Jeevan Jyoti Insurance Scheme : વર્ષમાં 436 રૂપિયા આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના..
Jeevan Jyoti Insurance Scheme : કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જે કરોડો લોકોને કામ લાગી શકે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. જેને 436 રૂપિયા વાર્ષિક આપીને 2 લાખ સુધીનો વીમો મળે છે. ચાલો જાણીએ તેના વિશે…
Jeevan Jyoti Insurance Scheme : ભારત સરકાર પોતાના દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. તેમાંથી અલગ-અલગ વર્ગના લોકો માટે અલગ-અલગ પ્રકારની યોજનાઓ હોય છે. મહિલા માટે કેન્દ્ર સરકારની અલગ યોજનાઓ હોય છે. વડીલો માટે કેન્દ્ર સરકારની અલગ યોજનાઓ હોય છે.
Jeevan Jyoti Insurance Scheme : તો બીજી તરફ આ પ્રકારે બાળકો અને યુવાનો માટે અલગ યોજનાઓ હોય છે. પરંતુ કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જે કરોડો લોકોને કામ આવી શકે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. જેને 436 રૂપિયા વાર્ષિક આપીને 2 લાખ સુધીનો વીમો મળે છે. ચાલો જાણીએ આ યોજના વિશે..
436 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો
Jeevan Jyoti Insurance Scheme : ગરીબ લોકો સામાન્ય રીતે કોઈપણ પ્રકારનો વીમો લઈ શકતા નથી. તેમને ઘણીવાર સરકારી યોજનાઓ પર નિર્ભર રહેવું પડે છે. સરકારની આ વીમા યોજના ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. આ સ્કીમ હેઠળ 436 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. આ પોલિસી લેવા માટે કોઈપણ પ્રકારની મેડિકલ ટેસ્ટની જરૂર હોતી નથી.
આ પણ વાંચો : Health Tips : Diabetes હોય તો સવારે દહીં સાથે આ 5 વસ્તુ ખાવાનું કરો શરુ, દવા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર..
Jeevan Jyoti Insurance Scheme : બસ પોલિસી લેતી વખતે સહમતિ પત્રમાં તમારે કેટલીક બિમારીઓ વિશે જાણકારી આપવાની હોય છે. 18 વર્ષથી માંડીને 55 વર્ષ સુધી કોઇપણ નાગરિક આ વીમા યોજના માટે અરજી આપી શકે છે. તેની પોલિસી 1 જૂનથી લઇને 31 સુધી હોય છે. આ ઓટો રિનુઅલ હોય છે. ઓટો ડેબિટના માધ્યમથી દર વર્ષે તમારા ખાતામાંથી આટલા રૂપિયા કપાઇ જાય છે.
આ પણ વાંચો : Aaj nu rashifal : દૈનિક રાશિફળ વાંચો, અને જાણો કે આજનો દિવસ કેવો રહેશે..
નોમિનીને મળે છે બે લાખ રૂપિયા
Jeevan Jyoti Insurance Scheme : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા લેનાર વિમા ધારકના મૃત્યું બાદ આ વિમાની રકમ નોમિનીને ટ્રાંસફર કરવામાં આવે છે. તેના માટે નોમિનીને જે બેંકમાંથી આ યોજના લેવામાં આવે છે તેને બેંકમાં જઇને જરૂરી દસ્તાવેજ જમા કરાવવાના હોય છે. જેમાં ડેથ સર્ટિફિકેટ પણ સામેલ હોય છે. વિમા ધારકના મૃત્યુંના 30 દિવસમાં જ આ પોલિસી ક્લેમ કરવાની હોય છે.