આ અઠવાડિયે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં આવશે ખુશીઓ, જાણો તમારું આ અઠવાડિયાનુ રાશિફળ…

આ અઠવાડિયે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં આવશે ખુશીઓ, જાણો તમારું આ અઠવાડિયાનુ રાશિફળ…

કળિયુગની સૌથી મોટી જરૂરિતાય છે પૈસા જેનુ કારણ એ છે કે તે એકમાત્ર એવો માર્ગ છે જે આપણી જરૂરિયાતોથી લઈને આપણને સામાજિક પ્રતિષ્ઠા પણ અપાવે છે. હજારો વર્ષો પહેલા જ ભાગવત પુરાણમાં આ ભવિષ્યવાણી કરી દેવામાં આવી હતી કે કળિયુગમાં એક સારુ કુળ(પરિવાર) એ જ કહેવાશે જેની પાસે સૌથી વધુ ધન હશે. એવા પરિવારનુ સમ્માન થશે, લોકો તેમની સામે શિશ ઝૂકાવશે , તેમના ધનની ચમકથી પ્રભાવિત રહેશે. આ જ કારણ છે કે ધન માત્ર જીવનની નાની જરૂરિયાતોને પૂરી કરવા માટે જ નહિ પરંતુ સમાજમાં એક હોદ્દો બનાવવા માટે પણ જરૂરી બની ગયુ છે.

મનુષ્ય પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવામાં સક્ષમ હોય છે પરંતુ દરેક જણ પાસે અઢળક ધન હોય એ સંભવ નથી. મનુષ્ય જીવન બે આધારે ચાલે છે – પહેલુ નસીબ અને બીજુ કર્મ. નસીબમાં જો ધનવાન થવાનુ લખ્યુ હોય તો તે વ્યક્તિ ચોક્કસ ધન મેળવશે પરંતુ સાથે જ પોતાના કર્મોથી પણ તે ધન મેળવી શકે છે. હિંદુ શાસ્ત્રોમાં મનુષ્યના કર્મો દ્વારા તેની મનોકામના પૂર્ણ થવાનુ મહત્વ જણાવવામાં આવ્યુ છે. માટે એવા ઘણા શાસ્ત્રીય ઉપાય આપ્યા છે જેના દ્વારા મનુષ્ય પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવામાં સક્ષમ હોય છે. આ શાસ્ત્રીય ઉપાય મંત્ર જાપથી લઈને દાન-પુણ્ય સાથે પણ જોડાયેલા છે.

જો તમે પણ ધનવાન બનવા માંગતા હોય તો આજે અમે તમને ધનની દેવી લક્ષ્મીના અમુક મંત્ર બતાવવા જઈ રહ્યા છે. આ મંત્ર રાશિ અનુસાર જણાવીશુ, તો તમે પણ પોતાની રાશિ અનુસાર મંત્ર લઈ બતાવેલી સંખ્યામાં તેના જાપ કરો. હિંદુ ધર્મ મુજબ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાથી જાતક ઉપર ધનની વર્ષા થાય છે. જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને તે ધનવાન બને છે. લક્ષ્મીના આશીર્વાદ મળવાથી જીવનમાં ધન અને ખુશી બંને આવે છે. તો આવો જાણીએ રાશિ અનુસાર શું છે તમારા લક્ષ્મી મંત્ર.

મેષ રાશિ માટે લક્ષ્મી મંત્ર: મેષ રાશિના જાતક મંગળ ગ્રહથી પ્રભાવિત હોય છે, તેમનામાં ઓછા સાધનોથી ગુજરાન ચલાવવાનો ગુણ નથી હોતો. તે હંમેશા જીવનથી વધુ અપેક્ષા રાખે છે. મેષ રાશિના જાતકો ધન પ્રાપ્તિ માટે મા લક્ષ્મીના ‘શ્રી’ મંત્રો જાપ 1008 વાર કરવો જોઈએ. આ શબ્દનો જાપ કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થશે.

વૃષભ રાશે માટે લક્ષ્મી મંત્ર: પરિવાર તેમજ જીવન પ્રત્યે સંવેદનશીલ ભાવ રાખનાર હોય છે વૃષભ રાશિના જાતક. તેમના માટે લક્ષ્મી મંત્ર આ પ્રકારે છે ॐ सर्वबाधा विर्निमुक्तो धनधान्यसुतान्वित: मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशय: આ મંત્રની રોજ ઓછામાં ઓછી એક માળા કરવી.

મિથુન રાશિ માટે લક્ષ્મી મંત્ર: બેવડુ વ્યક્તિત્વ ધરાવતા પરંતુ પોતાના કામ પ્રત્યે મહેનતી હોય છે મિથુન રાશિના જાતક. જો તે નક્કી કરી લે તો અસંભવને પણ સંભવ બનાવી શકે છે. તેમના માટે લક્ષ્મી મંત્ર ॐ श्रीं श्रीये नम: આ મંત્રની રોજ એક માળાનો જાપ કરવો.

કર્ક રાશિ માટે લક્ષ્મી મંત્ર: પરિવાર પ્રત્યે પ્રેમ અને તેમની દરેક જરૂરિયાતનુ ધ્યાન રાખવુ પોતાની જવાબદારી સમજે છે કર્ક રાશિના જાતક. લક્ષ્મી મંત્ર ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ આ મંત્રની રોજ એક માળા કરવી.

સિંહ રાશિ માટે લક્ષ્મી મંત્ર: સમાજમાં સમ્માન મેળવવા અને ધન પ્રત્યે ખૂબ જ આકર્ષિત હોય છે સિંહ રાશના જાતક. તેમના માટે લક્ષ્મી મંત્ર આ પ્રકારે છે. ॐ श्रीं महालक्ष्म्यै नम: આ મંત્રની રોજ એક માળા કરવી.

કન્યા રાશિ માટે લક્ષ્મી મંત્ર: ખૂબ જ સમજદાર અને બધા લોકોને સાથે લઈને ચાલનાર હોય છે કન્યા રાશિના જાતક. જીવન પ્રત્યે તેમની ખૂબ જ સરળ વિચારો હોય છે પરંતુ તેમછતાં બાકીના લોકોથી અલગ હોય છે. લક્ષ્મી મંત્ર ॐ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी नम: આ મંત્રની રોજ સવારે ઓછામાં ઓછી એક માળા કરવી.

તુલા રાશિ માટે લક્ષ્મી મંત્ર: જીવન પ્રત્યે તુલનાત્મક વિચારો ધરાવનાર, સમજદાર અને સુલઝેલા લોકો હોય છે તુલા રાશિના જાતક. લક્ષ્મી મંત્ર ॐ श्रीं श्रीय नम: તુલા રાશિની જાતકોએ આ લક્ષ્મી મંત્રની રોજ એક માળા અથવા આનાથી વધુ પણ જાપ કરી શકે છે.

વૃશ્ચિક રાશિ માટે લક્ષ્મી મંત્ર: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના જાતક જીવનની શરૂઆતના પડાવમાં ઘણી મુશ્કેલીઓ સહન કરે છે પરંતુ 28ની ઉંમર પાર કર્યા બાદ તેમની આર્થિક સ્થિતિ આપમેળે સુધરવા લાગે છે. પરંતુ તેને વધુ સારી બનાવવા માટે આ લક્ષ્મી મંત્રનો ઉપયોગ કરવો ॐ ह्रीं श्रीं लक्ष्मीभयो नम:

ધન રાશિ માટે લક્ષ્મી મંત્ર: દેવગુરુ બૃહસ્પતિના પ્રભાવમાં જાય છે ધન રાશિના જાતક. જો મા લક્ષ્મી સાથે આ બૃહસ્પતિ દેવને પણ પ્રસન્ન કરવાના ઉપાય કરો તો ધનવાન બની શકો છો. લક્ષ્મી મંત્ર ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नम: આ મંત્રની એક માળા(108 વાર) દિવાળીના દિવસે કરવી અને ત્યારબાદ રોજ 2 માળા કરવી.

મકર રાશિ માટે લક્ષ્મી મંત્ર: મહેનતી અને સમજદાર હોય છે મકર રાશિના જાતક. આ લોકો ક્યારેય પણ જીવનમાં ઉતાવળમાં કામ નથી કરતા. દરેક કામને સમજી વિચારીને કરતે છે. લક્ષ્મી મંત્ર ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौं આ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવી.

કુંભ રાશિ માટે લક્ષ્મી મંત્ર: કુંભ રાશિના સ્વામી શનિ છે, શનિ કર્માનુસરા ફળ આપનાર ગ્રહ છે માટે આ રાશિના જાતક પોતાના સારા કર્મો પર સારા અને ખરાબ કર્મો પર જલ્દીમાં જલ્દી ખરાબ ફળ મેળવે છે. લક્ષ્મી મંત્ર ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नमः स्वाहा। આ મંત્રની રોજ એક માળા કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થશે.

મીન રાશિ માટે લક્ષ્મી મંત્ર: મીન રાશિનો સ્વામી ગ્રહ છે દેવગુરુ બૃહસ્પતિ કે જે સ્વયં ધન-ધાન્ય અપાવનાર છે. તેમના માટે લક્ષ્મી મંત્ર આ રીતે છે ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नम: રોજ બે માળા કરવાથી ફળની પ્રાપ્તિ થશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *