાણ માં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા ચમકી ઉછળતી કુદતી જમીનમાંથી ખિલ્લોઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળ પાઘડી પટાવી અને પંપાળીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરી.

Jessal Toral
Jessal Toral

ઘોડી ના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો. પરંતુ બન્યું એવું કે ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈ ને જમીન માં પેસી ગયો. તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલા થી વીંધાઈ ગઈ હતી. અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો.

આમ છતા પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો પણ ના નીકળ્યો અને મુંગો પડ્યો રહ્યો. આ તરફ પાઠ ભુજન પૂરું થતા, સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ ને પ્રસાદ વહેંચવા નીકળ્યો. પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો એની પછી શોધખોળ ચાલી.

Jessal Toral
Jessal Toral

એટલામાં ઘોડીએ ફરીથી નાચ કૂદ શરૂ કર્યું. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવું માણસ હોવો જોઈએ. અંદર આવીને જોયું તો ખીલ્લાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલને જાડેજા ને જોયો. લોહી નીકળતા હાથ ને જોઈને રખેવાળના મોઢામાંથી બૂમ નીકળી ગઈ. હાથ ને ખીલ્લામાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો. અને જોઈને ઘોડી ના રખેવાળો એ મદદ કરી.

ખીલો કાઢ્યો અને કાઠી રાજ પાસે લઈ ગયા. જેસલ જાડેજા ની બધી પૂછપરછ કરવા મંડ્યો અને જેસલ જાડેજા એ કીધું હું કચ્છનો અને તમારી તોરી ને લઈ જવા માટે અહીંયા આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે તોરી ની માટે આટલી તકલીફ ઉઠાઈ તો જા એ તારી એમ કહી પોતાની તોરલને એમની કરી દીધી. કાઠી રાજની ગેરસમજ દૂર કરતા કહ્યું હું તો તમારી તોરી નામની ઘોડી ની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે તો ઘોડી પણ તમારી.

Jessal Toral
Jessal Toral

ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજા એ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી ને મળી ગઈ. તોરણ ને સાથે લઈને જેસલ કચ્છ તરફ જવા માંડ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી Jessal Toral વાહણ માં બેઠા જ્યારે બરોબર મધદરીએ તુફાન આવ્યો ત્યારે એકાએક વાદળ ચડી ગયા ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યું. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વાહ ડોલમ ડોલ થવા લાગયું. અચાનક પલટાયેલા મોહોલ જોઈને જેસલને લાગ્યું વહાણ હમણાં જ ડૂબી જશે. જેસલ કાયરની માફક કાંપવા લાગ્યો. સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠા હતા. તેના મુખ ઉપર કોઈપણ ભઈ ન હતો.

આ પણ વાંચો : shree Ganesha : ભગવાન ગણેશે મૂષકરાજને કેમ બનાવ્યું પોતાનું વાહન? પૌરાણિક કથા છે રોચક, ઉંદર બનીને ભાગવા લાગ્યો હતો રાક્ષસ

પણ શાંત તેજસ્વિતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરા તા આ નારી સીધીસાદી સતી છે. જેસલને તેમાં દેવીશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું. અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. એને ઝંઝાવાતમાં થી બચવા તોરલ દેવી ને વિનંતી કરવા માંડી. તોરલ એ જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. તેના અંદરની નિર્દયતા નસ્ટ થઈ ગઈ. અભિમાન ઓગળી ગયું. બીજી તરફ સમુદ્રનું તોફાન પણ શાંત થઇ ગયું.

થોડાક જ સમયમાં બહારવટિયા જેસલ નું ધરમૂળ નો પલટો આવી ગયો. અને તેનો હદય ફાયદો થઈ ગયો. જેસલને જ્યારે દરિયામાં મોત દેખાઈ ત્યારે તેનો બધું અભિમાન ઓગળી ગયું. મોતી તે ભારે વાની ડરવા લાગ્યો. અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને ફિલસૂફી લાગવા લાગી. આ કથાનો નિચોડ છે.

આજથી પાંચસો વર્ષ પહેલા કાઠિયાવાડમાં જેસલ જાડેજા ની હાક વાગતી હતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ અંજાર તેનું નિવાસસ્થાન હતું. અંજાર બહારના આંબલિયો ના કિલ્લા જેવા ઝુંડથી તેનું રક્ષણ થતું હતું. જેસલ રાઉ ચાંદાજી નો કુંવર હતો. અંજાર તાલુકાનું કિદાનું ગામ એને ગરાસમાં મળ્યુ હતું. પણ ગ રાસમાં હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો.

તે સમયે હાલનું અંજાર વાસના નામે ઓળખાતું હતું. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળિયુ એ વખતનો મુખ્ય વાસ હતું. તેનું તોરણ વિક્રમ સંવત છમા કાઠી લોકોએ બાંધ્યું હતું. એ વાસ નો જાપો હાલમાં મોહન રાયનું મંદિર છે.અંજાર ની બહાર ઉત્તર તરફ આવેલા આંબલિયો ના ઝુંડ તે વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા તેની અંદર સૂર્યનારાયણ કિરણો પણ ભાગ્યે જ પેસી શકતા હતા.

Jessal Toral
Jessal Toral

આ હતી ગીચ વન નું નામ. જેસલ જાડેજા વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી હતી. મારફાડ અને લૂંટફાડ એ એનો ધંધો હતો. એને એટલા પાપ કર્યા હતા કે જેનું કોઈ પાર પણ ન હતું. પરંતુ દરિયા ના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો. અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો.એક વખત જેસલ જાડેજા ની ગેરહાજરી માં એમને ત્યાં એક સંત મંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધિર વેપારીને ત્યાં દુકાને ગયા તોરલ તેમની પાસે યાચના કરી. માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જઈને વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો. રાત પડતા જ ધોધમાર વરસાદ શરૂ થયો.

સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા માટે સધીર ને ત્યાં પહોંચે છે. સધીરે જોયું કે સતી તોરણ ના કપડાં પાણીનું એક બુંદ નતું.આ ચમત્કાર જોઈને ભાન ઠેકાણે આવી ગઈ. અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો. એ વખતે કચ્છમાં જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા.મેવાડમાં રાજા માલદેવ અને રાણી રુપા દેવી ગણના થતી હતી.

એકબીજાના દર્શન માટે આ બે જોડા તરસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રુપા દેવ ને કચ્છ આવવાનું આમંત્રણ આપ્યું. આથી આ બે અંજાર આવવા નીકળી ગયા હતા. પરંતુ તેઓ અંદર પહોંચે તેના આગલા દિવસે જેસલ એ સમાધિ લઈ લીધી હતી. રાવળ માલદેવ અને રૂપા દેવી પ્રાણીને આવેલા જોઈને તોરલ જગાડવા એકતારો હાથમાં લીધો.

લોક કથા એમ કહે છે કે જ્યારે તોરલ એકતારો લઈને જેસલ ને જગાડવા નો પ્રયત્ન કરે ત્યારે ત્રણ દિવસની સમાધિમાંથી તે જાગયા ક્યાં હતા અને તોરલ ને મળ્યા હતા. લગ્ન મંડપ રચાયો, Jessal Toral ના માંડવે ચોરી ફેરા ફર્યા. એકબીજાને સોડ બે સમાધિ કરાવી અને ધરતીની ગોદમાં સમાઈ ગયા.કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર. એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે. ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે.

more article : દુખિયાના બેલી રામદેવપીર મહરાજ, જાણો તેની પાછળનું ખાસ કારણ. જય રામાપીર

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *