Jed Blue : એક નાનકડી સિલાઈ મશીનની દુકાનથી શરૂ કરીને આજે 225 કરોડની જેડ બ્લુ નામની ફેમસ બ્રાન્ડના માલિક છે આ વ્યક્તિ…

Jed Blue : એક નાનકડી સિલાઈ મશીનની દુકાનથી શરૂ કરીને આજે 225 કરોડની જેડ બ્લુ નામની ફેમસ બ્રાન્ડના માલિક છે આ વ્યક્તિ…

Jed Blue : આપણી અથાગ મહેનત, પરિશ્રમ, અને સમયની સાથે લગ્ન થી કામ કરીએ તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચ્યે છીએ, અને આપણને સફળતા મળી જાય છે, ઘણા એવા દિગ્ગજ લોકો છે, કે જેમણે પોતાનું નામ બનાવવા અને સફળતા મેળવવા ઘણી મહેનતો કરી છે, અને ઘણી મુશ્કેલી નો પણ સામનો કર્યો છે, તેવીજ એક કંપની કે જેની શરૂઆત કેવી રીતે થઇ અને તે કંપની ના સ્થાપક ક્યાં હતા, અને હાલ તેની મહેનતથી ક્યાં પોંચી ગયા તેના વિષે વાત કરવાની છે.

Jed Blue : આપણે સૌ જેડબ્લુ કંપનીનું નામ સાંભળ્યું જ હશે, આ કંપની ના સંસ્થાપક “જીતેન્દ્ર ચૌહાણ” છે, તેમણે તેમના ભાઈ વિપિન ચૌહાણ સાથે મળીને વસ્ત્રોના આ ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે, આ કંપની ને ખાસ ઓળખ મળવાનું કારણ એ છે, કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પીનસ્ટ્રાઈપ સુટ ઉપર જેડબ્લુ લેબલ પણ હતું, કે જે આ સુટની હરાજી કરવામાં આવી ત્યારે આ સુટ ની કિંમત રૂ.૪ કરોડ ૩૧ લાખ બોલાઈ હતી, તેના કારણે જેડ બ્લુ ની ભારતમાં ઓળખ મળી હતી, પરંતુ આ ઓળખ એ સફળતા સરળતા થી નથી મળી તેની પાછળ ખુબ જ મહેનત લાગી છે.

Jed Blue
Jed Blue

Jed Blue :જીતેન્દ્રભાઈ અને તેના ભાઈ ની વાત કરીએ તો તેમનો પરિવાર લીંબડી માં છ પેઢી થી સિલાઈ નું કામ કરતો હતો, અને તેમના પિતા ને ઘણી જગ્યાએ કપડા સીવવાની દુકાનો ચલાવી હતી, પરંતુ તે ક્યાય સ્થાઈ થઇ શક્યા ન હતા, અને જીતેન્દ્ર ભાઈ ની ઉંમર જયારે ૫ વર્ષ ની હતી, ત્યારે તેમના પિતા એ અચાનક સન્યાસ લીધો હતો, અને ત્યારબાદ જીતેન્દ્ર પર ઘરની તમામ જવાબદારી તેમના પર આવી ગઈ હતી, તેમનો એક માત્ર આવકનો સ્ત્રોત તેમની એક દુકાન “ચૌહાણ ટેલર્સ” કે જે સાબરમતી આશ્રમ પાસે હતી. ત્યારબાદ એક વર્ષ પછી તેમનો સંપૂર્ણ પરિવાર અમદાવાદ માં રતનપોળ માં રહેવા લાગ્યા હતા.

આ પણ વાંચોઅચૂક વાંચજો : દીકરી બોલી – મારે સાસુ સસરા સાથે નથી રહેવું, દરેક માતા પિતાએ સમજવા જેવો કિસ્સો….

Jed Blue : જીતેન્દ્રે સૌપ્રથમ ત્યાં તેમના મામા ની દુકાનમાં કામ કરવાનું શરુ કર્યું હતું, ત્યારે તેમની ઉંમર ફક્ત ૧૩ વર્ષની હતી, ત્યાં તેમને સિલાઈ અને બટન કઈ રીતે બનાવું તે શીખી લીધું હતું., ત્યારબાદ ત્યાં અનુભવ લીધો હતો, ત્યરબાદ વર્ષ-૧૯૭૫ માં તેમના મોટા ભાઈ દિનેશ એ “દિનેશ ટેલર્સ” કરી એક દુકાન બનાવી હતી, તે સમય દરમિયાન તેમણે તેમનો કોલેજ નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને તે સમયગાળા દરમિયાન તે તેના મોટા ભાઈની દુકાનમાં બધી વસ્તુ શીખતા હતા.

Jed Blue
Jed Blue

Jed Blue : ત્યારબાદ સૌ પ્રથમ વર્ષ-૧૯૮૧ માં જીતેન્દ્ર એ પોતાની એક દુકાન ખોલી હતી, તેનું નામ બીસ્પોક ટેઈલરીંગ અને ફેબ્રિક નામની દુકાન ખોલી હતી, ત્યારબાદ તેમાંથી તેમણે ધીરે ધીરે રીટેઇલિંગ નું કામ શરુ કર્યું, તેમાંથી તેમણે ધીરે ધીરે શર્ટ અને પેન્ટ બનવાનું શરુ કર્યું હતું, અને ધીરે ધીરે જીતેન્દ્ર પોતાના ધંધામાં વધુ સારી કામગીરી કરી આગળ વધ્યા ખાસ તો તેમને ફેશનેબલ ડીઝાઇન ગ્રાહક મૈત્રીપૂર્ણ સેવા અને મૌખિક માધ્યમ એ તેમના માટે મહત્વનું છે.

Jed Blue : ત્યારબાદ વર્ષ-૧૯૯૫ માં તેમણે પોતાની કડી મહેનત થી ૨૮૦૦ ચો.ફૂટના ક્ષેત્રમાં “જેડ બ્લુ” નામની દુકાનની સ્થાપના કરી, અને ધીરે ધીરે વર્ષ-૧૯૯૯ માં તે ૫૫૦૦ ચો.ફૂટના ક્ષેત્રમાં વિસ્તર્યું હતું, કે જ્યાં પુરુષ કોસ્મેટીક ના ૧૨ રાષ્ટ્રીય પ્રીમીયમ બ્રાંડ મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ સમય જતા જેડ બ્લુ સ્ટોર્સ માં સંસ્કૃતિક વસ્ત્રો અને જીન્સ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેની રેંજ ની ઓફર કરવા માટે અહીં “ગ્રીન ફાઈબર સ્ટોર નામની સ્થાપના કરી. ત્યારબાદ તેની મહેનત થી ૨૨ સ્ટોર્સ સાથે ૧૮ શહેરોમાં ઉપલબ્ધ છે, અને જેડ બ્લુ કંપની ઉપલબ્ધતા રાષ્ટ્રીય સ્તરે નોંધાવી છે.

Jed Blue
Jed Blue

Jed Blue :આજની વાત કરીએ તો આ ચૌહાણ ભાઈઓ નરેન્દ્ર મોદી, અહેમદ પટેલ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, કરશનભાઈ પટેલ જેવા જાણીતા રાજકારણીઓ ને વ્યક્તિગત રીતે ટેલરીંગ ની સેવાઓ પૂરી પાડે છે એટલું જ નહી, ૨૨૫ કરોડનું ટ્રનઓવર ધરાવતું “જેડ બ્લુ” પરિવાર

more article : નર્મદા નદીની પ્રેમ કથા : નર્મદા નદીની 3 પ્રેમ કથા તમને ભાવુક બનાવશે તમે ક્યારેય નહીં સાંભળી હોય માં નર્મદા ની પ્રેમ કથા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *