IPS Aashna Chaudhary : ત્રીજા પ્રયાસમાં સફળતા મેળવી બન્યા IPS, સોશિયલ મીડિયા સ્ટારથી UPSC ક્રેક કરવા સુધીની સફર પર એકનજર

IPS Aashna Chaudhary : ત્રીજા પ્રયાસમાં સફળતા મેળવી બન્યા IPS, સોશિયલ મીડિયા સ્ટારથી UPSC ક્રેક કરવા સુધીની સફર પર એકનજર

IPS Aashna Chaudhary : પરીક્ષા પાસ કરી હતી. ગ્રેજ્યુએશન કર્યા પછી તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન એક્ઝામની તૈયારી માટે અભ્યાસમાંથી બ્રેક લેવા માંગતા હતા. બ્રેક દરમિયાન તેમના પરિવારના સભ્યોએ તેમને સિવિલ સર્વિસ પરીક્ષાઓની તૈયારી કરવાનું સૂચન કર્યું.

IPS Aashna Chaudhary : તેઓ પ્રથમ બે પ્રયાસોમાં પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પછી તેમણે તેમની તૈયારીમાં ખામીઓને શોધી કાઢી. ત્રીજા પ્રયાસમાં તેમણે 2022માં યુપીએસસીની પરીક્ષા 992 માર્ક્સની સાથે પાસ કરી. ચાલો જાણીએ તેમની સફર વિશે.

ઉત્તર પ્રદેશના રહેવાસી છે આશના ચૌધરી

IPS Aashna Chaudhary : આશના ચૌધરી ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવાના રહેવાસી છે. તેમના પિતા ડૉ. અજીત ચૌધરી સરકારી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમની માતાનું નામ ઈન્દુ સિંહ છે. આશના ચૌધરી સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતા રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 107K ફોલોઅર્સ છે.

IPS Aashna Chaudhary
IPS Aashna Chaudhary

ઘણી સ્કૂલોમાં કર્યો અભ્યાસ

IPS Aashna Chaudhary : આશના ચૌધરીએ પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પીલખુવામાં કર્યો. ત્યારબાદ 2012થી 2014 સુધી તેમણે ઉદયપુરની સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. 2014થી 2016 સુધી તેઓએ ગાઝિયાબાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં હ્યુમેનિટીઝનો અભ્યાસ કર્યો.

ધોરણ 12માં તેમણે 96.5 ટકા માર્ક્સ મેળવ્યા. તેઓએ દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજ ફોર વુમનમાંથી અંગ્રેજી સાહિત્યમાં ગ્રજ્યુએશન કર્યું. બાદમાં સાઉથ એશિયન યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સમાં માસ્ટર્સ કર્યું. આ સાથે જ તેમણે એક NGOની સાથે કામ પણ કર્યું. આ NGO વંચિત બાળકોને શિક્ષિત કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : Goverment Scheme : સરકાર આપી રહી છે Free Wifi , હવે મફતમાં મરજી પડે એટલું વાપરો ઇન્ટરનેટ

બે વાર સતત મળી નિષ્ફળતા

IPS Aashna Chaudhary : આશના ચૌધરીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ 2019માં UPSCની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમની UPSCની સફર 2020માં શરૂ થઈ. ત્યારે તેમણે એક વર્ષની તૈયારી પછી પહેલીવાર પરીક્ષા આપી હતી.

કમનસીબે તેઓ તે પ્રયાસમાં UPSC પ્રિલિમ્સ પણ ક્લિયર કરી શક્યા ન હતા. આ પછી તેમણે બીજો પ્રયાસ કર્યો. પરંતુ ફરીથી તેમને નિષ્ફળતા જ મળી. તેઓ પ્રિલિમ્સમાં માત્ર અઢી માર્કસથી ચૂકી ગયા હતા. આ સમયે તે નિષ્ફળતાઓથી ઘેરાઈ ગયા હતા.

IPS Aashna Chaudhary
IPS Aashna Chaudhary

હાર ન માની, તૈયારી ચાલું રાખી

IPS Aashna Chaudhary : શરુઆતી અસફળતાઓનો સામનો કરવા છતાં તેઓએ હાર ન માની. તેઓએ તેમની તૈયારીની રણનીતિ સુધારવાનું નક્કી કર્યું. તેમની મહેનત અને સમર્પણનું ત્યારે ફળ મળ્યું જ્યારે તેમણે 2022માં ત્રીજી વખત યુપીએસસીની પરીક્ષા આપી.

મળ્યું મહેનતનું ફળ

IPS Aashna Chaudhary : આ વખતે તેમની મહેનત ફળી. તેમણે માત્ર પ્રિલિમિનરી પરીક્ષા જ નહીં પરંતુ UPSC પરીક્ષાના તમામ તબક્કામાં પણ સફળળતા મેળવી. તેમના અસાધારણ પ્રદર્શનથી તેમને 116મો રેન્ક મેળવવામાં મદદ મળી. તેમણે કુલ 992 માર્ક્સ મેળવ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *