Ishwarya Mahadev : મોરબીના નાની વાવડીમાં બિરાજે છે ઇશ્વરિયા મહાદેવ, ભોળાનાથે ભક્તનું વચન પાળ્યું, હજુ પણ ઈતિહાસ ઉજળો…

Ishwarya Mahadev : મોરબીના નાની વાવડીમાં બિરાજે છે ઇશ્વરિયા મહાદેવ, ભોળાનાથે ભક્તનું વચન પાળ્યું, હજુ પણ ઈતિહાસ ઉજળો…

Ishwarya Mahadev : મોરબી નજીકના નાની વાવડી ગામની સીમમાં સ્વયંભૂ ઇશ્વરિયા મહાદેવનું મંદિર આવેલુ છે, આ મંદિરનો ઈતિહાસ અનોખો છે આપણા દેશમાં અનેક મંદિર આવેલા છે. અને દરેક મંદિર નોખા અનોખા ઇતિહાસ સાથે જોડાયેલા છે. વાંકાનેરના જડેશ્વર મહાદેવ સાથે મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલા ઈશ્વરીયા મહાદેવ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. વાંકાનેર પાસે આવેલી ઐતિહાસિક રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવ પોતાના ઈશ્ર્વરલાલ નામના ભક્તની નિશ્ર્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઈ નાની વાવડી ગામમાં બિરાજમાન થયા અને આજની તારીખે એ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યુ છે.

નાની વાવડી ગામે આવેલા ઈશ્વરીયા મહાદેવ બિરાજમાન

મોરબી નજીકના નાની વાવડી ગામની સીમમાં સ્વયંભૂ Ishwarya Mahadev નું મંદિર આવેલુ છે આ મંદિરનો ઈતિહાસ અનોખો છે લોકવાયકા મુજબ વાંકાનેર પાસે આવેલી ઐતિહાસિક રતન ટેકરી પર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ ખુદ અહી બિરાજમાન થયા છે.

આ પણ વાંચો : Ganeshji : જો તમારા સપનામાં ગણેશજી દેખાય, તો આ શેના છે સંકેત જાણો વિગતે…

ઈશ્વરલાલ નામના મહાદેવ ભક્ત ગુંગણ ગામથી નિત્ય જડેશ્વર મહાદેવનાં દર્શને જતા હતા ઈશ્ર્વરલાલ વૃધ્ધાવસ્થામાં આવતા મહાદેવના દર્શને જઈ ના શકતા દેવાધિપતી દેવ મહાદેવે પોતાના ભક્તની નિસ્વાર્થ ભક્તિ જોઈ વચન આપ્યું કે હું તમારા ગામ સુધી આવીશ. અને એક દિવસ પોતાના વચન પ્રમાણે ઈશ્ર્વલાલની પાછળ પાછળ મહાદેવજી આવતા હતા ત્યારે નાની વાવડી પાસે ઈશ્વરભાઈએ શંકા કરી પાછળ જોતા મહાદેવ વાવડી સીમમાં જ રોકાઈ ગયા અને ઈશ્વરલાલને પારાવાર પ્રશ્ચાતાપ કરતા જોઈ ભગવાન ભોળાનાથે પોતાના ભક્ત ઉપર કરુણા કરી ગુંગણ ગામે પણ આવવાનુ સ્વપ્નમાં કહ્યુ. અને આજે પણ સ્વયંભૂ મહાદેવ તળાવનાં કાંઠે બિરાજ માન છે અને ગુંગણ ગામે પણ મહાદેવનું શિવાલય છે.

જડેશ્વર મંદિર સાથે તેનો ઇતિહાસ જોડાયેલો છે

આધી, વ્યાધિ, ઉપાધિ દૂર કરનાર સ્વયંભૂ મહાદેવ ત્રિવિધ સ્વરૂપે જડેશ્વર રતન ટેકરી ઉપર, નાની વાવડી પાસે સીમમાં બિરાજમાન અને ઇશ્વરિયા મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોય તેવી શ્રદ્ધાળુની માન્યતા છે. નાની વાવડી ગામે આવેલા Ishwarya Mahadev  મંદિરે સવારે 4 વાગ્યાથી દર્શન કરવા ભક્તો આવી જાય છે. મંદિરે ભંડારો, નારણબલી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.

Ishwarya Mahadev  : દાદાનું મંદિર આશરે 200 વર્ષ જૂનુ છે અને જડેશ્વર મંદિર સાથે તેનો ઇતિહાસ જોડાયેલો છે. વર્ષો પહેલા આ સ્થળ પર એક ખીજડો અને તાળી હતી ત્યારબાદ દાદાની કૃપાથી અહીં મીઠા પાણી ની સગવડ થઇ પછી મંદિરનો વિકાસ થયો છે લોકો મંદિરે શ્રદ્ધા આસ્થા સાથે દર્શન કરવા આવે છે. શિવરાત્રી અને શ્રાવણમાસ દરમિયાન મંદિરે ભક્તોનો મહામેળા જેવો જમાવડો થાય છે મંદિરે પિતૃકાર્ય અને લગ્ન પણ થાય છે દાદાની નાની વાવડી ગામ ઉપર સદાય કૃપા રહે છે.

સ્વયંભૂ મહાદેવ ત્રિવિધ સ્વરૂપે બિરાજમાન

Ishwarya Mahadev નું મંદિર વર્ષો જૂનું છે. સાક્ષાત શિવ અહિં આવેલા છે અને સાક્ષાત દર્શન પણ થાય છે. ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહાદેવનુ મંદિર રજવાડાના સમયમાં બન્યુ હતુ. કોઈ વ્યથીત વ્યક્તિ મહાદેવના શરણે જાય છે તેને અવશ્ય મનની શાંતિ મળે છે. શિવજીનુ મંદિર નાની વાવડીથી દોઢ કિલોમિટરના અંતરે છે ભાવિકો મંદિરે દર્શન કરવાનો નિત્યક્રમ જાળવે છે. એકપણ દિવસ પૂજા ખંડિત થવા દેતા નથી. ભાવિકોની અતૂટ શ્રદ્ધા અને માન્યતા પ્રમાણે મંદિર ચમત્કારિક છે. અહીં દરેક દર્શનાર્થીની મનોકામના પૂર્ણ થાય છે. જે લોકો મંદિરે આવે છે તેમને આનંદ અને શકુન મળે જ છે.

Ishwarya Mahadev  : નાની વાવડી ગામનું ઈશ્વરીયા મહાદેવનું મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. શ્રાવણ માસમાં મંદિરે માનવમહેરામણ ઉમટી પડે છે અને મેળા જેવો માહોલ સર્જાય છે. બારે મહિના શિવજીનુ પૂજન અર્ચન કરવા આવતા ભાવિકો પર સદાય મહાદેવના આશીર્વાદ વરસતા રહે છે.

more article : Vastu Tips : આ છોડ લગાવતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ઘરમાં વધી જશે ગૃહકંકાસ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *