Isha Ambani : નીતા અંબાણી બાદ ઇશા અંબાણીનો નેકલેસ ચર્ચામાં, જાણો 7 વર્ષ જૂના હારની કહાની
Isha Ambani એ પોતાના ભાઇ અનંત અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશન દરમિયાન મોટા મોટા હીરાવાળો રાણી હાર પહેર્યો. ઇશા અંબાણીના આ હારે તેમની સુંદરતા અને લુકને વધુ નિખારી દીધો. પરંતુ આ હારનું કનેક્શન 7 વર્ષ પહેલાં ઇશા અંબાણીના લગ્ન સાથે જોડાયેલું છે.
ઇશા અંબાણીનો ડાયમંડ નેકલેસ
Isha Ambani : અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટ પ્રી-વેડિંગ સેલિબ્રેશન 3 દિવસ સુધી ચાલ્યા બાદ ખતમ થઇ ચૂક્યા છે, પરંતુ આ ઇવેંટના ફોટા, વીડિયો, વાતો, ડ્રેસીસ અને જ્વેલરી અને તેનાથી જોડાયેલી વસ્તુઓ અત્યાર સુધી ચર્ચામાં રહી છે. આ ઇવેંટમાં એક દિવસ અનંત અંબાણીની બહેન ઇશા અંબાણી પીરામલે એક 7 વર્ષ જૂનો હીરાનો હાર પહેર્યો હતો. જે ચર્ચાનો વિષય બન્યો.
સુંદરતાને વધુ નિખારી
Isha Ambani એ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો લહેંગા પહેર્યો હતો. આ લહેંગાની ચોળીએ દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું, કારણ કે આ સુંદર ચોળીને જ્વેલરી અને જરદોસી વર્કથી શણગારવામાં આવી હતી. આટલું સુંદર બ્લાઉઝ હોવા છતાં રાધિકા મર્ચન્ટની ભાભીના ગળામાંનો હાર તેની સુંદરતામાં વધુ વધારો કરતો હતો.
આ પણ વાંચો : Vadodara : સેવાનું બીજું નામ એટલે વડોદરાની ‘અનાથ’ શ્વેતા શાહ, સ્વામાન અને દરિયાદિલી એવી કે ભલભલાની આંતરડી ઠરે
ઈશા અંબાણીએ પહેર્યો હતો પોતાના લગ્નમાં
જોકે Isha Ambani ના મોટા હીરાનો આ નેકલેસ તેના પોતાના લગ્નનો છે, જે 2018માં થયો હતો. ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નના દિવસે ઈશા અંબાણીએ આ સુંદર હીરાનો હાર પહેર્યો હતો.
સાત વર્ષ જૂનો છે આ હીરાનો હાર
હવે Isha Ambani ફરી એકવાર પોતાના ભાઈ અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં આ સાત વર્ષ જૂનો નેકલેસ પહેરીને ચમકી છે. આ મોટા રાની હારની સાથે ઈશા અંબાણીએ લેયર્ડ ડાયમંડ નેકલેસ પણ પહેર્યો હતો.
ડાયમંડ જ્વેલરીમાં લાગતી હતી સુંદર
Isha Ambani એ કાનમાં મેચિંગ ઈયરિંગ્સ, હાથમાં હીરાની બંગડીઓ અને ડાયમંડ હેન્ડ ફ્લાવર્સ સાથે પોતાનો રોયલ લુક પૂરો કર્યો હતો. જ્વેલરીની સાથે ઈશાના મેક-અપે પણ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
સ્મોકી આઇઝે બનાવ્યા દિવાના
Isha Ambani પોતાના લાલ રંગના આ જડીત લેંઘા ચોળી અને હેવી ડાયમંડ જ્વેલરીની સાથે ખૂબ ગ્રેસફૂલ મેકઅપ કર્યો. તેમણે પોતાની આંખોને સ્મોકી લુક આપ્યો. ન્યૂડ લિપ્સ્ટિક, બ્લશ્ડ ગાળ સાથે ઇશા ખૂબ સુંદર લાગી રહી હતી. તેમણે પોતાના આ લુકને વાળને હાઇ બન અને માથા પર લાલ રંગની નાનકડી બિંદી સાથે પુરો કર્યો. ઇશા અંબાણીની આ તમામ તસવીરો ડિઝાઇનર અબૂ જાની સંદીપ ખોસલાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે.
more article : Nita Ambani કાળી બનારસી સાડી છે એકદમ ખાસ, સોનાની જરીથી કરી તૈયાર…