Jagannath Mandir : અમદાવાદમાં આવેલું છે 460 વર્ષનો ઈતિહાસ ધરાવતું મંદિર, ભગવાન ખુદ નગરચર્ચાએ નીકળી આપે છે ભક્તોને દર્શન
Jagannath Mandir : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં શ્રી જગન્નાથ ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરમાં જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી બિરાજમાન છે.
Jagannath Mandir : અમદાવાદના જમાલપુરનું શ્રી જગન્નાથ ભગવાનનું મંદિર પુરી પછી દેશનું સૌથી મોટું જગન્નાથ મંદિર છે. જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બિરાજમાન છે. 460 જેટલા વર્ષનો ઈતિહાસ ધરાવતું જગન્નાથ મંદિર શ્રદ્ધાળુઓમાં મોટું આકર્ષણનું કેન્દ્ર છે. વારે તહેવારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ જગન્નાથ મંદિરે આવે છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે મંદિરથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે.
અમદાવાદના જમાલપુરમાં શ્રી જગન્નાથ બિરાજમાન
અમદાવાદમાં રથયાત્રાનુ આયોજન
Jagannath Mandir : હનુમાનદાસજી મહારાજના શિષ્ય સારંગદાસજી મહારાજ દર વર્ષે જગન્નાથપુરી રથયાત્રામાં જતા હતા ત્યારે એક વાર ભગવાને તેમને દર્શન આપી કહ્યું હતું કે, તમે કર્ણાવતીમાં પોતાના આશ્રમનું કામ છોડી અહીં શુ કામ આવો છો તમે તમારા શહેરમાં જ રથયાત્રા કાઢો.
સારંગદાસજીએ સત્સંગીઓને આ બાબતે વાત કરી અને એ બાદ આશ્રમની જગ્યાએ મંદિર બનાવી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી બીજી જુલાઈ 1878 થી અમદાવાદમાં રથયાત્રાનુ આયોજન કરવાનુ ચાલુ કર્યુ હતુ જે આજે પણ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.
આ પણ વાંચો : WEATHER : ભારે કરી ! એકબાજુ હીટવેવની આગાહી તો બીજી બાજુ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, સાચવીને રહેજો
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બિરાજમાન
Jagannath Mandir : જગન્નાથજી મંદિરે ગાદી પરંપરા ચાલે છે. હાલ ગાદીપતિ તરીકે મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સેવા આપે છે અને મંદિરની બે સમયની પૂજા આરતી પણ તેઓ જ કરે છે. આરતીમાં ઘણા ભક્તો હાજર રહે છે. સાંજે 7:30 વાગે થતી આરતી બાદ મંદિરે ગરીબો માટે ભંડારાનું આયોજન કરાવામાં આવે છે.
મંદિરમાં હનુમાનદાસજી મહારાજે હનુમાન મંદિરની પણ સ્થાપના કરી હતી. જે આજે પણ મંદિરના નીચેની ભાગમાં સ્થિત છે. મંદિરે આવતા ભાવિકો હનુમાનજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. જગન્નાથજીનુ હાલનુ જે ભવ્ય મંદિર છે તે દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખી 2000 ની સાલમાં બનાવવામાં આવ્યું હતું.
નવુ મંદિર બનાવ્યા બાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓ આવતા થયા હતા. દર્શનાર્થીઓ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શને કરી શાંતિનો આહેસાસ કરે છે.
હાલ 1700 ગાયો રાખી ગૌશાળા ચલાવવામાં આવે છે
Jagannath Mandir : મંદિરે ભક્તિ સાથે સેવાના કામો પણ થાય છે. મંદિર ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃતિઓ ચાલુ કરવામાં આવી જેમાં હાલ 1700 ગાયો રાખી ગૌશાળા ચલાવવામાં આવે છે. ગરીબો માટે રોજ સાંજે મંદિરે ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. ઔષધાલય ચલાવાય છે અને જ્યારે કોઈપણ કુદરતી આપત્તિ આવે ત્યારે વિવિધ પ્રકારની સેવા મોકલવામાં આવે છે અને રોજ આવતા મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને છાશ પીવડાવવામાં આવે છે.
જે મંદિર ટ્રસ્ટની ગૌશાળાની ગાયોના દૂધમાંથી જ બનાવવામાં આવે છે. મંદિર પરિસરમાં અનેક નાના મંદિરો છે જેમાં મુખ્ય મંદિરની ડાબી બાજુએ ભગવાન દત્તાત્રેય તથા જમણી બાજુએ નરસિંહ ભગવાન, રણછોડરાયજી, તિરૂપતિ બાલાજીના દર્શન કરી શકાય છે. અને મહાદેવજી પણ મંદિર પરિસરમાં બિરાજમાન છે.
56 ભોગ ધરાવી ધામધૂમથી ઉજવવામાં આવે છે
Jagannath Mandir : ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદના આ જગન્નાથ મંદિરમાંથી નીકળે છે. જેની પૂર્વે એક મહત્વનો ઉત્સવ જલયાત્રા છે. રથયાત્રા અને શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર જળાભિષેક જેવા ઉત્સવો આ મંદિરમાં ઉજવાતા મુખ્ય તહેવારો છે. વિજયાદશમીના દિવસે વિજય ઉત્સવમાં મંદિરના ગજરાજોનું પૂજન સહિત દિવાળી અને બેસતા વર્ષે 56 ભોગ ધરાવી ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આ ઉપરાંત રામ નવમી, હનુમાન જયંતી પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિકો દર્શન કરવા જગન્નાથ મંદિરે આવી રહ્યા છે જ્યારે અમદાવાદમાં રહેતા શ્રદ્ધાળુઓ જે પોતાના બાળપણથી જ આ મંદિરે અવારનવાર આવે છે અને ભગવાનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે.
more article : Aaj nu rashifal : આ 3 રાશિઓ સૌથી શક્તિશાળી છે, હનુમાન હંમેશા તેમની રક્ષા કરે છે…..