ઈશા અંબાણીનાં જોડિયા બાળકોની જોવા મળી ઝલક, તસ્વીરોમાં જોવા મળ્યો ક્યુટ ટ્વીન્સનો સિમ્પલ લુક
બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અવારનવાર બોલીવુડ સેલિબ્રિટીની પાર્ટીઓમાં જોવામાં આવે છે. તે પોતાના ગ્લેમરસ લુકથી પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે.
હાલમાં જ તેણે તેની મિત્ર કિયારા અડવાણીનાં રિસેપ્શનમાં જોવામાં આવેલ. એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે માટે ખુબ જ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે. ઈશા ને તેના બંને બાળકોની સાથે મુંબઈમાં પોતાના ઘરની બહાર જોવામાં આવેલ હતી.
મુકેશ અંબાણી ની દીકરી અને પિરામલ પરિવારની વહુ ઈશા અંબાણી પીરામલ નાં ઘરે એક ગ્રાન્ડ પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં અંબાણી પરિવાર સહિત ઘણા લોકો સામેલ થયા હતા. જણાવી દઈએ કે આ પાર્ટી શરૂ થતા પહેલા જ થોડા સમય પહેલા ઈશા અંબાણીને ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરી લીધેલ અને તેની સાથે સાથે લોકોને તેના ક્યુટ બાળકોની પણ ઝલક જોવા મળી હતી.
ઈશા અંબાણી નો ટ્વીન્સ સાથેનો આ વિડીયો ખુબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને તમે પણ જુઓ અને એ પણ જાણો કે આખરે આ પાર્ટીનું આયોજન શા માટે કરવામાં આવેલ હતું.
ઈશા અંબાણી ની હાલમાં જ તેમના મુંબઈ વાળા ઘરની બહાર એક સિમ્પલ લુક માં સ્પોટ કરવામાં આવેલ. જણાવી દઈએ કે ઈશા પોતાના ઘરે આયોજન કરવામાં આવેલી પાર્ટી પહેલા ગાડી માંથી નીકળતી સ્પોટ થઈ હતી. ઇશા એક સિમ્પલ કો-ઓર્ડ સેટ પહેરેલી હતી. તેના વાળ બાંધેલા હતા અને તેને ચશ્મા લગાવેલા હતા.
ઈશા અંબાણીની સાથો સાથ તેના બાળકો પણ ત્યાં નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી ની પાછળ તેમના બંને બાળકો આદિયા અને કૃષ્ણા પણ જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ઈશા એ પોતાના બાળકો ને ગોદમાં લીધેલા ન હતા, પરંતુ પાછળ તેના બાળકો ની નર્સ હતી, જેણે બાળકોને સાચવેલા હતા. તેના બાળકોનો ચહેરો તો નજર આવ્યો નહીં, પરંતુ સાઈડમાંથી બાળકોની ઝલક જરૂર જોવા મળી રહી હતી.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પિરામલ હાઉસમાં આનંદ પીરામલ અને ઈશા અંબાણી અને તેમના બાળકો માટે એક ખાસ વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા અને પૃથ્વી અંબાણી સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા.
વિડીયો વાયરલ થયા બાદ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઈશા નાં બાળકો પર યુઝર્સ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે અને તેના લુક ની પણ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ઈશા પોતાના પિતા મુકેશ અંબાણીની જેમ નજર આવી રહી છે.” વળી યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, “મને વિશ્વાસ છે કે આ નર્સ જ બાળકોનો ખ્યાલ રાખતી હશે.”
View this post on Instagram
જણાવી દઈએ કે ઈશા અંબાણીએ ડિસેમ્બર ૨૦૧૮માં આનંદ પીરામલ સાથે લગ્ન કરી લીધા હતા. તેમણે નવેમ્બર ૨૦૨૨નાં રોજ જોડિયા બાળકોને જન્મ આપેલો હતો. આ દરમિયાન અંબાણી અને પિરામલ પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે ઈશા નાં દીકરા નું નામ કૃષ્ણા અને દીકરીનું નામ આદિયા રાખવામાં આવેલ છે.