જય માનવ સેવા પરિવાર દ્વારા નડિયાદ ખાતે 21 અનાથ દીકરીઓના સાહી ઠાઠમાંઠ થી કરવામાં આવ્યા લગ્ન,જોવો તસવીરો
આ સમયે લગ્નની સિઝન ચાલી રહી છે, દરેક વ્યક્તિ પોતાના લગ્નને મોટી રકમ ખર્ચીને યાદગાર બનાવવા માંગે છે, દરેક દીકરીનું સપનું હોય છે કે તેના માતા-પિતા તેના લગ્ન ધામધૂમથી કરે, પરંતુ જે દીકરીઓના માતા-પિતા નથી હોતા તે એવું નથી કરતી.
તે દરેક દીકરીઓનું લગ્ન કરવાનું સપનું અધૂરું રહી જાય છે.ત્યારે નડિયાદમાંથી માનવતાની એક ઘટના સામે આવી છે,આ ઘટના વિશે જાણીને તમે પણ ખુશ થઈ જશો.
આ માનવતાવાદી કાર્ય કર્યું હતું. જય નડિયાદના માનવ સેવા પરિવાર દ્વારા દિકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવી તેમના સપના સાકાર કર્યા.
આ સમૂહલગ્નમાં 125 જેટલા રક્તદાતાઓએ ભાગ લીધો હતો. જય માનવ સેવા પરિવાર ગરીબ પરિવારની દીકરીઓ માટે માનવતા પ્રદાન કરે છે જેમના માતા-પિતા નથી અને તેમના લગ્નનું સપનું અધૂરું રહી જાય છે.
જય માનવ સેવા પરીવાર દ્વારા દિકરીઓના લગ્ન મંડપથી માંડીને રાત્રિભોજન સુધીની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જય માનવ સેવા પરિવાર દ્વારા આટલો પ્રેમ જોઈ તમામ દિકરીઓ ખુબ જ ભાવુક બની ગઈ હતી.ગ્રુપના આયોજકોએ રજૂઆત કરી હતી.
અનાથ દીકરીઓના માતા-પિતાની ફરજ હતી અને તેમના લગ્ન કરાવ્યા, વિદાય લેતી વખતે દરેક દીકરી પોતાના માતા-પિતાને યાદ કરીને રડી પડી, દીકરીઓને હજારો રૂપિયાનો કરિયાવર પણ આપ્યો.
જેમાં 200 જેટલી ચીજવસ્તુઓ હતી, આની મદદથી આનાથી દીકરી તેના નવા જીવનની સારી શરૂઆત કરી શકે છે.આ પ્રસંગે પૂ.જયરામ દાસજી મહારાજ, સંતરામ મંદિર નડિયાદના નિર્ગુણદાસજી મહારાજ સહિત અનેક સંતો અને મુખ્ય દાતા દેવાંગભાઈ ઈપ્કોવાળા.
તેમજ તેમના પરિવારજનો, ધારાસભ્ય પંકજ દેસાઈ, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત વિવિધ ધાર્મિક, સંસ્થાના વડા, જય માનવ સેવા ટ્રસ્ટના મનુ મહારાજ, ભારતીબેન જોષી, અન્ય સામાજીક, સ્વૈચ્છિક સંસ્થાઓના વડા હાજર રહ્યા હતા.
તો મહત્વની વાત એ કહી શકાય કે, અહીંયા દિકરાના ઘર (વૃદ્ધાશ્રમ)માં વસવાટ કરતા 100થી વધુ વડીલોએ આ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.લગ્નમા લગભગ 4 હજાર જેટલા માણસો હાજર રહ્યા હતા અને તમામનો જમણવાર પણ કરાયો હતો. આમ આ સંસ્થાએ 21 દીકરીઓના લગ્ન કરાવી માતા-પિતાની ગરજ સારી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે