IPS Archit Chandak Success Story : JEEમાં સ્ટેટ ટૉપર, રૂ. 35 લાખની જૉબ ઑફરને ફગાવીને બન્યા IPS…
IPS Archit Chandak Success Story : દેશની સૌથી અઘરી પરીક્ષા UPSCને પાસ કરવી કોઈ સરળ વાત નથી, તેમ છતાં દર વર્ષે હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ આ પરીક્ષાને પાસ કરે છે. તે તમામ આ પરીક્ષા પાસ કરી સમાજ માટે એક ઉદાહરણ બનાવે છે.
IPS Archit Chandak Success Story : આજે અમે આપને એક એવા પરીક્ષાર્થીની સફળતાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે દેશની સેવા કરવા માટે 35 લાખના પગારની નોકરી છોડી દીધી અને પછી ખૂબ જ મહેનત કરીને યુપીએસસી પરીક્ષા પાસ કરીને IPS બનીને સમાજ માટે પ્રેરણા બન્યા. અમે જેમની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે IPS અર્ચિત ચાંડક.
IIT દિલ્હીમાંથી કર્યું છે B.Tech
અર્ચિત ચાંડક નાગપુરના રહેવાસી છે. તેઓ વર્ષ 2012માં JEE પરીક્ષામાં પણ શહેરના ટોપર હતા. અર્ચિત ચાંડકે IIT દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Techની ડિગ્રી મેળવી છે. ઈન્ટર્નશિપ દરમિયાન તેમને એક જાપાનની કંપની દ્વારા 35 લાખ રૂપિયાનું સેલરી પેકેજ પણ ઓફર કરવામાં આવ્યું હતું, જોકે, અર્ચિત ચાંડક સરકારી કર્મચારી બનીને દેશની સેવા કરવા માંગતા હતા.
2018માં ક્રેક કરી યુપીએસસી પરીક્ષા
આ પછી અર્ચિત ચાંડકે 2016માં અંડરગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યો અને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી. તેમણે 2018 માં UPSC પરીક્ષા આપી અને ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 184 મેળવ્યો. તેમને શરૂઆતમાં ભુસાવલના બજારપેઠ પોલીસ સ્ટેશનમાં સ્ટેશન હાઉસ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને નાગપુરમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ચેસ રમવાનું છે પસંદ
ફિટનેસના શોખિન અર્ચિત ચાંડકને ચેસ રમવાનું પણ પસંદ કરે છે અને તેમનું FIDE રેટિંગ 1,820 છે. તેમણે 42 કિલોમીટરની મુંબઈ મેરેથોન પણ પૂરી કરી છે. અર્ચિત ચાંડકે તેમની UPSC બેચમેટ IAS સૌમ્યા શર્મા સાથે લગ્ન કર્યા છે, જેઓ જિલ્લા પરિષદ નાગપુરના CEO તરીકે સેવા આપે છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ છે બંને
IAS સૌમ્યા શર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 2.5 લાખ ફોલોઅર્સ છે, જ્યારે અર્ચિત ચાંડકના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને એક લાખથી વધુ લોકો ફોલો કરે છે.
આ પણ વાંચો : Astro Tips : 16 વર્ષ ચાલે છે ગુરૂની મહાદશા, વ્યક્તિને મળે છે અપાર ધન અને યશ, પદ-પ્રતિષ્ઠાની થાય છે પ્રાપ્તિ…
4 મહિનાની તૈયારીમાં મેળવી સફળતા
IAS સૌમ્યા શર્મા ચર્ચામાં રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સૌમ્યા શર્માએ માત્ર 4 મહિનાની તૈયારીમાં UPSC પરીક્ષામાં સફળતા મેળવી હતી. એટલું જ નહીં સૌમ્યા શર્માએ UPSCમાં 9મો રેન્ક મેળવીને આ પરીક્ષાના ટોપર્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
more article : Raghunath mandir : માઉન્ટ આબુ જાઓ તો આ મંદિરે જરૂર કરજો દર્શન, 5500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટી હતી મૂર્તિ