જાનવરો માટે જન્નત છે આ જગ્યા માણસો એ અહીં બનાવ્યા છે પશુ પક્ષીઓ માટે AC વાળા ઘર,જુઓ તસવીરો…..

જાનવરો માટે જન્નત છે આ જગ્યા માણસો એ અહીં બનાવ્યા છે પશુ પક્ષીઓ માટે AC વાળા ઘર,જુઓ તસવીરો…..

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રાજસ્થાન બોર્ડર પર આવેલા સોડાલ ગામથી માત્ર 2 કિ.મી. દુર રાજસ્થાનની બોર્ડર પર શ્રી શુંદર પરીવાર સંચાલિત અખંડ જીવ મૈત્રીધામ પાંજરાપોળ ત્રણ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આ પાંજરાપોળ નહીં પરંતુ પશુઓ માટે સ્વર્ગ સમાન એક અદભુત જગ્યા છે તેમજ આસપાસના ગામના લોકો માટે પણ આ આર્શિવાદ રુપ પાંજરાપોળ માનવામાં આવે છે આ પાંજરાપોળને કેમ સ્વર્ગ સમાન કહેવામાં આવે છે તેની પર એક નજર કરીએ.

સોડાલ ગામે બનેલી હાઈટેક પાંજરાપોળ પશુ-પંખી માટે સંજીવની બની છે.બીમાર પશુની સારવાર બાદ અહીં જ રખાય છે.હાલમાં 150 પશુનો વસવાટ છે. પાંથાવાડાથી 8 કિ.મી. દૂર સોડાલ ચાર રસ્તા પર સુંદર પરિવાર સંચાલિત અખંડ જીવ મૈત્રી ધામ પાંજરાપોળની સ્થાપના 18 જૂન-2016માં સોડાલ ચાર રસ્તા પાસે કરવામાં આવી હતી.

રતનિર્મળ પાજરાપોળની ગણના ગુજરાત પ્રસિદ્ધ પાજરાપોળમાં ગણતરી થાય છે.બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના સોડાલ ગામ એટલે પછાત ગામ તરીકે પણ ઓળખાય છે અને આ ગામથી માત્ર 2 કિલોમીટરના અંતરે રાજસ્થાન શરૂ થાય છે. આ ગામામાં કેટલાંક જૈન સમાજના અગ્રણીઓએ સાથે મળીને ગામની નજીક જમીન ખરીદીને એન.એ. કરાવી હતી.

જૈન ટ્રસ્ટીઓ દ્વારા જન ભાગીદારીથી ચાલતી આ પાંજરાપોળની સુવિધા તેમજ બાંધકામ આલીશાન મહેલ કરતાં પણ વિશેષ છે. તેમજ પાજરાપોળમાં સ્વચ્છતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. પાંજરાપોળ અહીના વિસ્તાર માટે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસીત થયું છે.

આજુબાજુના વિસ્તારના પશુ પંખી માટે સજીવની સાબિત થઈ છે. ટૂંક સમયમાં સમગ્ર વિસ્તારમાં વેરી ગૌ શાળા નામથી પ્રચલિત બની.છે. એમ્બ્યુલન્સ મારફતે આજુબાજુના વિસ્તારના ઈજાગ્રસ્ત પશુ-પંખીને સારવાર અર્થ અહી લાવવામાં આવે છે.

અહી હાજર નિષ્ણાંત તબીબો નિ:શુલ્ક સારવાર કરી રહ્યા છે. અહી માત્ર ગાય, ભેંસ જ નહી પંરતુ ઉંટ, આખલા, મોર, સસલા, નિલગાય, કબૂતર વગેરે અબોલ જીવોની પણ સારવાર કરવામાં આવે છે. પાંજરાપોળમાં મહીનાનો રૂ.7 લાખથી વધુ ખર્ચ થતો હોય છે.

તેમાં મેડીકલ ખર્ચ, દવાઓ, ઘાસચારો, સાગરદાણ, તબીબો, સ્ટાફનો પગાર, સફાઇનો સમાવેશ થાય છે.આ જમીનમાં કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને તે વખતે લોકો વિચારતા હતા કે આ જગ્યાએ ફુવારાઓ કેમ ફિટ કરવામાં આવે છે તો અહીં રાજસ્થાન નજીક હોવાથી રીસોર્ટ બનતો હશે.

પરંતુ 18 જુન 2016ના રોજ શ્રી સુંદર પરીવાર દ્વારા અખંડ જીવ મૈત્રીધામ નામે પાંજરાપોળ ઉભી કરવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે લોકોને ખબર પડી કે આ લોકો માટે રીસોર્ટ નહીં પણ પશુઓ માટેનું રીસોર્ટ બનાવવામાં આવ્યું છે.

આ પાંજરાપોળમાં સતત તમામ ટ્રસ્ટીઓની નજર રહે તે માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તે ઓનલાઈન હોવાથી તેના ટ્રસ્ટ્રીઓ મુંબઇ અને સુરત બેઠા આ સંચાલનનું ધ્યાન રાખી શકે છે. આ પાંજરાપોળ ધાનેરાથી 25 કિ.મી અને પાંથાવાડાથી 8 કિ.મીના અંતરે સોડાલ, ભાંડોત્રા, બોટ, ધનીયાવાડા ચાર રસ્તા ઉપર આવેલું છે. આ પંજરાપોળના સંચાલનમાં તમામ જૈન અગ્રણીઓ કામ કરી રહ્યા છે. પરંતુ આ ટ્રસ્ટમાં કોઇ પ્રમુખ કે કોઇ મંત્રી નથી.

ગૌશાળા તેમજ પશુ નિવાસ.પાજરાપોળની ગૌશાળા પણ વિશેષ પ્રકારની છે. આ પાંજરાપોળમાં બે પ્રકારના પશુઓ સારવાર માટે આવે છે. એક માલિકના પશુઓ બીજા બિન માલિકી એટલે રસ્તામાં ફરતા પશુ પંખીને જીવ દયા પ્રેમી સારવાર માટે લઈ આવે છે. તેમાં માલિકના પશુઓને નિ:શુલ્ક સારવાર કરી પરત આપવામાં આવે છે. ત્યારે અન્ય પશુઓને સારવાર કર્યા બાદ અહી જ રાખી તેમની સાર સંભાળ રખાય છે. 150થી પણ વધુ પશુ આજે વસવાટ કરે છે.

પાંજરાપોળનું વિશેષ આકર્ષણ છે પંખીઘર.પાંજરાપોળમાં એક વિશેષ પંખીઘર બનાવવામાં આવ્યું છે. તેમાં ઇજાગ્રસ્ત પંખી તેમજ પશુઓની સારવાર કરી તેમના માટે અલગ અલગ બ્લોકની ફાળવણી કરી તેમાં રાખવામાં આવે છે.આ પાંજરાપોળને સંચાલન કરનાર તમામ વ્યક્તિને સરખો જ હોદ્દો આપવામાં આવ્યો છે.

તેમજ બે ટ્રસ્ટીઓ આખું વર્ષ આ પાંજરાપોળની સેવામાં રહે છે અને તેમની દેખરેખ નિચે આ બીમાર પશુઓની સારવાર તેમજ રખડતા પશુઓને આસરો આપવામાં આવે છે. હાલમાં 100 જેટલા પશુઓ તેમજ 50 જેટલા જંગલી પશુ અને પક્ષીઓ (નિલગાય, સસલા, મોર વાંદરાઓ તેમજ અન્ય પક્ષીઓ) આ પાંજરાપોળમાં રાખવામાં આવેલા છે. આ પાંજરાપોળ લક્ઝૂરિયસ છે.

ક્યા પ્રકારની રાખવામાં આવેલ છે સુવિધાઓ: પશુઓ માટે 6000 સ્કેવર ફુટમાં બનાવેલ આધુનિક ઓપરેશન થિયેટર સાથેની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. દાઝેલા પશુઓ માટે એસી રુમની પણ વ્યવસ્થા પણ છે. બિમાર પશુઓ માટે અલગ વ્યવસ્થા છે. પક્ષીઓ અને જંગલી પશુઓ માટે પણ રાખવાની અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

બીમાર પશુઓને લાવવા માટે આધુનિક સુવિધાવાળી એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. પક્ષીઓ માટે આધિનિક પક્ષીઘર, નાહવા માટે સ્વીમિંગની પુલની પણ બનાવવામાં આવ્યું છે. સુકો ઘાસચારો ભરવા માટે અધતન સુનિધાવાળા ગોડાઉ પણ બનાવવામાં આવેલ છે.

બીમાર પશુઓની સારવાર માટે બે સર્જન ડોક્ટરો અને ત્રણ એલ.આઇ ની ટીમ સતત 24 કલાક હાજર રહે છે. ડોક્ટરો તેમજ સ્ટાફને રહેવા માટે બહુ સરસ મકાન પણ બનાવવામાં આવેલ છે દર મહીને પશુઓ માટે ફ્રી સારવાર કેમ્પ રાખવામાં આવે છે.

પાંજરાપોળથી 12 કિ.મી.ના વિસ્તારના પશુપાલકોના પશુઓને ફી સારવાર આપવામાં આવે છે.કચરાના નિકાલ માટે સ્પે. વેસ્ટરુમ બનાવવામાં આવેલ છે. જ્યારે નાના અને મોટા પશુઓ માટે રહેવાની અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવેલી છે આ પાંજરાપોળમાં 1000થી પણ વધારે પશુઓના ઓપરેશન કરવામાં આવ્યા છે.

ઉતરાયણના પર્વમાં ત્રણ દિવસનો પક્ષીઓ માટે સારવાર કેમ્પ રાખવામાં આવે છે. ત્રણ વર્ષમાં 8000 જેટલા પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાં ગાય, ભેસ, બળદ, બકરા, ગધેડા, વાંદરા, સસલા, નિલગાય, ઉંટ તેમજ મોર અને અનેક પક્ષીઓ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *