Jamnagar : જામનગરના રિલાયન્સ મોલમાં મોડી રાતે ભીષણ આગ​​​​​​​ લાગતા અફરાતફરી, અનંત અંબાણી પણ દોડી આવ્યા..

Jamnagar : જામનગરના રિલાયન્સ મોલમાં મોડી રાતે ભીષણ આગ​​​​​​​ લાગતા અફરાતફરી, અનંત અંબાણી પણ દોડી આવ્યા..

Jamnagar : જામનગરના મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. મોલમાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

  • જામનગરના મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં લાગી આગ
  • રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝની સામે રિલાયન્સ મોલમાં લાગી આગ
  • આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે
Jamnagar
Jamnagar

આ પણ વાંચો : Maha Shivratri : મહાશિવરાત્રિ ક્યારે છે? જાણો તારીખ, મહત્વ અને પૂજાવિધિ…

Jamnagar : જામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિશાળ હતી કે, ધૂમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ વહીવટી તંત્રને થતા વહીવટી તંત્ર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.

મોલમાં આગ લાગતા રિલાયન્સનાં અનેક ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

ખાવડી નજીક રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને થતા તેઓ મોડી રાત્રે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિત રિલાયન્સના અનેક ઉચ્ચ કક્ષાનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ફાયર ફાઈટર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી

આ પણ વાંચો : Vastu Tips : ઘરની આ દિશામાં ન રાખો પાણી, બીમારીઓનો શિકાર બનશે પરિવાર..

આ બાબતે મળતી માહિતી મુજપ જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં લોકો કામ પૂર્ણ થયા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ કે ઈજાઓ થઈ નથી. ત્યારે મોલમાં આગ લાગ્યના જાણ થતા જ ફાયર ફાઈટર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોચી આગને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો હતો.

Jamnagar
Jamnagar

MORE ARTICLE : Vasant Panchami : વસંત પંચમી પર પૂજા થાળીમાં આ ખાસ વસ્તુઓનો સમાવેશ કરવાથી દેવી સરસ્વતી પ્રસન્ન થશે…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *