IPO : 15 એપ્રિલથી ઓપન થઈ રહ્યો છે આ IPO, પ્રાઇઝ બેન્ડ 85 રૂપિયા, જાણો વિગત…
IPO : જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરો છો તો આગામી 15 એપ્રિલે વધુ એક આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. સોમવાર 15 એપ્રિલે રામદેવબાબા સોલ્વેન્ટનો આઈપીઓ ઓપન થશે.
IPO : જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. 15 એપ્રિલ સોમવારે રામદેવબાબા સોલ્વેન્ટ આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે.
IPO : ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં ગુરૂવાર, 18 એપ્રિલ સુધી દાવ લગાવી શકે છે. રામદેવબાબા સોલ્વેન્ટ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 80થી 85 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે. દરેકની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. રામદેવબાબા સોલ્વેન્ટ આઈપીઓની લોટ સાઇઝ 1600 શેરની છે.
શું છે વિગત?
IPO : રામદેવબાબા સોલ્વેન્ટ આઈપીઓની સાઇઝ 50.27 કરોડ છે. તેમાં 10 રૂપિયાની ફેસ વેલ્યૂની સાથે 59,13,600 ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યૂ સામેલ છે. વેચાણ માટે કોઈ ક્મ્પોનેન્ટ નથી. ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર ચોઇસ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે.
આ પણ વાંચો : Rain forecast : ગુજરાતમાં 13 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર છે મોટી ઘાત…
IPO : બિગશેયર સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓ રજિસ્ટ્રાર છે. ગ્રે માર્કેટમાં આ શેર અત્યારે 5 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે પ્રથમ દિવસે 6 ટકા સુધીનો નફો થઈ શકે છે.
આ પણ વાંચો : Shree Bijasan Mata Mandir : અહીં માતાજીની માનતા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, 1000 વર્ષ જૂનું છે મંદિર..
કંપનીનો કારોબાર
IPO : કંપની પોતાના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) અનુસાર કંપની- “રાઇસ બ્રાન ઓઈલ”નું ઉત્પાદન, વિતરણ, બજાર અને વેચાણ કરે છે. કંપની એમ્પાયર સ્પાઇસેસ એન્ડ ફૂડ્સ લિમિટેડ, મેરિકો લિમિટેડ અને મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રાઇવેટ લિમિટેડ સહિત ફાસ્ટ-મૂવિંગ કંઝ્યુમર ગુડ્સ (એફએમસીજી) ફર્મોને રાઇઝ બ્રાન ઓઈલનું પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કરે છે.
MORE ARTICLE : Nita Ambani : નીતા અંબાણીએ ₹ 12 કરોડની કિંમતની વ્યક્તિગત રોલ્સ રોયસ ફેન્ટમ VIII ખરીદી…