Jamnagar : જામનગરમાં યુવતી સંયમનો માર્ગ અપનાવશે, 23 વર્ષીય ગ્રેજ્યુએટની સંસારત્યાગની શોભાયાત્રા યોજાઈ..

Jamnagar : જામનગરમાં યુવતી સંયમનો માર્ગ અપનાવશે, 23 વર્ષીય ગ્રેજ્યુએટની સંસારત્યાગની શોભાયાત્રા યોજાઈ..

Jamnagar :  જામનગરના જૈન પરિવારની 23 વર્ષીય બીકોમ ગ્રેજ્યુએટ યુવતી અગામી 26 એપ્રિલે મુંબઈના વિલે પાર્લે ખાતે દિક્ષા ગ્રહણ કરશે. તેથી ગઈકાલે તેની વરસીદાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુરુજનોની નિશ્રામાં તેની પરિવારમાંથી વિદાય અને દેરાસરજીમાં પંચકલ્યાણક પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો ગત રવિવારે યોજાયા હતા.

Jamnagar : જામનગરના જયેશભાઈ અને સુનિતાબેન મકીમની પુત્રી બંસીને સંસારત્યાગની ભાવના થતાં ગુરુજનો, પરિવારની અનુમતિ મળ્યા બાદ હવે આગામી તારીખ 26મી એપ્રિલના રોજ તેણી મુંબઈમાં વિલે પાર્લે ખાતેના દેરાસર પરિસરમાં ગુરુજનોની નિશ્રામાં દિક્ષા મહણ કરીને સંસાર ત્યાગ કરશે.

Jamnagar : જેના ઉપલક્ષમાં આજે તારીખ 31ના રવિવારે સવારે 10 વાગ્યે આચાર્ય અજીતયશસુરીશ્વરજી મહારાજ તથા પ્રવચનકાર આચાર્ય સંસ્કારયશસુરીશ્વરજી મહરાજ તથા સાધ્વીજીઓ વિશુધ્ધમાલાશ્રીજી, સુયશમાલાશ્રીજી, વિમલયશાશ્રીજી આદીઠાણાની નિશ્રામાં મુમુક્ષુ બંસીકુમારીની વરસી દાનની શોભાયાત્રા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરથી યોજાઈ હતી.]

Jamnagar
Jamnagar

આ શોભાયાત્રા સેન્ટ્રલ બેન્ક, હવાઈચોક, પંચેશ્વર ટાવર, બેડી ગેઈટથી રણજીતરોડ થઈને પુનઃ ચાંદી બજાર ખાતેના શેઠજી દેરાસરે પહોંચીને વિરામ પામી હતી. જે બાદ બપોરે દેરાસર ખાતે 2 વાગ્યે અષ્ટોતરી અભિષેક પૂજા યોજાઈ હતી.

આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

બાદમાં રાત્રે 8 વાગ્યે દેરાસર સાથેના જ્યોતિ-વિનોદ ઉપાશ્રય ખાતે મુમુક્ષુ બંસીકુમારીની પરિવારમાંથી વિદાયનો સમારોહ યોજાયો હતો. આ વિધિ પુરી થયા બાદ હવે આવતી કાલે તારીખ 2 એપ્રિલના રોજ શેઠજી દેરાસર ખાતે પંચકલ્યાણક મહાપુજા બપોરે અઢી વાગ્યે યોજાયા બાદ તારીખ 29 એપ્રિલના રોજ મુંબઈમાં વીલેપાર્લે ખાતે બંસીકુમારી દિક્ષાગ્રહણ કરશે.

Jamnagar
Jamnagar

ઉલ્લેખનિય છે કે, નજીકના ભુતકાળમાં પણ જામનગરના એક સીએ વિદ્યાર્થી અને તેના ઈજનેર પિતા-દાદાએ સંસાર ત્યાગ કરીને જુનાગઢ ખાતે દિક્ષા ગ્રહણ કરી હતી. જામનગરના જૈન સંઘમાં આ રીતે ટુંકા ગાળામાં આ ચોથી દિક્ષા થવા જઈ રહી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *