Israel : હવે વિશ્વયુદ્ધના એંધાણ! હમાસ-ઈઝરાયલ જંગમાં ચીની યુદ્ધ જહાજોની એન્ટ્રી, ઈરાને બનાવ્યો ‘સ્પેશિયલ 9’ પ્લાન

Israel : હવે વિશ્વયુદ્ધના એંધાણ! હમાસ-ઈઝરાયલ જંગમાં ચીની યુદ્ધ જહાજોની એન્ટ્રી, ઈરાને બનાવ્યો ‘સ્પેશિયલ 9’ પ્લાન

છેલ્લા 17 દિવસથી ગાઝા પટ્ટી પર Israel બોમ્બમારો કરી રહી છે અને તેને કોઈને લાગી રહ્યું છે કે આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે. કારણ કે ઈરાન સહિત મધ્ય પૂર્વના 57 દેશોએ એવી ધમકી આપી છે કે જો ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં પ્રવેશ કરશે તો યુદ્ધ થશે. હવે પરિસ્થિતિ એવી છે કે ઈઝરાયલની સેના ગાઝા સરહદમાં ઘૂસી ગઈ છે તો શું હવે વિશ્વયુદ્ધ થશે?

Israel ની સેના ગાઝા સરહદમાં ઘૂસી

મહત્વનું છે કે ગાઝામાં Israel સેનાના પ્રવેશ બાદ પ્રથમ વખત તેની હમાસ સાથે જમીની ટક્કર થઈ હતી અને તેમાં હમાસે ઈઝરાયલી સૈનિકો પર એન્ટી ટેન્ક મિસાઈલ પણ છોડ્યા હતા. જો કે પરિસ્થિતિ જોતાં ઇઝરાયલ સમજી રહ્યું છે કે મધ્ય પૂર્વ પણ યુદ્ધમાં સામેલ થઈ શકે છે અને એ કારણોસર ઇઝરાયલે સીરિયા પર પણ હુમલો કરવાનું શરૂ કર્યું છે.

યુદ્ધ માટે ઈરાને સ્પેશિયલ-9 પ્લાન તૈયાર કર્યો છે

એવામાં હવે ઈરાને Israel સામેના યુદ્ધને વિશ્વ યુદ્ધમાં ફેરવવાની ધમકી આપી છે. આ માટે ઈરાને સ્પેશિયલ-9 પ્લાન પણ તૈયાર કર્યો છે. સ્પેશિયલ-9 પ્લાન હેઠળ ઈરાને માત્ર ફાઇટર જ નહીં પરંતુ 9 વ્યૂહાત્મક શસ્ત્રો પણ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. ઈરાનની આ યોજના હેઠળ નવ ફાઇટરના નવ જૂથોને નવ વ્યૂહાત્મક હથિયારો આપવામાં આવશે.

આ હથિયારોમાં ફતહ-11 બેલેસ્ટિક મિસાઈલ, સ્કડ મિસાઈલ, કહર-1 મિસાઈલ, ખૈબર શિકાન મિસાઈલ, બદર-1 મિસાઈલ, બુરકાન-2એચ મિસાઈલ, કિયામ મિસાઈલ, શોર્ટ રેન્જ રોકેટ, શાહેદ 131/136 સુસાઈડ ડ્રોનનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, ઇઝરાયેલ નવ મોરચે ઘેરાયેલું રહેશે જેમાં લેબનોન, સીરિયા, વેસ્ટ બેંક, જોર્ડન, ઇજિપ્ત, ભૂમધ્ય સમુદ્ર, રેડ સી અને ઇરાક છે.

Israel
Israel

ચીન અને રશિયા પણ આ યુદ્ધમાં ઉતર્યા

મધ્ય પૂર્વના 57 મુસ્લિમ દેશોમાં Israel વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આ દરમિયાન એવી આશંકા દર્શાઇ રહી છે કે ગાઝા-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે વિશ્વની મહાસત્તાઓ પણ સામસામે આવીને ઊભી રહી શકે છે. કારણ કે હવે ચીન અને રશિયા પણ આ યુદ્ધમાં ઉતર્યા છે.

આ પણ વાંચો : Diwaliની રાત્રે કેમ કરવામાં આવે છે દીવા? જાણો રોચક તથ્ય….

યમન તરફથી Israel તરફ ત્રણ મિસાઈલો છોડવામાં આવી

એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન ફાઇટર પ્લેન તેમની સૌથી ખતરનાક મિસાઇલો સાથે બ્લેક સીમાં તૈનાત છે. રશિયાએ દાવો કર્યો છે કે બ્લેક સીના આકાશમાં એક-બે નહીં પરંતુ ત્રણ બ્રિટિશ વિમાનોને અટકાવવામાં આવ્યા છે. રશિયન સેનાનો દાવો છે કે 19 ઓક્ટોબરે ત્રણ બ્રિટિશ સૈન્ય વિમાનોએ તેમની સરહદમાં ઘૂસણખોરી કરી હતી, પરંતુ સદનસીબે સ્થિતિ વધુ બગડે તે પહેલા બ્રિટિશ વિમાનોએ વિસ્તાર છોડી દીધો હતો. દરમિયાન પ્રશ્ન એ છે કે ત્રણ બ્રિટિશ લશ્કરી વિમાન રશિયન સરહદ સુધી કેવી રીતે પહોંચ્યા?

Israel
Israel

આ સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્લેક સીમાં ફાઈટર પ્લેન તૈનાત કર્યા છે. યમન તરફથી Israel તરફ એક-બે નહીં પરંતુ ત્રણ મિસાઈલો છોડવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે જો મિસાઈલોને અટકાવવામાં ન આવી હોત તો તેનું નિશાન ઈઝરાયલ હોત.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્પેશિયલ-9 પ્લાન હેઠળ ઈરાને લેબનોનના હિઝબુલ્લા જૂથને સૌથી પહેલા જવાબદારી સોંપી છે, જ્યારે આ પછી હુથી અને અન્ય સંગઠનોને યુદ્ધ ક્ષેત્રમાં લાવી શકાય છે. એવા સમાચાર પણ બહાર આવ્યા છે કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાનો રસ્તો શોધી રહ્યું છે. તેણે ઈરાક, સીરિયા અને યમનમાં મિલિશિયાને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે.

more article : Israel પર બે બાજુથી હુમલો:ગાઝાથી હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાએ રોકેટ છોડ્યા…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *