જન્મદિવસ ઉજવો તો આવો ઉજવો ! આ ઉદ્યોગપતિએ પોતાના સંતાનનો પેહલો જન્મદિવસ પર 36 યુગલના લગ્ન કરાવશે…વખાણ લાયક

જન્મદિવસ ઉજવો તો આવો ઉજવો ! આ ઉદ્યોગપતિએ પોતાના સંતાનનો પેહલો જન્મદિવસ પર 36 યુગલના લગ્ન કરાવશે…વખાણ લાયક

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આમ તો તમે જોયું હશે કે આધુનિક યુગ આવતા વર્તમાનમાં લોકો પોતાના સંતાનનો જન્મદિવસ અથવા તો લગ્નની સાલગીરા જેવા દિવસોમાં હોટેલો અથવા તો ઘરે પાર્ટી રાખતા હોય છે ક્યાં તો વધુમાં વધુ વૃદ્ધા આશ્રમ કે અનાથ આશ્રમમાં જઈને ત્યાંના લોકો સાથે આ દિવસને ઉજવતા હોય છે, પરંતુ હાલ એક ખુબ અનોખો કિસ્સો જામનગર માંથી સામે આવ્યો છે.

જણાવી દઈએ કે અહીંના વેપારી એવા મેહુલભાઈ જોબનપુત્રાએ પોતાના એક દીકરા ‘નમન’ના પેહલા જન્મદિવસ નિમિતે એક અનોખું કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો, નમનનો પેહલા જન્મદિવસના નિમિત્તે મેહુલભાઈએ 36 યુગલના લગ્ન કરાવવાનું આયોજન કર્યું હતું. મેહુલભાઈના આવા કાર્યએ સમાજમાં એક સારો દાખલો બેસાડ્યો છે કારણ કે વર્તમાનમાં તમે જોયું જ હશે કે લોકો શાનોશોકતથી જન્મદિવસ તથા લગ્નની સાલગીરની ઉજવણી કરી ભારે ખર્ચો કરી દેતા હોય છે.

જયારે અમુક લોકો એવા પણ હોય છે જે ગરીબ તથા ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને ફૂડનું વિતરણ કરીને સેવાનું કાર્ય કરતા હોય છે, દરેક લોકો આવા દિવસોની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે, પણ જામનગરના મેહુલભાઈએ તો ખુબ અનોખું જ કાર્ય કરી રહ્યા છે. મેહુલભાઈ સમાજના સામાન્ય લોકો માટે મદદગાર સાબિત થઈને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે.

23 ફેબુઅરી ગુરુવાર એટલે કે આજ રોજ મેહુલભાઈ ધીરજલાલ જોબનપુત્રાના ના દીકરા ‘નમન’ ના પેહલા જન્મદિવસ નિમિત્તે 36 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેનો તમામ ખર્ચ મેહુલભાઈ પોતે ઉઠાવશે. મેહુલભાઈ દીકરીઓને કરિયાવરમાં 81 જેટલી ઘરવખરીની ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ સમૂહ લગ્નમાં અનેક એવા સમાજ આગ્રણીઓ તથા બીજા અન્ય લોકો પણ પોતે હાજરી આપવાના છે.

દીકરાના જન્મદિવસની આવી ઉંજણવી આપણે પેહલી વખત જોઈ હશે. ખરેખર મેહુલભાઈએ સમાજમાં ધનિક વર્ગને એક સારો એવો દાખલો પૂરો પાડ્યો છે અને સમાજ સેવા તરફ લોકો દોરાય તેવો આ ખાસ પ્રયત્ન કર્યો છે.

મેહુલભાઈના આવા કાર્યને જોઈને જામનગર શહેરમાં તો તેઓના વખાણ તો થઈ જ રહ્યા છે પણ સાથો સાથ આખા ગુજરાતમાં તેઓના આવી અનોખી પહેલને વખાણવામાં આવી રહી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *